બહુચર્ચિત હનીટ્રેપ કેસમાં અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે સંભળાવ્યો એવો ચુકાદો કે પૂર્વ PI ગીતા પઠાણની આંખમાંથી નીકળી ગયા આંસુ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હનીટ્રેપના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર યુવકો કે આધેડને ફસાવીને ખૂબસુરત યુવતિઓ દ્વારા લાખો રૂપિયા પડાવવામાં આવતા હોય છે, ત્યારે છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ હનીટ્રેપ મામલો ખૂબ ચર્ચામાં હતો.આ કેસ 20 માર્ચ 2021ના રોજ મહિલા પોલિસ સ્ટેશનમાં નોંધાયો હતો. ફરિયાદમાં એવું જણાવવામાં આવ્યુ હતુ કે, સમાધાનના નામે લાખો રૂપિયા પડાવવામાં આવ્યા હતા.મહિલા ક્રાઇમના પૂર્વ PI ગીતા પઠાણ સામે પણ ગુનો નોંધાયો હતો અને PSI જે.કે.બ્રહ્મભટ સહિત 8 આરોપી પર આરોપ લગાવાવમાં આવ્યો હતો. ત્યારે બહુચર્ચિત હનીટ્રેપ કેસમાં ગઇકાલના રોજ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે તમામ 8 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

શું હતો સમગ્ર મામલો
વર્ષ 2014માં એક વેપારીને હનીટ્રેપમાં ફસાવવા બાબતે ફરિયાદ નોંધાઇ હતી અને આ કેસ કોર્ટમાં પણ ગયો હતો. આ કેસના આરોપીઓમાં અમદાવાદના તત્કાલિન PI ગીતા પઠાણ સહિત PSI અને કોન્સ્ટેબલ પણ હતા. તેઓ પર આરોપ હતો કે, તેમણે વેપારીઓ સાથે મિત્રતા કેળવી ગેંગ રેકેટ ચલાવે છે. ગેંગે ત્રણ વેપારીઓ પાસેથી 21 લાખ જેટલા રૂપિયા પડાવ્યા હતા. જે બાદ કેસની તપાસ આગળ વધતા ગેંગના સાગરિતોની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તે બાદ પોલિસ અધિકારીઓના નામ સામે આવ્યા હતા, જેમાં PSI જે.કે.બ્રહ્મભટ સહિત કોન્સ્ટેબલ શારદાબેન સામેલ હતા.

ત્યારે અમદાવાદની નીચલી કોર્ટે ગઇકાલના રોજ તે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા છે. પૂર્વ મહિલા પોલિસ સ્ટેશનના પૂર્વ PI ગીતા પઠાણની વાત કરીએ તો તેઓ ક્રાઇમ બ્રાંચમાં હનીટ્રેપની ફરિયાદ નોંધાઇ તે બાદથી ફરાર હતા. અમદાવાદ ક્રાઇમબ્રાંચે જીતેન્દ્ર ઉર્ફે જીતુ મોદી, બીપીન પરમાર, ઉન્નતી ઉર્ફે રાધીકા રાજપૂત અને જાનવી ઉર્ફે જીનલ પઢીયારની ધરપકડ કરી હતી.

PI આ ગેંગ સાથે મળી આધેડ પાસેથી રૂપિયા પડાવ્યા હતા અને છેલ્લા એક વર્ષમાં પુર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બળાત્કારની અરજીઓની ક્રાઇમબ્રાંચે તપાસી છે જેમાં ચાર અરજીઓમાં હનીટ્રેપનો ખેલ ખેલાયો હોવાનું ખુલ્યુ હતુ. આરોપીઓ પર પોલિસ ફરિયાદમાં સમાધાન કરાવવાના નામે લાખો રૂપિયાનો તોડ કરવાનો આરોપ હતો. મેટ્રો કોર્ટે ચુકાદો આપતાની સાથે જ PI ગીતા પઠાણની આંખમાંથી તો આંસુ સરી પડ્યા હતા.

Shah Jina