અમદાવાદમાં મોર્નિંગ વોક પર નીકળેલા યુવકને બોલેરોએ ઉડાવ્યો, અકસ્માત નહિ પણ હતુ પ્રિ-પ્લાન્ડ મર્ડર- પ્રેમીને મળવા પત્નીએ જ ફિલ્મી ઢબે કરાવી હતી પતિની હત્યા

અમદાવાદમાં પતિએ કેમેરો ગોઠવ્યો તો પત્નીની પ્રેમી સાથે રંગરેલિયા મનાવતી પકડાઈ ગઈ, પત્નીએ નક્કી કર્યું કે હવે પતિની હત્યા કરવી છે તો 10 લાખ રૂપિયા….

કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે, પ્રેમમાં લોકો નાત, જાત, ઉંમરના ભેદભાવ કંઇ જ જોતા નથી. ઘણા લોકોને તો લગ્ન પછી પણ બીજા સાથે પ્રેમ થઇ જાય છે અને તેઓ પોતાના પ્રેમને પામવા માટે કોઇ પણ હદ સુધી જવા પણ તૈયાર રહેતા હોય છે. આવો જ કિસ્સો બન્યો છે, અમદાવાદમાં…અમદાવાદમાં કેટલાક દિવસ પહેલા મોર્નિંગ વોક પર નીકળેલા યુવકનું બોલેરોની ટક્કરને કારણે મોત થયુ હતુ. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા હતા. જેમાં જોવા મળી રહ્યુ હતુ કે, વસ્ત્રાલમાં સવારે 6 વાગ્યા આસપાસ એક યુવાન ટી-શર્ટ અને ટ્રેકમાં મોર્નિંગવોક માટે નીકળ્યો હતો અને આ દરમિયાન જ અચાનક પાછળથી આવેલી બોલેરોએ તેને ઉડાવી દીધો.

જેને કારણે ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતુ. આ દરમિયાનના CCTV સામે આવ્યા બાદ બેફામ ડ્રાઇવિંગને લઈને ઘણા સવાલો પણ ઉઠ્યા હતા. જો કે, બેફામ ગાડી હંકારતા બોલેરોના ચાલક સામે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. જો કે, કોને ખબર હતી કે આ તપાસ 6 મહિના પહેલા ઘડવામાં આવેલ ખતરનાક ષડયંત્ર સુધી જશે. જે યુવકનું મોત થયુ હતુ, તેની પત્નીએ જ તેની હત્યા કરાવવા માટ સોપારી આપી હતી. પત્નીએ પ્રેમીને પામવા માટે આડખીલીરૂપ પતિની ફિલ્મી ઢબે હત્યા કરાવી હતી. પત્નીએ 10 લાખની સોપારી પણ પતિની હત્યા માટે આપી હતી.

જો કે, ક્રાઇમ બ્રાન્ચની ટીમને CCTV જોયા બાદ શંકા ગઇ અને તે બાદ પત્નીની ઉલટ તપાસ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો. આરોપી પત્ની શારદા ઉર્ફે સ્વાતિ પ્રજાપતિએ તેના પ્રેમી નીતિન પ્રજાપતિને પામવા માટે પતિ શૈલેષ પ્રજાપતિની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. હત્યા માટે આરોપી પ્રેમીએ ગોમતીપુરના કુખ્યાત બુટલેગર અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા યાસીન ઉર્ફે કાણીયોને 10 લાખની સોપારી પણ આપી હતી. જો કે, આ અકસ્માતના CCTV ફુટેજ સામે આવ્યા અને તે બાદ કેસ નોંધી તપાસ આગળ ધપાવતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાઇ ગયો.

આરોપી પત્ની

ઉલ્લેખનીય છે કે, આરોપી અને મૃતક એક ગામના વતની હતા અને બંને જમીન લે-વેચના ધંધા સાથે સંકળાયેલ હતા. જેને લઇને આરોપી ઘણીવાર મૃતકના ઘરે જતો આ દરમિયાન જ આરોપી નીતિન અને આરોપી પત્ની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આ પ્રેમ સંબંધની જાણ મૃતકને થતા તે વારંવાર પત્નીને રોકટોક કરતો અને તેને લઈને જ આરોપીઓએ તેની હત્યાનો પ્લાન બનાવ્યો. આરોપીઓની પૂછપરછમાં એ સામે આવ્યુ છે કે, તે બંને વચ્ચે છેલ્લા અઢી વર્ષથી પ્રેમ સંબધ હતો. આ પ્રેમ સંબંધની જાણ મૃતકને થઇ હતી અને તેને લીધે ઘણીવાર ઝઘડા પણ થતા હતા.

આરોપી પ્રેમી

મૃતકની રોકટોકને કારણે બંને પ્રેમીપંખીડા મળી શકતા ન હતા અને તેને કારણે જ તેની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે હત્યાની સોપારી જેને આપવામાં આવી હતી કે યાસીન ઉર્ફે કાણીયાને 7 લાખ રૂપિયા નીતિન પ્રજાપતિએ આપી પણ દીધા હતા. મૃતક અને આરોપી પત્ની બાળકો સાથે રહેતા હતા. સ્વાતિ લોકઅપ પાછળ ધકેલાતા અને શૈલેષની હત્યા થતા બે સંતાન માતા-પિતા વિનાના થઈ ગયા છે.

Shah Jina