પત્નીના બોયફ્રેન્ડ સાથે સંબંધો હતા તો વડોદરાથી લઇ આવી અમદાવાદ, પછી પતિએ 12 પેજની સુસાઇડ નોટ લખી ટૂંકાવ્યુ જીવન

નહિ તો મારી આત્મા ભટકશે, પતિએ આત્મહત્યા કરીને બેવફા પત્નીનાં કાળાં કરતૂત ઉજાગર કર્યા, સ્યુસાઇડ નોટમાં કર્યો ધડાકો

ગુજરાતમાં ઘણીવાર આપઘાતના કિસ્સાઓ સામે આવે છે, જેમાં કેટલાક પ્રેમ સંબંધો, કેટલાક ઘરકંકાસને કારણે, કેટલાક આર્થિક સંકળામણને કારણે તો કેટલાક લોકો માનસિક હેરાનગતિ અને શારીરિત ત્રાસને કારણે આપઘાત કરી લેતા હોય છે. થોડા સમય પહેલા એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં અમદાવાદમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના મટીરયલ બિઝનેસ કરતા કુલદીપ શર્માએ આત્મહત્યા કરી હતી અને તેમણે મોત પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેમણે તેમના મોત માટે પત્નીની બેવફાઇ અને વ્યાજખોરોને જવાબદાર ઠેરવ્યા હતા. આ મૃતકે જે સુસાઇટ નોટ લખી હતી. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

તે 12 પેજની સુસાઇડ નોટ પત્ની અને તેમના નામે બનાવેલ કંપનીના લેટરહેડ પર જ લખી હતી. ત્યારે તેમણે આપઘાત કર્યાના સવા વર્ષ બાદ પત્ની રેખા અને વ્યાજખોરો સહિત સાત લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવ્યો છે. વડોદરાના મકરપુરામાં આવેલા સમૃદ્ધિ કોમ્પ્લેક્સમાં રહેતા અને લગ્ન બાદ અમદાવાદમાં બિઝનેસ માટે સ્થાયી થયેલા કુલદીપ શર્માએ વડોદરા આવી સવા વર્ષ પહેલાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. તેમણે આપઘાત પહેલાં 12 પેજની સુસાઇડ નોટ પણ લખી હતી. જે તેમણે RK (R-રેખા K-કુલદીપ) એન્ટરપ્રાઇઝના લેટરહેડ પર લખી હતી.

આ સુસાઇડ નોટમાં આપઘાતના કારણનો અને તેના માટે જવાબદાર વ્યક્તિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પત્નીની બેવફાઇને કારણે કુલદીપને આપઘાત કરવાનો વારો આવ્યો હતો. સુસાઇડ નોટમાં લખવામાં આવ્યુ હતુ- મારો સામાન મારા ઘરે અને ઓફિસમાં છે, જે મારા ઘરવાળાને સોંપી દેવામાં આવે. મારા મમ્મી, પપ્પાને મારુ ઘર, ઓફિસ કેસર એટલાન્ટા, એસજી હાઇવે અમદાવાદમાં છે, તે તેમના નામે લખી રહ્યો છું. કેટલાક લોકોએ જે પણ લખાણ કર્યુ છે, તે જબરદસ્તી કર્યુ છે. મને મારી અને 2 દિવસ ઘરમાં બંધ કરી દીધો હતો.

મૂડીથી પણ વધારે વ્યાજ લઇ ચૂક્યા છે. આ માટે કંઇ પણ આપવાનું નીકળતુ નથી. મારા ઘરવાળાને કોઇ પરેશાન ના કરે. અમીતકાકા બહુ ધમકી આપતા હતા. બધાએ મને બહુ હેરાન કર્યો, કોઇને ના છોડતા. મારુ પૂરુ જીવન ખરાબ છે માટે આત્મહત્યા કરવી પડી રહી છે. મારા પોતાના ઘરમાં પણ નથી જઇ શક્તો બોલો. હું શું કરુ. પ્લીઝ કોઇને ના છોડતા, નહિ તો મારી આત્મા ભટકશે. મમ્મી પપ્પા આઇ લવ યુ સો મચ. ઉર્વિક આઇ લવ યુ બેબી. સોરી પપ્પા, મારી પત્નીએ તેમનો સાથ આપ્યો જેનાથી મને વધારે દુખ થયુ અને હું તૂટી ગયો.

આગળ સુસાઇડ નોટમાં લખ્યુ હતુ કે, પત્ની રેખાના અફેર વિશે જાણ્યા બાદ પણ હું બોલ્યો કે કંઇ નહિ બધુ છોડી દે. તો પણ તે તેના મા-બાપના કહ્યામાં ચાલી ગઇ. મને છોડી ગઇ તે મારાથી સહન ન થયુ. મેં તેને ઘણો પ્રેમ કર્યો હતો. પણ તે મને પ્રેમ કરતી નહતી. મારા ઘરવાળાએ મને અમદાવાદ જવાની ના કહી હતી પરંતુ પત્ની મને અમદાવાદ લઇ આવી, કારણ કે તેનો બોયફ્રેન્ડ અમદાવાદમાં હતો. મને કહ્યુ કે, બિઝનેસ કરીશું પણ મને નહોતી ખબર કે આ બધુ હશે. મારા મમ્મી અને પપ્પાએ મને રેખાને કહ્યુ હતુ કે કંઇ પણ થયુ તો જવાબદાર તમે લોકો જ હશો. રેખાને મેં ઘણો પ્રેમ કર્યો પણ તેણે મને ન કર્યો.

તેણે મને ક્યારેય સુખ ન આપ્યુ પણ મેં ક્યારેય એવું નથી કર્યુ. હવે બસ. હું દુખી થઇને મરી રહ્યો છું. ખબર નહિ મારી આત્માને શાંતિ મળશે કે નહિ. લવ યુ રેખા. બસ હું જઇ રહ્યો છું. બધાને સોરી. જે 12 પેજની સુસાઇડનોટ મૃતકે લખી હતી, તેમાં જવાબદાર 8 વ્યક્તિનાં નામ લખ્યા હતા.હિતેશભાઇએ મારી પાસેથી 22 લાખનું બિલ્ડિંગ મટીરિયલ 21 દિવસની ક્રેડિટ પર લીધું હતું, દિલીપ ભરવાડે પરંતુ સમય વીત્યા બાદ દિલીપ ભરવાડે મને રૂપિયા ચૂકવ્યા નહીં. તેથી મારે રૂપિયાની જરૂરિયાત પડતાં મેં અમૂલ દેસાઇ

અને જિગર રબારી પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા, જેનું હું અઠવાડિક 10 ટકા લેખે વ્યાજ ચૂકવતો હતો. સુસાઇડ નોટ અનુસાર, મૂડી કરતાં પણ વધારે રૂપિયા ચૂકવ્યા બાદ પણ અમૂલ અને જિગર વધુ રૂપિયાની માગણી કરતા અને એગ્રીમેન્ટ કરાવી એની પર જબરદસ્તીથી સહી કરાવી. અમિતકાકા મને અવારનવાર ધમકી આપી ખૂબ ગંદું બોલતા હતા. આ ઉપરાંત મૃતકે પત્નીના અફેર વિશે લખ્યુ- રેખાનો બોયફ્રેન્ડ ગૌરવ બલવિંદરસિંગ થિંદ અમદાવાદ રહેતો

પ્રતિકાત્મક તસવીર

હોવાથી મને તે અમદાવાદ રહેવા લઈ ગઈ અને ઓફિસેથી ગૌરવને ઘરે મળવા માટે જતી. તેમની વચ્ચે સંબંધ પણ હતા , તેમ છતાં આ બધું ભૂલી મેં રેખાને અપનાવી, પરંતુ તેણે તથા તેના બોયફ્રેન્ડ ગૌરવે મને દગો આપ્યો, જેથી હું ખૂબ જ દુઃખી થઇ ગયો છું. સાળો નરેન્દ્ર શર્મા મારી પાસે રૂપિયા હોય ત્યાં સુધી મારી સાથે રહ્યો, પરંતુ મારે દેવું થઇ જતાં તેણે મારાં માતા-પિતાની હાજરીમાં મને ખરાબ બોલી માર મારવાની ધમકી આપી હતી.

Shah Jina