ખબુસુરત રૂપલલના માટે અમદાવાદનો યુવક રાજકોટની હોટેલમાં ગયો પણ ત્યાં એવું થયું કે સાંભળીને ચક્કર આવી જશે

અમદાવાદી રાજકોટમાં હોટેલમાં આખી રાત કોલગર્લ સાથે કરવા ગયો, પણ થયો ગયો ગજબનો કાંડ – વિચારમાં ન આવે એવું થયું

ગુજરાતમાંથી ઘણીવાર ઓનલાઇન ફ્રોડના કિસ્સાઓ સામે આવે છે, જેમાં વ્યક્તિ હજારો, લાખો રૂપિયા ગુમાવી દે છે. ત્યારે હાલમાં જ એક ઘટના સામે આવી છે, જેમાં એક અમદાવાદનો યુવક કે જે રાજકોટમાં હતો અને તેણે રાતને રંગીન બનાવવા માટે કોલગર્લ માટેની સાઇટનો સંપર્ક કર્યો પરંતુ તે બાદ જે તેની સાથે થયુ તે ખરેખર હેરાન કરી દે તેવું હતુ. અમદાવાદના યુવકે રાજકોટમાં કોલગર્લ માટેની સાઇટનો સંપર્ક કરતા ગણતરીની મિનિટોમાં જ રૂપિયા 1 લાખ ગુમાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. તેની રાત તો રંગીન ન થઇ શકી પરંતુ તેને જરૂર પોલિસ સ્ટેશન દોડવું પડ્યુ હતુ.

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદનો એક યુવક ધંધાના કામ માટે રાજકોટ પહોંચ્યો અને ત્યારે તે કુવાડવા રોડની એક હોટલમાં રોકાયો, તે એકલો હોવાને કારણે તેને રાતને રંગીન બનાવવી હતી અને તેના માટે તેણે કોલગર્લની સાઇટ મોબાઇલમાં ખોલી જે બાદ સાઇટ પર નંબર મળતા જ તેણે અન્ય માહિતી પણ મળેવી. યુવતિના મોબાઇલ નંબર અને ભાવ સહિતની માહિતી આવતા યુવકે તે નંબર પર મેસેજ મોકલ્યો, જયાં તેને સામેથી રિપ્લાય આવતા મોબાઇલ પર વાતચીત શરૂ થઇ હતી. જે બાદ યુવક પાસેથી ઓનલાઇન રજિસ્ટ્રેશનના રૂપિયા મંગાવવામાં આવ્યા અને તે બાદ યુવતિએ રાતના ભાવ મોકલ્યા હતા.

વાતચીત શરૂ થતા યુવકે લગભગ 9.50 વાગ્યે રૂ.1 હજાર રજિસ્ટ્રેશનના ઓનલાઇન મોકલી આપ્યા તે બાદ 1 કલાકથી લઇ ફુલનાઇટના ભાવ આવ્યા. યુવકે ફુલનાઇટ પસંદ કરી રૂ.6 હજાર મોકલી આપ્યા હતા. જે નંબર સાઇટ પર દર્શાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તેના પર યુવકે ફોન કર્યો જે બાદ યુવતીને બદલે કોઇ બીજા શખ્સે ફોન રિસિવ કર્યો.​​​​​​​રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર એક હોટેલમાં યુવતી છે અને ત્યા જ તેની સાથે સહવાસ કરવામાં આવશે તેવું કહેતા યુવક તે હોટેલે પહોંચ્યો હતો અને રિસેપ્શન પર જઇ વાત કરતા તેણે તો આવી કોઇ પ્રવૃત્તિનો ઇન્કાર કર્યો હતો.

પરંતુ યુવતીની લાલચમાં ફસાયેલા યુવકે મેસેજ પર સંપર્ક ચાલુ રાખ્યો હતો અને સામેથી એવો જવાબ મળ્યો કે યુવતીનું ફોટોશૂટ ચાલી રહ્યુ છે. સામેથી એવુ કહ્યુ હતુ કે, ફોટોશૂટને કારણે થોડીવારમાં તે રિસેપ્શન પર આવશે, તે બાદ તેણે વધુ રૂ. 9 હજાર મોકલવાનું કહ્યુ. અને તે બાદ 17 હજાર, રૂ.20 હજારનું પેમેન્ટ પણ કરાવડાવ્યું. 6 હજાર સિવાયની રકમ યુવતી પરત આપશે તેવી વાતો જે સામે વ્યક્તિ હતો તેના દ્વારા કરવામાં આવી હતી. યુવતિની લાલચમાં અમદાવાદના યુવકે ગણતરીની મિનિટોમાં જ તેના 1 લાખ રૂપિયા ગુમાવ્યા હતા જે બાદ તેને પોતાની સાથે છેતરપીંડી થયાનું ભાન થતાં તે નજીકમાં આવેલા પોલીસ સ્ટેશને પહોંચ્યો અને ત્યાંથી પોલીસ કન્ટ્રોલરૂમે દોડ્યો હતો.

Shah Jina