અમદાવાદમાં બ્યુટીપાર્લરમાં જોબ કરતી યુવતીએ કેનાલ પર જઈને આત્મહત્યા કરી લીધી, કારણ જાણીને અંદરથી ખળભળી ઊઠશો!

અમદાવાદમાં નિકોલમાં રહેતી બ્યુટી પાર્લરમાં નોકરી કરતી યુવતીએ નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી, કારણ જાણીને અંદરથી ખળભળી ઊઠશો!

ગુજરાતમાંથી અવાર નવાર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણા લોકો પ્રેમમાં નાસીપાસ થઇ જવાને કારણે જીવનનું અંતિમ પગલુ ભરતા હોય છે તો ઘણા માનસિક ત્રાસને કારણે આપઘાત કરતા હોય છે. ત્યારે હાલમાં જ અમદાવાદમાંથી એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં નિકોલમાં રહેતી એક યુવતિએ બ્યુટી પાર્લરના ત્રાસથી આપઘાત કરી લીધો. મૃતક યુવતિનું નામ ધરતી હતુ અને તે બ્યુટી પાર્લરમાં કામ કરતી હતી. પાર્લરમાં અંદરોઅંદર મહિલાઓ વચ્ચે ઝઘડા થયા અને આ વાતને લઇને ધરતીને ઠપકો આપવામાં આવ્યો અને તેને ઘરે મોકલી દેવામાં આવી હતી.

આ વાત મનમાં લાગી આવતા ધરતીએ કેનાલ પર જઇ આપઘાત કરી લીધો હતો. આ મામલે છ મહિલાઓ સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને પોલિસે તપાસ પણ શરૂ કરી છે. નિકોલમાં રહેતા ડિમ્પલબેનના પતિનું નવ વર્ષ પહેલા અવસાન થઇ ગયુ હતુ તેમને એક દીકરો અને ત્રણ દીકરીઓ છે, જેમાંની 21 વર્ષિય દીકરી ધરતી નિકોલમાં આવેલ બ્યુટીકેર પાર્લરમાં નોકરી કરતી હતી. અહીં તેની સાથે ઘણી યુવતિઓ કામ કરતી. આ ઉપરાંત માલિકની બહેનપણીઓ પણ અહીં આવતી હતી.

ધરતીની જે શેઠાણી હતી તેની મિત્રના દાગીના ખોવાયા હતા અને આ બાબતે ત્યાં કામ કરતી યુવતિનો વાંક આવ્યો જેના કારણે ધરતીએ આ વાત તેની શેઠાણીની બહેનપણીને કરી હતી જે બાદ મામલો ગરમાયો હતો અને અંદરોઅંદર ઝઘડા થતા હતા. ત્યારે 10 માર્ચના રોજ ધરતી ત્યાં ગઇ હતી અને પરંતુ સાંજે તે ઘરે પરત ન આવતા માતા ચિંતામાં આવી અને તેમણે પાર્લપ પર ફોન કરી તેની શોધખોળ હાથ ધરી ત્યારે તેમને એવી વાત મળી કે તે ઘરે જવા નીકળી હતી.

શેઠાણીની બહેનપણીઓ આવી હતી અને ધરતી બધા વિશે બોલી વાતો કરે છે તે મામલો બીચક્યો અને આ વાતે શેઠાણીએ બધાને ઘરે મોકલ્યા અને આ વાતની જાણ ધરતીના ઘરે કરી નહિ. ત્યારે નિકોલમાં આ બાબતે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી અને બીજા દિવસે અસલાલીની નાઝ કેનાલમાંથી એક અજાણી યુવતિની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ લાશ ધરતીની હોવાનું સામે આવતા જ તેની માતાએ પ્રિયંકા શેલડીયા, ઝરણા, પૂજા, નિતા સહિત છ લોકો સામે ઝગડાના કારણે મનમાં લાગી આવતા ધરતીએ આપઘાત કર્યો હોવાની દુષપ્રેરણાની ફરિયાદ કરતા હવે નિકોલ પોલીસે તપાસ શરૂ કરી છે.

નિકોલના પીઆઈ અનુસાર, ધરતી નિકોલમાં એક બ્યુટી પાર્લરમાં નોકરી કરતી હતી. દોઢેક મહિના પહેલા બ્યુટી પાર્લરમાં એક મહિલા ગ્રાહકની સોનાની ચેન ખોવાઈ હતી અને તે ધરતીએ ચોરી હોવાનો આક્ષેપ પાર્લરના મહિલા માલિક દ્વારા કરવામાં આવ્યો હતો અને આ આરોપખી તંગ આવી ધરતીએ આત્મહત્યા કરી હતી. ધરતીના પરિવારે પોલીસને આપેલા નિવેદનમાં બ્યુટી પાર્લરની મહિલા માલિક પર આક્ષેપ કર્યા છે કે, તેમના ત્રાસથી ધરતીએ આત્મહત્યા કરી હતી, જેથી પોલીસ મહિલા માલિક વિરુદ્ધ દુષપ્રેરણાનો ગુનો નોંધશે.

Shah Jina