અમદાવાદ : સ્વરૂપવાન મંગેતરના ત્રાસથી યુવકે કર્યો આપઘાત, વોટ્સએપ ચેટ વાંચી હોંશ ઉડી જશે…શું હળાહળ કળયુગ આવ્યો છે..!!!

અમદાવાદમાં યુવકે કરી આત્મહત્યા, જેની સાથે સગાઇ થઇ એ ત્રાસ આપતી અને કેનેડા જવા 1 કરોડ રૂપિયા…

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સા સામે આવતા રહે છે. ઘણીવાર કોઇ માનસિક ત્રાસને કારણે આપઘાત કરે છે તો ઘણીવાર કોઇ યુવક કે યુવતિના ત્રાસથી આપઘાત કરતુ હોય છે. ત્યારે હાલ અમદાવાદમાંથી પણ આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવકે તેની મંગેતરના ત્રાસથી આપઘાત કરી લીધો છે. પોલીસે શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો બાદ પરિવારની રજુઆત અને પુરાવા મેળવીને નરોડા પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. યુવતિ અને તેનો પરિવાર યુવક પાસે પૈસાની માંગણી કરી રહ્યો હતો અને આ જ કારણે યુવકે આપઘાત કર્યો હતો.

ઘટનાની વિગત તપાસીએ તો, નરોડામાં કૈલાશ રોયલ ફલેટના આઈ બ્લોકના 203 નંબરના ફલેટમાં રહેતા માખીજા પરિવારનો 30 વર્ષિય પુત્ર લખનની સગાઇ થઇ હતી અને જે યુવતી સાથે તેની સગાઈ થઈ હતી તે કેનેડા જવા કરોડો રૂપિયા ભેગા કરવા દબાણ કરતી હતી અને ત્રાસ આપતી હતી. તેમજ સગાઈ તોડવાનું કહી લખનને પરેશાન કરતી હતી. આ ત્રાસથી કંટાળી લખને આપઘાત કર્યો હતો. પરિવારે આક્ષેપ કર્યો છે કે જ્યારથી યુવકની સગાઇ થઇ છે ત્યારથી જ મંગેતરે અલગ અલગ માંગ શરુ કરી હતી. જેમાં પહેલા તો આઈફોનની માંગણી કરી ત્યારે તેને લખન આઇફોન પણ લઈ આવ્યો હતો.

જે બાદ લખનની મંગેતરને લેહ-લદાખ ફરવા જવું હતું અને તેના માટે તેણે એક લાખ રોકડની માંગ કરી હતી. મૃતકે એક લાખ રૂપિયા આપ્યાનો પણ પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ યુવતીએ વાઈટ ગોલ્ડ સેટ અને ડાયમંડના સેટની પણ માંગ કરી હતી. આ તમામ ઘટના બાદ પોલીસને જાણ પણ કરવામાં આવી હતી અને ચેટ તથા ઓડિયો રેકોર્ડિંગ પણ પોલીસને આપવામાં આવ્યા હતા.

નરોડા પોલીસે પરિવારની રજુઆત અને પરિવારે આપેલા પુરાવાને આધારે યુવતી સામે આત્મહત્યા કરવા દુષપ્રેરીત કરવા બદલ ગુનો નોંધાયો છે.પોલીસ દ્વારા તમામ પુરાવા FSLમાં મોકલવામાં આવશે. અગાઉ માત્ર આપઘાત જ પોલીસે ચોપડે નોંધ્યો હતો પરંતુ હવે કલમ 306 હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, લખને 21 ફેબ્રુઆરીના રોજ આપઘાત કર્યો હતો.

લખનની મંગેતર વર્ષા ઉર્ફે વંદના જેસવાની H બ્લોકમાં રહેતી હતી. ફરિયાદ નોંધાવ્યા બાદ પરિવારજનો સતત આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસે નિવેદન માટે યુવતીને બોલાવી હતી પરંતુ પોલિસ રૂપ અને ભ્રામક વાતોમાં આવી ગઈ અને ગુનો ન નોંધ્યો તેમજ યુવતીને ભાગવાનો મોકો આપ્યો.

ઉલ્લેખનીય છે કે, પોલિસે યુવતી પર ગુનો નોંધવાની જગ્યાએ મૃતકના પરિવારને ધક્કા ખવડાવ્યા અને આખરે કમિશનરનો આદેશ આવતા જ પોલીસે આત્મ હત્યાના દૂષપ્રેરણનો ગુનો નોંધ્યો.

Shah Jina