લો બોલો ! અમદાવાદમાં ખૈલેયાઓને આયોજકો રમાડી ગયા, રાતોરાત થયા ગાયબ…બિચારા ખેલૈયાઓ રઝળી પડ્યા

ખેલૈયાઓએ પાસ તો ખરીદ્યા પણ ગરબા રમવા ન મળ્યું, ગરબાના આયોજક ત્રીજા નોરતે જ ઉઠી ગયા…! જાણો અમદાવાદનો કિસ્સો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

હાલ ગુજરાતમાં નવરાત્રિનો માહોલ જામેલો છે, ત્યાં અમદાવાદમાંથી એવી ખબર આવી કે એસપી રિંગ રોડ પર સાયન્સ સિટી ચાર રસ્તા પાસે આવેલ ગરબા ગ્રાઉન્ડમાં ‘રમે અમદાવાદ’ નામથી જે ગરબા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું તે ઇવેન્ટ મંગળવારે એટલે કે ત્રીજા નોરતે બંધ કરી દેવામાં આવ્યુ. રાતોરાત લાઈટો બંધ કરી અને ત્યાં ગરબા કેન્સલ કરાયા હતા. ખેલૈયાઓએ હજારો રૂપિયાના પાસ ખરીદ્યા હતા અને ગરબા કેન્સલ થયા બાદ તેઓમાં ભારે રોષ ફેલાયો હતો.

લોકો દૂર દૂરથી ગરબા રમવા માટે પહોંચ્યા હતા. પરંતુ જ્યારે તેઓ પહોચ્યા ત્યારે ગરબા ચાલુ જ નહોતા થયા. પ્રાપ્ત જાણકારી અનુસાર, અમદાવાદના એસપી રિંગ રોડ પર આયોજિત કરાયેલા ‘રમે અમદાવાદ’ ગરબા ઇવેન્ટનું ઉઠમણું થઈ ગયું. આયોજકોએ લોકો પાસે એક પાસના 500 રૂપિયા લેખે હજારો રૂપિયાના પાસ વેચ્યા અને લોકો પણ આ પાસ ખરીદી ગરબા રમવા પહોંચ્યા હતાં, પરંતુ જ્યારે ખેલૈયાઓ પહોંચ્યા તો રાતોરાત લાઈટો બંધ કરી ઈવેન્ટ રદ કરાઈ.

આ પછી ખેલૈયાઓમાં ભારે રોષ ફેલાયો હતો. સિંગર જગદીપ મહેતાની ઓરકેસ્ટ્રાના ગરબા હતા. કોઇ પણ જાણ વિના રાતોરાત ગરબા બંધ થઇ જતા હજારો રૂપિયાના પાસ ખરીદનારા ખેલૈયાઓમાં રોષ ફેલાયો હતો. દિવ્ય ભાસ્કરના રીપોર્ટ અનુસાર, આયોજકે જણાવ્યું કે, અમારા ગરબાના કોમ્પ્લિમેન્ટરી પાસ પૈસાથી વેચવામાં આવતા હોવાનું ધ્યાને આવતા ગરબા કેન્સલ કરવામાં આવ્યા હતા.

17 ઓક્ટોબરે સિંગર જગદીપ મહેતા ગરબાના સૂરે ખેલૈયાઓને ગરબા રમાડવાના હતા. પણ જ્યારે ખેલૈયાઓ પાર્ટી પ્લોટ પહોંચ્યા તો આયોજકો દ્વારા ગરબાની ઇવેન્ટ જ કેન્સલ કરવામાં આવી. જો કે, લોકોએ ઇવેન્ટ કેન્સલ બાબતે પૂછ્યું તો કોઈ પણ પ્રકારનો તેમને યોગ્ય જવાબ ન આપવામાં આવ્યો. રાતોરાત સાઉન્ડ સિસ્ટમ પણ હટાવી લેવામાં આવી, બસ ખાલી ડેકોરેશન જ હતું. ત્યારે એક યુવતિ કે જે ઘાટલોડિયાથી ગરબા રમવા આવી હતી.

તેણે જણાવ્યું કે, હું મારી નોકરી પતાવી અને ઘાટલોડિયાથી ગરબા રમવા માટે અહીંયાં આવી હતી અને એક પાસની કિંમત પણ 500 રૂપિયા છે. અમે મિત્રોએ આઠ પાસ ખરીદ્યા હતા, પણ જ્યારે અમે અહીંયાં આવ્યા તો ગરબા હતા જ નહીં. અમારા બધા પૈસા પાણીમાં ગયા. આ ઉપરાંત એક વ્યક્તિએ જણાવ્યું કે, અમારી પાસે 15 જેટલા પાસ છે, અને અહીંયાં ખૂબ જ આશા સાથે ગરબા રમવા આવ્યા હતા. જો કે, અમારી પાસે પાસ હોવા છતાં પણ ગરબા રમવા ન મળ્યા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina