અમદાવાદમાં પરણિતા પતિને છોડીને ગઇ પ્રેમીને મળવા તો પ્રેમીએ તેના મિત્રોને સોંપી, પછી મિત્રોએ તો શરમ ધર્યા વગર જ પીંખી નાખી
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સગીરાઓ, યુવતિઓ અને પરણિતાઓની છેડતી અને બળાત્કારના કિસ્સાઓ સામે આવે છે. કેટલાક યુવકો દ્વારા નાની નાની સગીરાઓને પણ ફસાવવામાં આવતી હોય છે. ઘણીવાર કોઇ પરણિતા લગ્ન બાદ પણ તેના પ્રેમને ભૂલી શકતી નથી અને તેની સાથે ભાગી જાય છે જે બાદ તે યુવક હવસ સંતોષી તેને તરછોડી દેતો હોય છે. ઘણીવાર એવું પણ બને છે કે લગ્ન બાદ યુવતિને કોઇ વ્યક્તિ સાથે પ્રેમ થઇ જાય છે અને પછી તે તેને મેળવવા માટે તેના પતિને પણ છોડી દેતી હોય છે.
ઘણીવાર આવા કિસ્સાઓમાં યુવતિઓ કે પરણિતાઓ દુષ્કર્મ કે સામૂહિક દુષ્કર્મનો ભોગ બનતી હોય છે. હાલમાં અમદાવાદમાંથી ગેંગરેપની ઘટના સામે આવી છે, જેમાં પોલીસે ગેંગરેપના બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આરોપીઓએ એક પરણિત મહિલાને પ્રેમીના કહેવાથી મામાના ઘરે રાખી અને આ દરમિયાન તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો. પરણિતા તેના પતિના ત્રાસથી કંટાળી ખરીદી કરવા નીકળી હતી અને બહાનું બનાવી પતિની નજર ચૂકવી ભાગી ગઈ હતી. જો કે, તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પછી પોલિસને ગેંગરેપની ઘટનાની જાણ થઇ હતી અને તે બાદ પોલીસે તપાસ કરી આરોપીઓની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કારંજ પોલિસમથકમાં પરિણીતાએ ગેંગરેપની ફરિયાદ નોંધાવી છે. થોડા દિવસો પહેલા જ પરિણીતા પતિ સાથે ઢાલગરવાડમાં ખરીદી કરવા ગઇ હતી. તેને લગ્ન પહેલા તેને કાસીન્દ્રા ગામમાં રહેતા જાવેદ મકરાણી સાથે પ્રેમસંબંધ હતો. તેણે પરણિતાને પોતાની સાથે ભાગવાનું કહ્યુ અને પરણિતા પણ તેની વાતોમાં આવી. જે બાદ તે લાલદરવાજા પતિ સાથે પહોંચી હતી. ત્યારે ચક્કર આવતા હોવાનું પતિને કહ્યુ અને ત્યારે પતિ પાણીની બોટલ લેવા ગયો. બસ પતિના જતાની સાથે જ પરણિતા ફરાર થઈ ગઈ.
આ મામલે જાણવાજોગ કારંજ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ હતી. આ દરમિયાન યુવતિનો પ્રેમી જાવેદ તેને લેવા ન આવ્યો પરંતુ તેના મિત્રો આવ્યા. જાવેદે પરણિતાને કહ્યુ કે, તે પોતે લેવા નહિ આવી શકે, તેણે તેના મિત્રોને લેવા મોકલ્યા છે. સરખેજનાં ઉજાલા સર્કલ પાસે તેને બોલાવી અને જાવેદ મકરાણીના મિત્ર રોનક સુથાર અને તેની સાથેનાં અન્ય 2 મિત્રોએ આ યુવતીને કારમાં બેસાડી અને પછી મોરબી બાડુ લઈ ગયા. ત્યાં ત્રણેયે યુવતી સાથે બળજબરી કરી હતી. જોકે યુવતી ગભરાઈ ગઇ અને ત્રણમાંથી બે આરોપીઓ ભાગી ગયા હતા.
જો કે, યુવતીનો પ્રેમી જાવેદ તો પણ ન આવ્યો અને તેણે ગમે તેમ તેના પરિવારવારજનોનો સંપર્ક સાધ્યો. જે બાદ પરણિતા રાજકોટ પહોંચી અને પોલીસ સમક્ષ હાજર થઈ બળાત્કારની વાત જણાવી. પરણિતાની પુછપરછમાં તેની સાથે ગેંગરેપ થયો હોવાનું સામે આવ્યુ હતુ. આ મામલે હાલ તો કારંજ પોલીસે દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. સરખેજનાં રોનક સુથાર અને પ્રેમી જાવેદ મકરાણીને ઝડપી પણ લેવામાં આવ્યા છે. તેમજ અન્ય બે આરોપીઓને પકડવા કારંજ પોલીસે કવાયત તેજ કરી છે.