અમદાવાદ: ગોદરેજ ગાર્ડન સિટીમાં લાગેલી આગની ઘટનામાં થયો મોટો ઘટસ્ફોટ, મગજ ફેરવી નાખે એવી સચ્ચાઈ બહાર પડી

ગુજરાતમાંથી ઘણીવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવે છે. જેમાં કેટલીકવાર કેટલાક લોકોનું ગંભીર રીતે દાજી જતા મોત પણ નિપજતુ હોય છે. ત્યારે હાલમાં જ અમદાવાદના એસજી હાઇવે પાસે ગોદરેજ ગાર્ડન સિટીમાંથી આગ લાગવાની ઘટના સામે આવી હતી, તેમાં ખુલાસો થયો છે અને આગ લગાવવામાં આવી હોવાનું સામે આવ્યુ છે. પહેલી નજરમાં તો આગ સામાન્ય લાગી રહી હતી પણ પોલિસ તપાસમાં આગના અસલી કારણનો ખુલાસો થયો. પતિ આ આગમાં ઝુલસી જતા તેને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે પતિનું મોત થયુ હતુ.

મળેલી જાણકારી અનુસાર, ગોદરેજ ગાર્ડન સિટીના એક ઘરમાં આગ લાગી હતી. જ્યાં પતિ અનીલ બઘેલ અને તેની પત્ની અનીતા બઘેલ સાથે રહેતા હતા અને બંને વચ્ચે અવાર નવાર ઝઘડા હતા. આગનો કોલ મળતા જ ફાયરબ્રિગેડની ગાડીઓ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી પણ તે પહેલા જ દંપતિ ગંભીર હાલતમાં નીચે આવી ગયા હતા. ગોદરેજ ગાર્ડન સિટીમાં 20 જાન્યુઆરીના રોજ વહેલી સવારે આગની ચોંકાવનારી ઘટના બની.

સવાર-સવારમાં ફ્લેટમાં આગ લાગી હોવાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાડબતોબ પહોંચી અને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન શરૂ કર્યા. પણ ઘટનાસ્થળ પર જે દ્રશ્યો જોવા મળ્યા તે ઘણા ચોંકાવનારા હતા. આ આગ અજાણે નહોતી લાગી પણ પતિ-પત્ની વચ્ચે જોરદાર ઝઘડો થયા બાદ લગાવવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે અનિતા બઘેલ અને અનીલ બઘેલ વચ્ચે સવારનો નાસ્તો બનાવવા બાબતે મોટો ઝઘડો થયો હતો

પછી અનિતાએ ચાકૂ લઈને પતિ અનીલ પર હુમલો કર્યો પછી પોતાના શરીર પર પણ ચાકૂના ઘા મારી દીધા. પતિ પર ચાકૂથી હુમલો કરતા પહેલા અનિતાએ ગેસની પાઈપ કાપી નાખી હતી, જેના કારણે જોતજોતામાં જ ઘરમાં આગ લાગી ગઈ.આ ઘટનામાં પત્નીનું મોત થયુ છે, જ્યારે પતિ સારવાર હેઠળ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દંપતિના બંને બાળકો સ્કૂલે હતા ત્યારે ઘરમાં આગ લાગી હતી અને તેને કારણે ધૂમાડો પણ આખા ઘરમાં પ્રસરી ગયો હતો.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પતિ-પત્ની લોહીલૂહાણ હાલતમાં ઘરમાંથી બહાર આવ્યા અને તેમને સિક્યોરિટી ગાર્ડ નીચે લઈને આવ્યા હતા. આ ઘટનામાં પત્નીએ દમ તોડી દીધો જ્યારે પતિ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Shah Jina