આમાં દીકરીઓ જાય તો જાય ક્યાં? અમદાવાદ 13 વર્ષની કિશોરી ઘરમાંથી બહાર નીકળતા જ હવસખોર પાડોશી લઇ ગયો અને પછી…

ગુજરાતમાંથી અવાર નવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણીવાર કેટલાક યુવકો દ્વારા નાની નાની સગીરાઓને ફોસવાલી અને જાળમાં ફસાવી તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવતુ હોય છે. તો ઘણીવાર કોઇ મહિલાઓ અને યુવતિઓને લગ્નની લાલચ આપી યુવકો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતુ હોય છે. હાલમાં અમદાવાદમાંથી એક 13 વર્ષિય સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. આ ઘટનાને અંજામ કોઇ બીજાએ નહિ પણ પાડોશી યુવકે જ આપ્યો છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં ઘરમાંથી બહાર નિકળેલી સગીરાને પાડોશીએ ઘરમાં લઈ જઈ તેની મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચર્યું હતુ. આની જાણ પરિવારને થતા હવસખોર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ પોલિસે આરોપીની ધરપકડ કરી હતી. એક મહિલા તેના પતિ અને દીકરી સહિતના પરિવાર સાથે રહે છે અને મહિલા અને તેનો પતિ છુટક મજુરી કરી ગુજરાન ચલાવે છે. ત્યારે તે અને તેનો પતિ ઘરે હાજર ન હતા અને જયારે તેઓ મજુરી કામ કરી ઘરે પરત આવ્યા ત્યારે 13 વર્ષિય દીકરી ગુમસુમ બેઠી રડતી હતી.

પ્રતિકાત્મક તસવીર

રડતી દીકરી સાથે માતાએ પુછપરછ કરી તો તે કંઇ જણાવી રહી ન હતી ત્યારે મહિલાએ તેની દીકરીને શાંત પાડી અને પુછ્યુ તો દિકરીએ જણાવ્યું કે, જયારે તે ઘરની બહાર લઘુશંકા કરવા જતી હતી ત્યારે પાડોશમાં રહેતા 24 વર્ષીય યુવકે તેને ઘરે બોલાવી અને પછી બળજબરી કરી પકડી કપડાં ઉતારી દુષ્કર્મ ગુજાર્યુ. આ ઘટનાની જાણ કોઇને ન કરવા માટે પણ તેણે ધાકધમકી આપી હતી. જો કે મહિલા તેની સગીર દીકરીને લઈ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચી અને ત્યાં પાડોશી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

પ્રતિકાત્મક તસવીર

જે બાદ પોલિસે તેને પકડી પાડી જેલ ભેગો કર્યો હતો. હાલ તો પ્રાથમિક તપાસમાં આરોપી છુટક મજૂરી કરતો હોવાનું સામે આવ્યુ છે. પોલીસે હવસખોર આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જણાવી દઇએ કે, 2 મહિના પહેલા જ વટવા જીઆઈડીસી વિસ્તારમાં 5 વર્ષની બાળકી પર પાડોશીએ દુષ્કર્મ આચર્યુ હતુ. આ ઘટના સામે આવ્યા બાદ ચકચાર મચી ગઇ હતી. 34 વર્ષીય યુવકે બાળકીને મોબાઈલ રમવા માટે આપવાનું કહીને ઘરમાં બોલાવી હતી અને તેની સાથે શારીરિક ચેનચાળા કર્યા હતા. જોકે, બાળકીના માતા જોઈ જતા આ બાબતનો ભાંડો ફૂટ્યો હતો.

Shah Jina