દિલ્હી મેટ્રોમાંથી અવાર નવાર યુવક-યુવતિઓની અશ્લીલ હરકતોની ઘટના સામે આવતી રહે છે, ત્યારે તાજેતરમાં ખચોખચ ભરેલી અમદાવાદની મેટ્રો ટ્રેનમાં એક યુવકે અશ્લીલ હરકત કરી, જેનો વીડિયો પણ સામે આવ્યો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પહેલીવાર અમદાવાદ મેટ્રોમાં દિલ્હી માફક અશ્લીલ હરકત સામે આવી છે. અમદાવાદની મેટ્રો ટ્રેન શરૂ થયાને બે વર્ષ થયા છે ત્યારે બે વર્ષમાં પહેલીવાર મેટ્રોમાં શરમજનક ઘટના બની.
કાલુપુર મેટ્રો સ્ટેશનથી ઉપડેલી મેટ્રો ટ્રેનનાં કોચ નંબર-L/4 માં યુવતીઓ અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં મુસાફરો બેઠા હતા. ત્યારે, હોસ્પિટલની ટીશર્ટ પહેરી બેસેલો એક યુવક બધા મુસાફરોની સામે જ અશ્લિલ હરકત કરવા લાગ્યો અને તેણે હસ્તમૈથૂન પણ કર્યું. આ યુવકે મુસાફરોથી ભરેલી મેટ્રોમાં વિકૃતિની તમામ હદ વટાવી દીધી. આ યુવક કોઈ હોસ્પિટલનો કર્મચારી લાગી રહ્યો હતો, કારણ કે તેણે હોસ્પિટલની ટી શર્ટ પહેરી હતી.
જો કે આ ઘટના બાદ મેટ્રો ટ્રેનમાં રહેલા જાગૃત નાગરિકોએ આ યુવકને અશ્લિલ હરકત રોકવા ઘણીવાર ટોક્યો પણ તે માન્યો નહિ. આ પછી ટ્રેનમાં રહેલા કોઈ વ્યક્તિએ વીડિયો ઉતારી થલતેજ સ્ટેશનના એસઆરપી જવાનને આપ્યો. જો કે આ યુવક સામે કોઈ કાર્યવાહી ન કરાતા ઉલટાનું એસઆરપી જવાને તે યુવક હસ્તમૈથુન નહીં, પણ લખાણ લખી રહ્યો હોવાનું જણાવી આખી ઘટના પર પાણી ફેરવી દીધું.જો કે હાલમાં એવી માહિતી સામે આવી રહી છે કે આ યુવકની પોલિસે અટકાયત કરી છે.
અમદાવાદ મેટ્રોમાં લજવાઈ નારી સુરક્ષા-સંવેદનશીલતા, શરમજનક હરકત…., વાયરલ વીડિયો.#AhmedabadNews #AhmedabadMetro #AhmedabadMetroVideo #MetroVideoViral pic.twitter.com/zo2IJdhxbg
— Dinesh Chaudhary (@DineshVTVNews) November 28, 2024