અમદાવાદમાં સસરાએ લજવ્યા સંબંધો, ગાળો ભાંડીને યુવતિને કહ્યુ- તું મારી રખેલ બનીને…

અમદાવાદમાં સસરાએ તો પાર કરી બધી હદ, પોલીસમાંથી નિવૃત્ત થયેલા સસરાએ યુવતિને કહ્યુ- હવે તું મારી રખેલ બનીને મારી સાથે….

ગુજરાતમાંથી અવાર નવાર યુવતિઓ સાથેના છેડછાડ અને બળાત્કાર ગુજારવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બને છે કે આવા કિસ્સાઓમાં સસરા અને પુત્રવધુ, જેઠ કે દિયર અને ભાભીના સંબંધો લજવાય છે. ત્યારે હાલ અમદાવાદમાંથી સસરા અને પુત્રવધુને સંબંધોને શર્મશાર કરે તેવો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં રહેતી એક યુવતીને થોડા સમય પહેલાં જ એક યુવક સાથે પ્રેમ થયો હતો અને યુવતિ અને યુવક બંને પોલીસકર્મીના સંતાનો હતા. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો અને તે બાદ તેઓ ઘરેથી ભાગી ગયા હતા. તેઓ લગ્ન કર્યા વગર જ એકબીજા સાથે રહેતા હતા.આ દરમિયાન તેમને એક બાળક પણ થયુ હતુ.

Image source

આ યુવતિ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પોલિસ લાઇનમાં રહેતી હતી અને તેના પિતા પોલિસ ખાતામાં નોકરી કરે છે. ત્યારે વર્ષ 2008માં તેનો પરિચય એક યુવક સાથે થયો. ત્યારે તે મીઠાખળી ખાતે સ્કૂલમાં ભણતી હતી અને યુવક પણ ત્યાં જ ભણતો હતો. જેને કારણે બંને વચ્ચે મિત્રતા થઇ હતી. યુવતિનું ભણવાનું પૂરુ થયા બાદ તે તેને ઘરેથી ભગાડી ગયો અને વડોદરા ખાતે ત્યાં બહેનના ઘરે રહ્યો. લગભગ છ મહિના સુધી ત્યાં રોકાયા બાદ તેઓ વર્ષ 2012 અને 2013માં યુવકના પિતાના ઘરે આવ્યા અને યુવકે તેને ત્યાં રાખી. જો કે, તે બંનેએ લગ્ન કર્યા નહોતા અને તેઓ લીવઇનમાં જ રહેતા હતા.

પ્રતિકાત્મક તસવીર

જેને કારણે યુવતીને તેના પિતા કે અન્ય પરિવારજનોએ બોલાવવાનું બંધ કરી દીધું હતું અને તેની સાથેના સંબંધો પણ તોડી નાખ્યા હતા.જેને કારણે તે યુવક સાથે પોલીસ લાઈનમાં રહેવા લાગી હતી. પોલીસ લાઈનમાં એક રૂમનું મકાન હતું અને આ દરમિયાન યુવતીની નણંદ, બનેવી સહિતના લોકો આવતા હતા અને જાતિ વિષયક શબ્દો બોલી તેનું અપમાન કરતા હતા. જો યુવતિ આ વિશે યુવકને કંઇ કહે તો યુવક કંઇ બોલતો નહિ. એક દિવસ જ્યારે યુવતી ઘરે એકલી હતી, ત્યારે યુવકના પિતા તેની પાસે આવ્યા અને તેનો હાથ પકડી શરી પર અડકવા લાગયા. આને કારણે યુવતીએ તેમને રોક્યા તો તેઓ ગુસ્સે થઈ ગયા અને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા.

પ્રતિકાત્મક તસવીર

તે યુવતિની જાતિ વિશે પણ બોલવા લાગ્યા. જો કે, યુવતિને વર્ષ 2013માં ગર્ભ રહેતા તેણે દીકરાને જન્મ આપ્યો હતો, આમ છતાં યુવકે તેની સાથે લગ્ન કર્યા નહોતા. એક દિવસ આ યુવતી ઘરે એકલી હતી ત્યારે તેના બનેવીએ તેને કમરના ભાગેથી પકડી લીધી અને અલગ અલગ જગ્યાએ સ્પર્શ કરવા લાગ્યો. યુવતિ આ દરમિયાન બનેવીને ધક્કો મારી ઘરની બહાર નીકળી ગઈ હતી. જે બાબતે તેને તેના ઘરમાં વાત કરતા કોઈએ તેની વાત સાંભળી નહોતી.થોડા વર્ષ પછી યુવતિ યુવક અને દીકરા સાથે નાના ચિલોડા રહેવા ગઇ ત્યારે આ દરમિયાન યુવકના પિતા પોલીસ ખાતામાંથી નિવૃત્ત થયા અને બાદમાં તેઓની સાથે જ આવીને રહેવા લાગ્યા. ત્યારે અહીં આવ્યા બાદ પણ તેના પિતા ઘણીવાર જાતિ વિશે બોલી ખરાબ ઈશારો કરતા હતા. પરંતુ યુવતી તેના ઘરેથી યુવક સાથે ભાગી હોવાથી આ વાતો મનમાં રાખતી હતી.

પ્રતિકાત્મક તસવીર

પરંતુ લગભગ આઠ મહિના પહેલા તે જેની સાથે ભાગી હતી તેણે નાના ચિલોડા ખાતે ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. અંતિમવિધિ પૂર્ણ કર્યા બાદ મૃતક યુવકના કાકાના છોકરાએ રાત્રે જ્યારે યુવતી ઘરમાં એક ખૂણામાં બેઠી હતી ત્યારે દારૂ પીને આવી તેની પાસે બેસી ગયો અને અડપલાં કરવા લાગ્યો. નાના ચિલોડા ખાતે આ યુવતી જ્યારે આવી ત્યારે પણ યુવકના પિતા તેને અવારનવાર છેડતી કરવાનો પ્રયત્ન કરતા હતા અને કહેતા હતા કે, હવે તું મારી રખેલ બનીને મારી સાથે અહીં રહેવા લાગ. યુવતિ આનાથી ગભરાઇ ગઇ અને તેના પિતાને વાત કરી, જે બાદ તેના પિતાએ ઘરે બોલાવી અને તેને રાખી હતી. જો કે, આ મામલે યુવતીને પરિવારની હિંમત મળી અને પછી તેણે પોલીસ સ્ટેશનમાં યુવકના પિતા, બહેન, કાકાના દીકરા તથા બનેવી સામે ફરિયાદ આપતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Shah Jina