અમદાવાદનો હેરાન કરનારો કિસ્સો- સસરાએ દીકરી જેવી વહુને કહ્યુ- તને 20 હજાર આપીશ, મારી સાથે શરીર સંબંધ…

Ahmedabad crime : ગુજરાતમાંથી ઘણીવાર એવા એવા કિસ્સા સામે આવે છે કે સંબંધો શર્મશાર થઇ જાય અથવા તો કોઇ પરિવારના સભ્યો પોતાની હદ પાર કરે. હાલમાં જ અમદાવાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જેમાં પિતા સમાન કહેવાતા સસરાએ પુત્રવધુની લાજ લૂંટવાની કોશિશ કરી અને આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો. દિકરો કામ પર ગયા બાદ તેના પિતાની નિયત ખરાબ થઇ અને તે પુત્રવધુને મળવા માટે આવ્યા. ત્યાં તેમણે કહ્યું કે, ‘હું તને 20 હજાર રૂપિયા આપુ છુ, તુ મારી સાથે સુઇ જા.’ (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

સસરાની વહુ પર બગડી દાનત
જો કે, વહુએ સસરાને ઘરની બહાર નીકળી જવાનું કહ્યું તો સસરાએ પોતાની હવસની ભુખ મીટાવવા માટે બળજબરી કરવાની કોશિશ કરી. પણ આ સમયે વહુએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પછી સસરા નાસી છૂટ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના ઇન્દિરાબ્રિજ નજીક રહેતી પરણિતાએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પોતાના આધેડ સસરા વિરૂદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી છે. તે તેના પતિ અને પાંચ વર્ષના પુત્ર સાથે રહે છે અને કામકાજ કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચાલવે છે.

કહ્યુ- તને 20 હજાર રૂપિયા આપુ, તુ મારી સાથે સુઇ જા
જો કે, પરણિતાના સસરા તેનાથી ઘરથી થોડા દૂર રહે છે. પણ જ્યારે પરણિતા ગત રોજ પોતાનું કામ પતાવી ઘરે આવી ત્યારે સસરા આવ્યા અને કહેવા લાગ્યા કે, ‘હું તને 20 હજાર રૂપિયા આપુ, તુ મારી સાથે સુઇ જા.’ જો કે, સસરાની વાત સાંભળીને પરણિતાએ તેમને ના પાડી અને ઘરની બહાર નીકળી જવાનું કહ્યું. જો કે, સસરાએ પોતાની હવસનો શિકાર વહુને બનાવાનું નક્કી કરી લીધું હોય એમ તે વહુ સાથે જપાજપી કરવા લાગ્યો અને બળજબરી તેને જમીન પર પાડી દીધી અને શરીર સંબંધ બાંધવા બળજબરી કરી ત્યારે પરણિતાએ બુમાબુમ કરી.

વહુ સાથે કરી બળજબરી
આ દરમિયાન આસપાસના લોકો દોડી આવ્યા અને આરોપીને ઝડપી લીધો પણ તે બળવાપરીને નાસી ગયો હતો. જો કે, પરણિતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તે બાદ પરણિતાએ આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સસરા વિરૂદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ પરણિતાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Shah Jina