સસરાએ સંબંધ લજવી નાખ્યા, દીકરી સમાન વહુને કહ્યું કે મને બધી વાતનું સુખ છે, પણ રાતનું સુખ નથી મળતું, તો હવે….
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં.
Ahmedabad news : ગુજરાતમાંથી ઘણીવાર સંબંધોને લજવતા કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં અમદાવાદમાંથી આવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વાસણા વિસ્તારમાં પિયરમાં રહેતી 24 વર્ષીય પરિણીતાએ તેના સસરા વિરુદ્ધ જે આક્ષેપ કર્યો છે તે ઘણો ચોંકાવનારો છે. તેણે પશ્ચિમ મહિલા પોલીસ મથકે જે ફરિયાદ નોંધાવી છે તે અનુસાર, સસરાએ તેની સાથે અંગત વાતો કરી અને તેને માનસિક રીતે પરેશાન પણ કરી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
લંપટ સસરાએ વહુ સાથે પાર કરી હદ
પરણિતાના સસરાએ તેેને કહ્યું કે, તેમને બધી વાતનું સુખ છે, માત્ર રાતનું સુખ નથી, આટલું જ નહિ સસરાએ વહુને શારિરીક સંબંધ બનાવવાનું પણ કહ્યું હતું. જો કે, આ મામલામાં સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે પણિતાએ તેના પતિ અને સાસુને ફરિયાદ કરી તો તેમણે પણ કોઇ નક્કર પગલાં ન લીધા અને પતિ તો તેને પિયરમાં મુકી જતો રહ્યો.
આ મામલે પીડિત પરણિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી અને પછી કાર્યવાહી હાથ ધરાઈ. પ્રાપ્ત માહિતી અનુસાર, વાસણામાં રહેતી 24 વર્ષીય યુવતીના લગ્ન 14 ફેબ્રુઆરીએ મહેસાણાના કડીના એક ગામમાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન બાદ તે રાજસ્થાન ફરવા માટે ગયા ત્યારે યુવતીના સસરાએ પણ સાથે આવવાની વાત કરી હતી પરંતુ તે પછી બાદમાં નહોતા આવ્યા. જો કે આ વાતને તેણે સામાન્ય ગણી.
કહ્યુ- મને બધી વાતનું સુખ છે, માત્ર રાતનું સુખ નથી મળતું, જે તું મને આપીશ?
ઉલ્લેખનીય છે કે, જ્યારે યુવતીનો પતિ નોકરી પર જાય ત્યારે તે તેની સાથે ફોન પર વાતચીત કરતી હોય ત્યારે સસરા તેને બોલાવીને કહેતા કે તમે ફોન પર શું વાત કરો છો ? તે મારે જાણવું આ જાણ તેણે તેના પતિને પણ કરી હતી. પણ પતિએ વાતને નકારી કાઢી અને કહ્યું કે પપ્પા જ પુછે છે ? ને એમાં શું. જે પછી સવારે છ વાગે બેડરૂમમાં આવીને કહ્યું કે તમે શું કરો છો? તે મને ખબર છે.
જેથી ફરીથી આ વાત પતિ અને સાસુને કહી પણ તેઓએ સસરાને ઠપકો આપવાને બદલે યુવતી સાથે તકરાર કરી. આ ઉપરથી એમ પણ કહ્યુ કે આવું ચાલ્યા કરે. તે પપ્પા છે તેમની વાતને ધ્યાનમાં લેવાની નહીં. જ્યારે 8 એપ્રિલે પરણિતાના સાસુ શાકભાજી લેવા ગયા ત્યારે સસરાએ રસોડામાં આવીને કહ્યું કે મારી પાસે બધું જ સુખ છે, માત્ર રાતનું સુખ નથી.
જે મારી પત્ની મને આપી શકતી નથી. તે સુખ તું મને આપીશ? ત્યારે આ સાંભળી પરણિતા ડઘાઇ ગઇ. જો કે, આ સમયે તેને સસરાએ ધમકી આપી હતી કે આ વાત તું મારા દીકરા કે પત્નીને કહીશ તો હું આત્મહત્યા કરી લઇશ. જો કે, તેણે આ વાત પતિને કહી તો તેને પિયરમાં મુકીને જતો રહ્યો. જે પછી પરિણીતાએ ફરિયાદ નોંધાવી.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં.