અમદાવાદમાં ફેસબુક પર મિત્રતા કરવી અમદાવાદની પરણિતાને પડી ભારે, પતિ નાઇટ શિફ્ટમાં જાય પછી…

અમદાવાદમાં પતિ જ્યારે રાત્રે નાઇટ શિફ્ટમાં કામે જતો ચાલાક પરિણીતા ગેલેરીમાંથી સીધા જ યુવકને બોલાવી લેતી પછી તો બસ બંને રૂમમાં…

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી અવાર નવાર મહિલાઓને બ્લેકમેઇલ કરવાના કે તેમના પર અત્યાચાર કે દુષ્કર્મ કરવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બનતુ હોય છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કરવી મહિલાઓને ભારે પડતી હોય છે. હાલ આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. જેમાં એક પરણિતાને ફેસબુક પર એક યુવક સાથે મિત્રતા થઇ હતી અને યુવકે લગ્નની લાલચે સંબંધ પણ બાંધ્યા હતા, જે બાદ પરણિતાને તેને બદનામ કરવાની ધમકી આપતા મામલો પોલિસ સ્ટેશને પહોંચ્યો હતો.

પ્રતિકાત્મક તસવીર

પરણિત મહિલાઓ આરોપી યુવક વિરૂદ્ધ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદીનો પતિ નોકરી પર જાય ત્યારે આ યુવક તેના ઘરે પહોંચી જતો. ઘટનાની વિગત જોઇએ તો, પરણિત મહિલાને વર્ષ 2019માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર આરોપી યુવક સાથે સંપર્ક થયો હતો અને અનેકવાર વાતચીત બાદ નંબરોની પણ આપ-લે થઇ હતી. ત્યારે તેઓ વોટ્સએપ અને ટેલીગ્રામ પર વાત કરતા હતા. વાત કરતા કરતા બંને વચ્ચે ગાઢ મિત્રતા કેળવાઇ અને બે વર્ષ પહેલા યુવકે પરણિત મહિલાને ગુરુકુળ સ્વામિનારાયણ મંદિર પાસે મળવા બોલાવી હતી. બાદમાં બંને વચ્ચે વાતચીત પણ વધી હતી.

પરણિતાનો પતિ સવારે નોકરી જતો હોવાની જાણ થતા આરોપી યુવક કાર લઈને પરણિતાના ઘર પાસે આવતો હતો. આરોપીએ પરણિતાને લગ્નની ખાતરી આપી વિશ્વાસ કેળવ્યો હતો.જો કે ગયા મહિને ફરિયાદીના પતિને નાઇટ શિફ્ટ હતી અને આ વાતની જાણ થતા જ તે પરણિતાના ઘરે આવ્યો હતો અને મકાનના બીજા રૂમમાં લઇ જઇ લગ્નની લાલચ આપી બળજબરી સંબંધ બાંધ્યો હતો. જે બાદ અવાર નવાર તે ફરિયાદીને મળવા બોલાવતો હતો. જો યુવતિ કોઇ જવાબ ન આપે તો તે તેના ઘર પાસે આવી ડોર બેલ વગાડી પરેશાન કરતો હતો.

પ્રતિકાત્મક તસવીર

આરોપી ફરિયાદીને વાત કરવા માટે પણ દબાણ કરતો હતો. જયારે પરણિતાની દીકરી બહાર ગઇ તો પણ આરોપીએ તેની સાથે સંબંધ બાંધ્યો હતો અને આ ઉપરાંત તે બંને વચ્ચેની વાતચીતની જાણ પતિને કરવાની ધમકી આપતો હતો. આરોપી સંબંધ બાંધી તેને બદનામ કરાવની ધમકી આપતો હતો. હાલ તો પરણિતાએ આરોપી યુવક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે અને આરોપીની પૂછપરછ શરૂ કરી પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.

Shah Jina