અમદાવાદના હાઇકોર્ટના વકીલ અને તેના મિત્ર બાઈક પર જતા અચાનક જ મૃત્યુ થયું, પારડી સરકારી હોસ્પિટલ લઈ જવાતા મૃત જાહેર કર્યા

ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ઘણીવાર આવા અકસ્માતોમાં લોકો મોતને ભેટતા હોય છે, તો ઘણીવાર કેટલાક લોકોને ગંભીર ઇજા પહોંચતી હોય છે. ત્યારે હાલ એક અકસ્માતનો કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે, જેમાં અમદાવાદ હાઇકોર્ટ ખાતે વકીલાતની પ્રેક્ટિસ કરતો એક યુવક તેના મિત્ર સાથે કામને લઇને પારડી ગયા હતા ત્યારે કામ પૂર્ણ થયા બાદ બંને અન્ય બે મિત્રો સાથે વાપીના સલવાવ હાઇવે પર મામા કબાબ હોટલમાં જમવા નીકળ્યા હતા.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

અહીં ભીડ હોવાને કારણે ચારેયે અતુલ ચણવઈ ખાતે હોટલમાં જમવાનું નક્કી કર્યુ ત્યારે પરત નીકળ્યા બાદ પલ્સર બાઈક જે હંકારી રહ્યો હતો તે પ્રશાંત રાજપુરોહિતના પાછળ અમદાવાદ રહેતો હીરક ગાંગુલી બેઠો હતો. અચાનક તેમની બાઇક પારડી જોગમરડી નજીક હાઇવે પર સ્લીપ થઈ ગઇ અને બંને રસ્તા પર પટકાયા હતા જેમાં હીરક પર પાછળથી આવતું વાહન ફરી વળ્યુ જ્યારે પ્રશાંતને ગંભીર ઇજા થતા બંને ઘાયલ થયા હતા.

જે બાદ બંનેને પારડી સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં હાજર ડોક્ટરોએ હીરકને મૃત જાહેર કર્યો જયાંરે પ્રશાંતને વધુ સારવાર માટે વલસાડ બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતમાં જેનું મોત નિપજ્યુ હતુ તે પ્રશાંત UPSCની તૈયારી કરી રહ્યો હતો અને તેની 14 દિવસ પહેલા જ સગાઇ થઇ હતી.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

જણાવી દઇએ કે, અમદાવાદ હાઇકોર્ટ ખાતે વકીલાતની પ્રેક્ટિસ કરતો પ્રશાંત રાધા ક્રિશ્ના શર્મા મૂળ પારડી પ્રેરણા એપાર્ટમેન્ટ રતન વાડી ખાતે રહે છે અને તેની સાથે પ્રેક્ટિસ કરતો વકીલ મિત્ર હીરક ગાંગુલી અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં રહે છે. તે બંને જ શુક્રવારના રોજ પારડી કામ અર્થે ગયા હતા અને તે બાદ અભિષેક અને પ્રશાંત પણ તેમની સાથે જોડાયા હતા.

Shah Jina