અમદાવાદમાં મિત્રના હાથે મિત્રની હત્યા થઇ, મિત્ર બહેન સાથે ઇલુ ઇલુ કરતો હતો, ઘણો સમજાવ્યો તો પણ ના માન્યો, છેલ્લે….

દોસ્તની બહેન સાથે સેટિંગ કરતા પહેલા 100 વાર વિચારજો, અમદાવાદમાં વેજલપુરમાં બહેન સાથે લફડું કરતા મિત્રની એવી હાલત કરી કે રુવાડા ઉભા થઇ જશે

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બને છે કે કોઇ અંગત અદાવતમાં હત્યા કરી દેવામાં આવતી હોય છે, તો ઘણીવાર પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધમાં પણ કોઇની હત્યા કરી દેવામાં આવતી હોય છે. ત્યારે હાલમાં અમદાવાદમાંથી હત્યાની ચોંકાવનારી વિગત સામે આવી છે. અમદાવાદના વેજલપુરમાંથી એક ગુમ થયેલા યુવકની તપાસ કરતા સામે આવ્યુ કે તેની હત્યા કરવામાં આવી છે. મૃતકના મિત્ર એ જ હત્યા કરી મૃતદેહને દફનાવી દીધો હતો. ક્રાઈમ બ્રાન્ચે મૃતદેહ કબ્જે કરી હત્યા નિપજાવનાર બે આરોપીઓની ધરપકડ પણ કરી છે.

તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપીની બહેન સાથે મૃતકના પ્રેમ સંબંધ હતા અને તેને કારણે એક મિત્રએ જ બીજા મિત્રને પતાવી દીધો હતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.અમદાવાદની ઓનર કિલિંગની આ કાળજુ કંપાવી નાખનારી ઘટના છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વેજલપુરમાં રહેતા 25 વર્ષીય યુવકે 13મી ઓગસ્ટના રોજ બહેનના 19 વર્ષીય બોયફ્રેન્ડની નિર્મમ હત્યા કરી હતી. આરોપીએ શહેરની બહાર લિલાપુર ગામમાં આવેલા એક ફાર્મહાઉસમાં આ હત્યાને અંજામ આપ્યો હતો.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

ઘટનાના એક મહિના બાદ અમદાવાદ પોલીસે ગુનેગાર અને તેના સાથીદારને પકડી પાડ્યો છે. ગણેશ ઠાકોર વ્યવસાયે રિક્ષા ડ્રાઈવર છે અને તેની 21 વર્ષીય બહેન સુમન રોહિત સાથે પ્રેમ સંબંધમાં હતી. ગણેશને રોહિત અને સુમનો સંબંધ સ્વીકાર્ય નહોતો, માટે તેણે કુહાડીથી ગળા પર વાર કરીને તેને જીવ લઈ લીધો હતો. રોહિત વણકર આરોપીના નાના ભાઈનો ખાસ મિત્ર હતો અને શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતો હતો. રોહિત મજૂરીકામ કરતો. 13 ઓગસ્ટના રોજ જ્યારથી તે ગાયબ થઈ ગયો ત્યારે તેના માતાએ દીકરાને શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ તેની કોઇ ભાળ મળી નહિ.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

જે બાદ 2 સપ્ટેમ્બરના રોજ આખરે તેમણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી અને આ કેસ ક્રાઈમ બ્રાઈન્સ પોલીસ ઈન્સ્પેક્ટર એન.એલ.દેસાઈને સોંપવામાં આવ્યો. તે બાદ તપાસ કરતા રોહિતની લાશ મળી આવી હતી. પોલીસ અનુસાર, ગણેશને પોતાની બહેનના રોહિત સાથેના સંબંધ વિશે બે મહિના પહેલા જાણ થઈ હતી અને ત્યારે તેણે રોહિતને ઘણીવાર ધમકી પણ આપી હતી કે તે તેની બહેનથી દૂર રહે, પરંતુ રોહિતે ઈનકાર કર્યો અને સુમનને મળવાનું ચાલુ રાખ્યું. સુમન સાથે તે લગ્ન પણ કરવા માંગતો હતો. સુમને બે વર્ષ પહેલા પતિને છૂટાછેડા આપ્યા હતા.

પ્રતિકાત્મક તસવીર

ગણેશે આ તમામ વાત પોતાના મિત્ર સુરેશ ઠાકોરને કરી અને રોહિતને બહેનના જીવનમાંથી દૂર કરવા માટે મદદ માંગી. તેમણે રોહિતની હત્યા કરવાનો નિર્ણય લીધો. જે બાદ તેને એક ફાર્મહાઉસ પર દારૂ પાર્ટી માટે બોલાવવામાં આવ્યો અને પછી અગાઉ યોજના અનુસાર રોહિતને ખૂબ દારૂ પીવડાવ્યો અને પછી જ્યારે તે નશામાં ધૂત હતો ત્યારે સુમન સાથેના સંબંધ પર પૂર્ણવિરામ મૂકવાની વાત અને પછી ઉગ્ર બોલાચાલી બાદ સુરેશ ઠાકોરે રોહિતને જમીન પર પાડ્યો અને ગણેશે કુહાડીથી તેના પર અનેક ઘા કર્યા. રોહિતની હત્યા પછી, ગણેશ અને સુરેશે એક મજૂરની મદદથી ઉંડો ખાડો ખોદ્યો અને મૃતદેહને ત્યાં છુપાવી દીધો.

Shah Jina