ખબર

અમદાવાદ : પ્રેમિકાએ તોડી નાખ્યો સંબંધ તો પરણિત પ્રેમીએ મગજ ગુમાવ્યુ પછી પ્રેમિકાનો કર્યો એવો હાલ કે જાણીને ધ્રાસ્કો લાગશે

લગ્ન પહેલા લફરાં રાખતા ચેતી જજો: અમદાવાદ જૂના વાડજ વિસ્તારમાં રહેતી 29 વર્ષની યુવતીના પૂર્વ પ્રેમીએ કરી ભયાનક હરકત

ગુજરાતમાં અવાર નવાર દુષ્કર્મ, અપહરણ અને હત્યાના ચોંકાવનારા કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર પ્રેમ સંબંધમાં હત્યા તો ઘણીવાર અપહરણ કરવામાં આવતુ હોય છે, તો ઘણીવાર કેટલાક યુવકો દ્વારા પોતાની હવસ સંતોષવા માટે યુવતિઓને ફસાવવામાં પણ આવતી હોય છે. હાલ અમદાવાદમાં અપહરણનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જૂના વાડજમાં રહેતી 29 વર્ષની યુવતીનું તેના પૂર્વ પ્રેમીએ અપહરણ કર્યું હોવાનું સામે આવ્યુ છે. આરોપી યુવતીને તેની સાથે સંબંધ રાખવાનું દબાણ કરી રહ્યો હતો પરંતુ યુવતિ માની રહી ન હતી. જેથી યુવકે તેના મિત્રો સાથે મળી યુવતીનું અપહરણ કર્યુ હતું. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ઘટનાની વિગત જોઇએ તો, 29 વર્ષિય યુવતિ કે જે વાડજ વિસ્તારમાં રહે છે તે વર્ષ 2015થી આશ્રમ રોડ પર આવેલી એક કંપનીમાં નોકરી કરતી હતી. આ કંપનીના માલિક કેતન બારોટ સાથે તેને પ્રેમ સંબંધ બંધાયો હતો. કેતન પરણિત હોવાને કારણે યુવતિ સાથે લગ્ન ન કરી શકે તેવું હોવાથી યુવતિએ તેની સાથેનો પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. યુવતિ પાંચ મહિના અગાઉ નોકરી પણ છોડી દીધી હતી અને તેણે પરીમલ ગાર્ડન પાસે બીજી નોકરી ચાલુ કરી હતી.

જોકે, લગભગ શનિવારના રોજ જ્યારે યુવતી નોકરી પતાવી રીક્ષામાં જુના વાડજ પહોંચી ત્યારે કેતન બારોટ અને તેના મિત્રો હાર્દિક જોષી અને નવીજ રાય ત્યાં આવ્યા.આ બધાએ યુવતિ પર પ્રેમ સંબંધ રાખવા દબાણ કર્યુ પરંતુ યુવતિ તેના નિર્ણય પર મક્કમ રહી હતી. ત્યારે કેતને કારમાં યુવતીને જબરજસ્તી પાછળની સીટે બેસાડી અને ઝુંડાલ સર્કલ ખાતે અંધારામાં લઈ ગયા બાદ જ્યાં ગાડી ઉભી રાખીને યુવતીનો ફોન લઇ લીધો હતો.

કેતને યુવતિને કહ્યુ કે, તારી પાસે બીજો ફોન છે જેમાં મારા બધા રેકોર્ડિંગ છે. તું બીજો ફોન કેમ રાખે છે તેમ કહી યુવતીને માર પણ માર્યો હતો. જો કે કેતનના મિત્રોએ તેને છોડાવ્યો અને તે બાદ યુવતી કારમાંથી બહાર નીકળી દોડીને રિક્ષામાં બેસી ગઈ. જે બાદ આ મામલે યુવતિએ પોલીસને જાણ કરી હતી અને તે બાદ વાડજ પોલીસે યુવતીની ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. યુવતિએ 100 નંબર અને 181 મહિલા હેલ્પલાઈન નંબરનો સંપર્ક કર્યો હતો.