અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી અને LD કોલેજના સાહેબે કર્યો આપઘાત, પત્ની પણ મોટી અધિકારી છે, દીકરાને કેનેડાથી બોલાવવાની પાડી ના

અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસરે કર્યો આપઘાત, પત્ની માટે સુસાઇડ નોટમાં લખ્યુ એવું કે…

ગુજરાતમાંથી આપઘાતના ઘણા મામલા અવાર નવાર સામે આવે છે, જેમાં કેટલીકવાર કેટલાક લોકો પ્રેમ સંબંધ તો કેટલાક લગ્નેતર સંબંધમાં તો કેટલાક આર્થિક તંગીને કારણે તો કેટલાક માનસિક તણાવને કારણે આત્મહત્યા કરતા હોય છે. ત્યારે હાલમાં અમદાવાદમાંથી આપઘાતનો મામલો સામે આવ્યો છે. જેમાં એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસરે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. પ્રોફેસરે આપઘાત પહેલા સુસાઈડ નોટ પણ લખી છે અને તેઓ કોલેજના કામના ભારણના કારણે આ પગલું ભરી રહ્યા હોવાનો તેમણે તેમાં ઉલ્લેખ પણ કર્યો છે.

આ સાથે જ અંતિમ ઈચ્છા પણ તેમણે વ્યક્ત કરી કે તેમના મોત બાદ અંતિમ સંસ્કાર માટે તેમનો દીકરો કે જે કેનેડામાં અભ્યાસ કરે છે તેને બોલાવવામાં ન આવે. પોલીસે હાલ તો આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અને ગાંધીનગરના સેક્ટર-2/ડી ખાતે રહેતા નિમેષભાઈ શાહે ગત રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં જ તેમના પરિવારજનો દોડી ગયાં હતાં અને દરવાજો તોડી તેમને રૂમમાં એ હાલતમાં જોઇ સ્તબ્ઘ થઈ ગયા હતાં.

જે બાદ ઘટનાની જાણ પોલીસને કરાતા પોલિસ કાફલો પણ ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ કરતા એક સુસાઈડ નોટ મળી આવી હતી. નિમેષભાઈએ આપઘાત પહેલા જે સુસાઈડ નોટ લખી છે તેમાં તેમણે કારણ કોલેજમાં કામનું વધુ ભારણ હોવાનું જણાવ્યું છે. તેમણે સુસાઇડ નોટમાં લખ્યું છે કે, મને કોલેજમાં કામનો ખૂબ જ લોડ લાગી રહ્યો છે અને કોલેજની સેન્ટ્રલ લેવલે મને બે પોર્ટફોલિયા આપ્યા છે. કોલેજનું ઈલેક્ટ્રિકલ મેઈન્ટેનન્સ અને કોલેજમાંના વિદ્યાર્થીઓની સ્કોલરશિપનું કામ.

 

બંનેમાં ખૂબ જ લોડ રહે છે અને તેઓ વધુ પડતા કોલેજના કામના ભારણને કારણે આપઘાત કરી રહ્યા હોવાનો ઉલ્લેખ છે. જો કે, તેમણે સુસાઇડ નોટમાં પોતાની બે અંતિમ ઈચ્છાઓ વ્યક્ત કરી છે. જેમાં પહેલી તો એ કે તેમના અગ્નિસંસ્કારમાં કેનેડામાં અભ્યાસ કરી રહેલા તેમના દીકરા અક્ષતને ન બોલાવવામાં આવે અને બીજી કે તેમના અગ્નિસંસ્કાર ઉમેશ મકવાણા કે જે તેમના મિત્ર છે તે અને પીયૂષ રાઠોડ કે જે તેમના કુંટુબી ભાઈ છે તે કરે. જણાવી દઇએ કે, નિમેષ શાહનાં પત્ની રૂપલબેન વ્યારાની પોલિટેક્નિક કોલેજમાં પ્રોફેસર છે અને તેઓની તાજેતરમાં જ અમદાવાદ ખાતે બદલી થઈ હતી.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

જ્યારે તેમનો એકનો એક દીકરો અક્ષત હાલ કેનેડામાં અભ્યાસ કરી રહ્યો છે. નિમેષભાઈએ સુસાઈડ નોટમાં પત્નીને ઉલ્લેખીને લખ્યું છે કે, રૂપલ મને માફ કરજે, તને એકલી છોડીને જાઉં છું અને આપણા દીકરા અક્ષતને સાચવજે. આ સાથે તેમણે સુસાઇડ નોટમાં એ અપીલ પણ કરી કે, મારા મોત બાદ મારા પરિવારમાંથી કોઈને હેરાન-પરેશાન કરવામાં ન આવે. હાલ તો પોલીસે સુસાઇડ નોટ કબજે કરી છે અને એફએસએલની પણ મદદ લેવામાં આવી છે. જો કે, ઘટનાની જાણ પુત્ર અક્ષતને થતા તે કેનેડાથી રવાના પણ થઈ ચૂક્યો છે અને તે આવશે ત્યાં સુધી નિમેષભાઈનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Shah Jina