અમદાવાદમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર આપે તેવી ઘટના ! પત્નીની છેડતી કરનારના પતિએ તલવારથી કર્યા ટુકડા

પોતાની બૈરીની છેડતી કરનારના પતિએ તલવારથી કર્યા ટુકડા, સારું કર્યું કે ખરાબ? ‘ચાલ, તને સરપ્રાઈઝ ગિફ્ટ આપું!’ એમ કહીને બોલાવ્યો પછી તો…

ગુજરાતમાંથી ઘણીવાર હત્યાના કિસ્સા સામે આવે છે. કેટલીકવાર તો એવી ઘાતકી અને દર્દનાક હત્યાનો મામલો સામે આવે છે કે જે જાણી કોઇ પણ હેરાન રહી જાય. ત્યારે થોડા દિવસ પહેલા બાપુનગરમાં રહેતો એક યુવક ગુમ થયો હતો અને પોલીસ તેની તપાસ કરી રહી હતી. ત્યારે આ ગુમ થયેલા યુવકની આડાસંબંધમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યા બાદ અને મિત્રની પત્નીની છેડતી કરી તેને એકતરફી પ્રેમ કરતો હોવાને કારણે હત્યા થઇ હોવાનું સામે આવ્યુ. આ મામલે મિત્રએ પત્ની સાથે મળીને તેને સરપ્રાઇઝ આપવાનું કહીને ઘરે બોલાવ્યો અને પછી તેની હત્યા કરી હોવાનું ક્રાઈમ બ્રાન્ચની તપાસ સામે આવ્યું છે.

ઘટનાની વિગત તપાસીએ તો, બાપુનગરમાં રહેતો મોહંમદ મેરાજને ઇમરાન ઉર્ફે સુલતાન સૈયદ સાથે મિત્રતા હતી. મહંમદ મેરાજને સુલતાનની 28 વર્ષીય પત્ની રિઝવાના સાથે આડાસંબંધ હતા અને આ અંગે સુલતાનને જાણ થતા રિઝવાના મેરાજ સાથે સંબંધ રાખવા માંગતી નહોતી. પણ મેરાજ છેલ્લા એકાદ વર્ષથી રિઝવાનાની પાછળ પડી ગયો હતો અને તેની છેડતી કરી અવારનવાર તેને સંબંધ રાખવા દબાણ કરી રહ્યો હતો.આ મામલે જ્યારે રિઝવાનાએ સુલતાનને જાણ કરી તો પતિ-પત્નીએ સાથે મળીને સરપ્રાઈઝ ગિફ્ટ આપવાનું કહીને હત્યાનો પ્લાન બનાવ્યો અને 22 જાન્યુઆરીએ રિઝવાનાએ મૃતકને ઘરે સરપ્રાઇઝ આપવા બોલાવ્યો.

જે બાદ મેરાજના આવ્યા પછી તેણે તેની આંખે પટ્ટો બાંધી દીધો અને આ દરમિયાન સુલતાને મેરાજને પેટમાં તલવાર મારી. સુલતાને એક નહીં પણ અનેક ઘા કર્યા કે જ્યાં સુધી મેરાજ મરી ના જાય. મેરાજ જ્યારે ઢળી પડ્યો ત્યારે તેનું ગળું કાપીને ધડથી અલગ કરી નાખ્યું અને ઘરમાં રહેલા તીક્ષ્ણ હથિયાર વડે બંનેએ ભેગા થઈ મેરાજનું માથું, શરીરના હાથ, પગ અને ધડથી અલગ અલગ 9 ટુકડા કર્યા અને પછી 4 બેગમાં અલગ અલગ ટુકડા કરીને મૂકી રાખ્યા.તે બાદ હત્યાના દિવસે સાંજે ઘરથી 200 મીટર દૂર કચરાના ઢગલામાં માથું નાખ્યુ અને ગળું નાખ્યું.

જ્યાં આ નાખવામાં આવ્યુ હતુ ત્યાં રોજેરોજ કચરો સળગાવી દેવામાં આવે છે. બીજા દિવસે આરોપીએ શરીરના અલગ અલગ ભાગો સ્ફૂટી પર લઈ ઓઢવ પાસેની કેનાલમાં ફેંકી દીધા હતા. જો કે, આટલું બધુ થવા છત્તાં બંને પતિ-પત્ની શાંતિથી જીવન જીવી રહ્યા હતાં. પણ આ કેસમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે મેરાજ ગુમ થતા પરિવાર ચિંતામાં આવ્યો અને તે સુલતાનના ઘરે જતો તે તેના પરિવારને જાણ હતી. પરિવારે મૃતકને સુલતાનથી દૂર રહેવા પણ ચેતવ્યો હતો. જો કે, મેરાજના ગુમ થવા અંગે પરિવારે બાપુનગર પોલીસ સ્ટેશનમાં અરજી કર્યા બાદ ઘણા દિવસ સુધી ભાળ ન મળતા આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી.

ત્યારે ક્રાઈમ બ્રાન્ચને સુલતાન અને રિઝવાના પર શંકા ગઈ અને બંનેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા. પહેલા તો શરૂઆતમાં તેઓ મક્કમ રહ્યાં પણ જ્યારે તેમની આગવી ઢબે પૂછપરછ કરાઇ તો બંને ભાંગી પડ્યાં અને ક્રૂરતાથી કરેલી હત્યા અંગે પોલીસને જણાવ્યું. જે બાદ પોલીસે બંનેને સાથે રાખીને લાશના ટુકડા જ્યાં ફેંક્યા તે જગ્યાએ તપાસ કરી, પણ કાપેલું માથું તો મળ્યું જ નહોતું. અન્ય ટુકડાને પણ 2 મહિના જેટલો સમય થઈ ગયો હોવાને કારણે માત્ર કેટલાક ભાગના કંકાલ જ મળ્યા. આને FSLમાં મોકલાતા નરકંકાલ હોવાનું જાણ થતાં પોલીસે બંને પતિ-પત્ની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો અને તેમની ધરપકડ કરી. ઉલ્લેખનીય છે કે, મૃતક 4 સંતાનોનો પિતા છે, જ્યારે આરોપી દંપતીને 4 વર્ષની બાળકી છે.

Shah Jina