...
   

અમદાવાદ : એસજી હાઈવે પર તેજ રફતાર કારની અડફેટે રાહદારીનું મોત- જુઓ તસવીરો

અમદાવાદ સહિત ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતની ઘટના સામે આવે છે, જેમાં તેજ રફતાર વાહનનો કહેર જોવા મળે છે. ત્યારે હાલમાં અમદાવાદના એસજી હાઈવે પર વાયએમસીએ કલબ પાસે એક કાર ચાલકે રોડ ક્રોસ કરતા વ્યકિતને અડફેટે લીધો હતો જેને કારણે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હોવાનું સામે આવ્યુ છે.

આ ઘટનામાં પોલીસે ગુનો નોંધ્યો છે અને કાર ચાલકની ધરપકડ પણ કરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, અંબાજી દર્શન કરીને પરત જઈ રહેલા રાજકોટના વતનીને રોડ ક્રોસ કરતી વખતે કાર ચાલકે અડફેટે લેતા ગંભીર ઈજાના કારણે મોત થયું, ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર ચાલક પાર્થ બિપિન ભાઈ તન્ના વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

જણાવી દઇએ કે, અમદાવાદમાં રફતારનો કહેર યથાવત છે. ત્યારે વધુ એક ગંભીર અકસ્માતની ઘટનામાં કારની અડફેટે રાહદારીનું મોત નીપજ્યું. આ ઘટના સાણંદ બ્રિજથી YMCA રોડ પર બની હતી. મૃતકની ઉંમર આશરે 30 વર્ષયી હોવાનું મનાય છે.

Shah Jina