અમદાવાદના ઝુબીન પઠાણે બે લગ્ન કર્યા બાદ બંનેને કાઢી મૂકી પછી હિંદુ યુવતી સાથે નિકાહ કર્યા, હવે ચોથીને હોટેલમાં લઇ જઈને…

ગુજરાતમાંથી અવાર નવાર દુષ્કર્મના કિસ્સાઓ સામે આવે છે. છેલ્લા ઘણા સમયથી આવા કિસ્સાઓમાં નરાધમ હવસખોરો દ્વારા સગીરાઓ સાથે પણ ગંદુ કામ કરવામાં આવતુ હોવાનું સામે આવે છે. હાલમાં ગુજરાતના રંગીલા રાજકોટ અને સ્માર્ટ સિટી અમદાવાદમાંથી દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. અમદાવાદના બીજા ધર્મના યુવકે રાજકોટની યુવતી સાથે મિત્રતા કર્યા પછી તેને પોતાની જાળમાં ફસાવી અને પછી તેને હોટલમાં લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યુ. રાજકોટ પોલીસ સ્ટેશમાં કેસ નોંધાયા બાદ આ લવ જેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

અમદાવાદના જુહાપુરાના ઝુબીન પઠાણે આ પહેલા પણ અન્ય યુવતીઓનું જીવન નરક બનાવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. ઝુબીન શમીમખાન પઠાણ અમદાવાદના જુહાપુરામાં આવેલા અલસાગર એપાર્ટમેન્ટમાં રહે છે. તેણે મૂળ જામનગરની અને હાલ રાજકોટમાં રહેતી 30 વર્ષની યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી અને પછી તેના પર દુષ્કર્મ આચર્યું હતુ. ઝુબીન પઠાણ સાથે આ યુવતીની ઓળખ વર્ષ 2018માં અમદાવાદમાં નોકરી દરમિયાન થઈ હતી. તે બાદ બંને વચ્ચે સંપર્ક વધતા એકબીજાના નંબરોની આપ-લે કરી હતી.

યુવતી ગ્રુપમાં તેના મિત્ર બનેલા ઝુબીન સાથે ફરવા પણ જતી અને વર્ષ 2019માં તે નોકરી છોડીને પરીક્ષાની તૈયારી માટે રાજકોટ આવી ત્યારે પણ ઝુબીન સંપર્કમાં હતો. નવેમ્બર 2021માં ઝુબીન રાજકોટ ગયો ત્યારે તેણે યુવતીનો સંપર્ક કર્યો અને તેને ફસાવી 150 ફૂટ રિંગરોડ પર આવેલી એક હોટલમાં લઈ જઇ તેની સાથે બળજબરીથી સંબંધ બાંધ્યો. આ દરમિયાન ઝુબીને તેના ફોટો વિડીયો લઇ લીધા અને પછી યુવતીએ તેની સાથે સંપર્ક ઓછો કરી નાખ્યો. જે બાદ નરાધમ ઝુબીને યુવતીના અંગત ફોટો-વિડીયો વાયરલ કરી દેવાની આપવાનું શરૂ કર્યુ.

આ ઉપરાંત તેણે યુવતિના પરિવારને પણ અંગત ફોટો-વીડિયો મોકલવાની ધમકીઓ આપવાનું શરુ કર્યું. ત્યારે કંટાળી આખરે પીડિતાએ આ મામલે રાજકોટ પોલીસને ફરિયાદ કરી, જે બાદ પોલિસે તપાસ શરૂ કરી. તપાસમાં એવી વિગત સામે આવી છે કે, યુવકે અગાઉની પાર્ટનરને તલાક આપ્યા બાદ હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા હતા. એવું પણ સામે આવ્યુ છે કે, તેણે આ ચોથી યુવતીના જીવનને નર્ક બનાવ્યું છે. ત્યારે હવે આરોપીએ કોઇ બીજી યુવતિઓને પોતાનો શિકાર બનાવી છે કે કેમ તે અંગે તપાસ થઇ રહી છે.

Shah Jina