અમદાવાદના ઓર્થોપેડિક ડોક્ટરને યુવતિએ ફસાવી બાટલીમાં ઉતારી રંગરેલિયા મનાવ્યા, પછી ચુપકેથી એવો કાંડ કર્યો કે હચમચી જશો

ચાંદખેડાના ડોક્ટરને યુવતિએ ફસાવી બાટલીમાં ઉતારી રંગરેલિયા મનાવ્યા, પછી ચુપકેથી એવો કાંડ કર્યો કે હચમચી જશો

ગુજરાતમાંથી હનીટ્રેપની ઘણી ઘટનાઓ સામે આવે છે. કેટલીકવાર યુવતિઓ કે મહિલાઓ દ્વારા યુવકો કે આધેડ અથવા તો મોટા વેપારીને ફસાવવામાં આવે છે અને પછી તેમની સાથં સંબંધ બાંધી કે અન્ય કોઇ કાર્ય દ્વારા બ્લેકમેઇલ કરી પૈસા પડાવવામાં આવે છે. ત્યારે હાલમાં અમદાવાદના ચાંદખેડામાંથી હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક ઓર્થોપેડિક ડૉક્ટરે પોલીસ સ્ટેશનમાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે 6 શખસો અને એક મહિલાએ તેમને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પંદર લાખની માંગણી કરી.

ફરિયાદ અનુસાર, આરોપી મહિલા ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હોવાની ઓળખ આપી હતી અને ડોક્ટરને ફસાવ્યા હતા. ડોક્ટર કે જે નડિયાદ ચાર રસ્તા પાસે ઉમેરઠ નજીક પોતાની હોસ્પિટલ ચલાવે છે, સેજલ તરીકે ઓળખ આપનારી મહિલા તેમની હોસ્પિટલમાં શનિવારે આવી અને ડાબા પગમાં થોડુ પાણી ભરાઈ ગયાની ગાઠ થઈ હોવાની ફરિયાદ કરી.

જો કે, તે પછી ડોક્ટર દ્વારા તેને સર્જરી કરવાની સલાહ આપવામાં આવી તો મહિલાએ કહ્યું કે તે વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી એક ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે. જે પછી તેમણે પોતાનો નંબર પણ આપ્યો અને નંબર આપ્યાના બે કલાક બાદ જ સેજલે તેમની સાથે ચેટિંગ કરવાનું શરુ કર્યું. તેણે ડૉક્ટરને કહ્યું કે, તે ચાંદખેડામાં રહે છે. સેજલ ડૉક્ટરને મળવા ફરીથી સોમવારે ક્લિનીક પર આવી અને આખો દિવસ ત્યાં જ રહી. તેણે એવું કહ્યું કે, તે કેનેડા જવા માગે છે,

જેના માટે તેમની પાસેથી રુપિયા 50 હજાર લીધા અને મંગળવારે ફોન કરી તેણે કહ્યું કે, તે આજે રજા પર છે અને મળવા માગે છે. ત્યારે મંગળવારે સાંજે ડૉક્ટર તેમની પત્ની અને બાળકો સાથે મણિનગરમાં તેમના એક સંબંધીના ઘરે ગયા અને પછી તેઓ જ્યારે તે સેજલ સાથે ચેટ કરી રહ્યા હતા. ત્યારે સેજલે તેમને મળવા કહ્યું. સેજલ નજીકના સ્થળે આવી અને પછી તેઓ તેને ચાંદખેડા ખાતે પોતાના ઘરે લઈ ગયા.

ડૉક્ટરે કહ્યુ કે, ઘરે ગયા પથી સહમતિથી તેઓએ શરીર સંબંધ બાંધ્યા અને થોડી વાર પછી લગભગ છ જેટલાં શખસો આવ્યા અને એકે કહ્યું કે, સેજલ તેની બહેન છે અને ડૉક્ટરે તેની સાથે રેપ કર્યો છે. જે પછી રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેઓએ 50 લાખની માંગણી કરી. પણ માંગ ઘટાડી 15 લાખ કરાઇ અને ડોક્ટરને માર પણ માર્યો. ડૉક્ટરને નાક અને કાનના ભાગે ઈજા પહોંચી અને પછી તેઓએ આખરે પોલીસ કંટ્રોલ રુમમાં ફોન કરતા ટીમ ત્યાં પહોંચી અને તે પછી તેમણે ફરિયાદ નોંધાવી.

Shah Jina