અમદાવાદ : મિત્રતા દુશ્મનમાં ફેરવાઇ, ઉછીના લીધેલા પૈસા પાછા ના આપવા પડે એટલે કરી મિત્રની હત્યા અને પછી પકડાઇ જવાના ડરથી કર્યો આપઘાત

આઈ લવ યુ લાઈફ…  મિત્ર પાસેથી લીધેલ ઉછીના પૈસા પાછા ના આપવા પડે એટલે કરી દીધી હત્યા :ગર્લફ્રેન્ડને વોટ્સએપ કરીને સ્મિતે રિવરફ્રન્ટમાં..

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

અમદાવાદનો રિવરફ્રન્ટ ફાયરિંગ કેસ હાલ ઘણો ચર્ચામાં છે. ત્રણ મિત્રો કે જેઓ ભેગા મળી મોજશોખ પુરા કરતા, એકબીજા સાથે ગર્લફ્રેન્ડની વાતો કરતા પરંતુ અચાનક કંઇક એવું બન્યું કે બે મિત્રોએ એકની હત્યા કરી લાશ સલગાવી દીધી અને બીજાએ પકડાઇ જવાના ડરથી આત્મહત્યા કરી લીધી અને હવે ત્રીજો આ કેસમાં જેલમાં છે.

મિત્ર પાસેથી લીધેલા ઉછીના બે લાખ પરત ન કરવા એટલે બે મિત્રોએ ભેગા મળી 65,000નું હથિયાર ખરીદી 2500 રૂપિયામાં કાર ભાડે કરી અને વિરમગામ જઈ મિત્રને બોલાવી તેની હત્યા કરી દીધી અને લાશ સળગાવી દીધી. ઘટનાની વાત કરીએ તો, અમદાવાદ રિવરફ્રન્ટ વેસ્ટના વોક વે પરથી એક લાશ મળી આવી અને પગેરું છેક વિરમગામ સુધી પહોંચ્યું. ક્રાઈમ થ્રીલરને પણ ટક્કર મારે એવી આ ઘટના છે.

સ્થાનિક પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે સઘન તપાસ કરવામાં આવી અને ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલવામાં આવ્યો. એક કડીએ આખી મર્ડર મિસ્ટ્રી ઉકેલી નાખી. સ્મિત અને યશ કે જે બંને આરોપી છે તેઓએ વિરમગામમાં રહેતા રવિન્દ્ર લુહાર પાસેથી બે લાખ ઉછીના લીધા હતા અને આમાંથી iphone ખરીદ્યા પછી ગર્લફ્રેન્ડ પાછળ રૂપિયા વાપર્યા હતા.

જો કે, આ રૂપિયા પરત કરી શકે તેવી પરિસ્થિતિમાં તેઓ નહોતા. રવિન્દ્ર તેમની પાસેથી રોજ રૂપિયાની ઉઘરાણી કરતો અમે આ દરમિયાન બંનેએ પ્લાન રવિન્દ્રની હત્યાનો પ્લાન બનાવ્યો. તેમણે પહેલા તો રવિન્દ્રને ડરાવ્યો, બીજો એક વ્યક્તિ જે રૂપિયા માંગતો હતો, તેને માર પણ માર્યો પરંતુ તેની અસર રવિન્દ્ર પર ન થતા સ્મિતે 65000માં એક દેશી કટ્ટુ ખરીદ્યું અને 2500માં કાર ભાડે કરી.

આ કાર લઈને વિરમગામ પહોંચ્યા બાદ તેઓએ રવિન્દ્રને ઘરની બહાર રૂપિયા આપવાનું કહી બોલાવ્યો અને ફોન ફ્લાઇટ મોડ પર મૂકી દીધા. યશ અને સ્મિત બંને રવિન્દ્રને લઈને નંબર પ્લેટ વગરની કારમાં અવાવરું જગ્યાએ ગયા અને ત્યાં તેના પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ, જે પછી લાશને સગેવગે કરવા સળગાવી દીધી. આ ઘટના પછી તેઓ ભાગી ગયા હતા. ત્યારે એકાદ દિવસ બાદ જ્યારે રવિન્દ્રના પરિવારજનો તેને શોધી રહ્યા હતા ત્યારે સીસીટીવી ફૂટેજ ચેક કરવા દરમિયાન યશ અને સ્મિત બંને સાથે જ હતા.

જો કે, એક ફૂટેજની અંદર સ્મિત દેખાયો હોય એવું લાગતા તેણે યશ પાસેથી કટ્ટુ પાછું લીધું અને રિવરફ્રન્ટ પર પહોંચીને ગર્લફ્રેન્ડ સાથે વાતો કરતો હતો અને તે ખૂબ ડિસ્ટર્બ હતો. તેણે ચેટ કર્યા બાદ પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી લીધી. જો કે, ફાયરિંગ બાદ હથિયાર નદીમાં પડી ગયું હતું. જેને ગોતાખોરો પાસેથી કઢાવવવા મદદ લેવામાં આવી.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina