હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા :point_right: અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
Ahmedabad Heart Attack News : ગુજરાતમાંથી અવાર નવાર હાર્ટ એટેકના કિસ્સા સામે આવે છે, કેટલીકવાર તો આવા મામલામાં ચોંકાવનારી વાત પણ સામે આવતી હોય છે, ત્યારે હાલમાં અમદાવાદમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. જેમાં એક યુવક યુવતીની સાથે વસ્ત્રાલની એક હોટલના રૂમમાં અંગતપળો માણવા ગયો હતો અને આ દરમિયાન અંગતપળો માણતી વખતે યુવકને અચાનક હાર્ટઅટેક આવતા તેનું મોત થયુ. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
હોટલમાં અંગતપળો માણવા ગયેલ યુવાનને આવ્યો હાર્ટ અટેક
જો કે આ ઘટનાથી ગભરાઇ ગયેલી યુવતિ તેને મૂકીને ત્યાંથી ભાગી ગઇ હતી. કલાકો પછી પણ રૂમમાંથી યુવક બહાર ન નીકળતા હોટલના સ્ટાફે તપાસ કરી તો યુવક બેડ પર પડેલો હતો. પહેલા તો યુવકની હત્યા થઈ હોવાની ચર્ચા હતી પણ પછી રામોલ પોલીસે તપાસ હાથ ધરી અને પ્રાથમિક તપાસમાં તેને હાર્ટઅટેક આવ્યો હોવાનુ સામે આવ્યું. હાલ તો પોલિસે મામલે ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
યુવતી ગભરાઇને ભાગી ગઇ
પ્રાપ્ત માહિતી અનુસાર, 32 વર્ષિય મોહંમદ ઇમરાન અંસારી 27 સપ્ટેમ્બર બુધવારના રોજ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ સરગમ પેલેસ હોટલમાં બપોરે એક યુવતી સાથે ગયો હતો અને થોડીવાર પછી યુવતી ગભરાયેલી હાલતમાં હોટલમાંથી જતી રહી. જોકે, યુવક રૂમમાંથી બહાર ન આવતા હોટલના સ્ટાફે રૂમમાં જઈ તપાસ કરી તો બેડ પર યુવક પડેલો હતો.
પીએમ રીપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ સામે આવશે
જે પછી હોટલના સ્ટાફે રામોલ પોલીસને જાણ કરી. પહેલા તો યુવાનની હત્યા થઇ હોવાની ચર્ચા હતી પણ પ્રાથમિક તપાસમાં યુવાનને હાર્ટઅટેક આવ્યો હોવાનું સામે આવ્યું. હાલ તો યુવાનના મૃતદેહને પીએમ માટે મોકલાયો છે. રિપોર્ટ આવ્યાં બાદ જ ચોક્કસ કારણ સામે આવશે.