અમદાવાદના વેપારીને થયું કે વીડિયો કોલમાં વાતોથી મન નથી ભરાતું પછી અજાણી સ્વરૂપવાન યુવતીને હોટેલમાં લઇ ગયો ને થઇ ગયો મોટો કાંડ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Ahmedabad News : ગુજરાતમાંથી ઘણીવાર હનીટ્રેપના અથવા તો બ્લેકમેઇલિંગના કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે હાલમાં અમદાવાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. ઓનલાઈન મિત્રતા થયા પછી એક યુવતીએ અમદાવાદના વેપારીને હોટેલમાં મળવા બોલાવ્યો પણ ત્યાં પહોંચતા જ દાવ થઈ ગયો. વેપારીને લાખો રૂપિયાનો ચૂનો લાગ્યો. આ વેપારી કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલ છે અને તેની ઓનલાઈન એક સ્વરૂપવાન યુવતી સાથે મિત્રતા થઇ હતા.

FilePic

જો કે, જોતજોતામાં બંનએ એકબીજાને ફોટોઝ શેર કર્યા અને મેસેજમાં વાતો વધવા લાગી. આ પછી યુવતીએ હોટેલમાં મળવા બોલાવ્યો અને પછી વેપારી સાથે દાવ થઈ ગયો. પ્રાપ્ત જાણકારી અનુસાર, ફેસબુક પર એક યુવતિની યુવકને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી અને પછી એકસેપ્ટ કર્યા બાદ બંનએ એકબીજા સાથે વાતો શરૂ કરી.

DP સારો છે, ક્યાં રહો છો, પરિવારમાં કોણ કોણ છે અને આવા અલગ અલગ પાસા પર ચર્ચાઓ શરૂ થઈ અને પછી યુવતીએ પોતાના ફોટોઝ શેર કરવાનું શરૂ કર્યું. તે પછી બંનેએ એકબીજા સાથે પસંદ અને ના પસંદ શેર કરી અને વાતો વધવા લાગી. જ્યારે વેપારીને યુવતિએ વીડિયો કોલ કર્યો તો વેપારી વધારે વિચારોમાં પડી ગયો. ઓનલાઈન દોસ્તી થયા પછી બાદ યુવતીએ એક રાત્રે વીડિયો કોલ કર્યો અને પછી બંને વચ્ચે વાતો ચાલવા લાગી. બંને દરરોજ એકબીજાને વીડિયો કોલ કરતા.

આ દરમિયાન યુવતીએ વીડિયો કોલમાં ઘણીવાર ન કરવાનું પણ કર્યું. જો કે, વેપારીને થયું કે હવે રૂબરુ મળીએ કારણ કે વીડિયો કોલમાં વાતોથી મન નથી ભરાતું.તે પછી યુવતીએ એક નજીકની હોટેલમાં રૂમ બુક કરાવવા જણાવ્યું અને પછી વેપારી ખુશ થઈ ગયો. તેણે મોંઘી દાટ હોટેલમાં મળવાનું નક્કી કર્યું અને યુવતીએ પણ આકર્ષક વનપિસ પહેરીને આવવાની વાત કરી.

વેપારી તો 1 કલાક વહેલો જ યુવતિને મળવા હોટેલ પહોંચી ગયો હતો. આ દરમિયાન યુવતી આવી અને પછી બંને હોટેલમાં ગયા. બંને એકબીજાને પહેલીવાર મળ્યા હોવાથી થોડીઘણી વાતો કરી પણ એકદમ જ કોઇએ રૂમનો દરવાજો ખટખટાવ્યો. વેપારી અને યુવતી એકાંતમાં હતા ત્યારે અચાનક 3 શખસો આવ્યા અને કહ્યું કે અમે ક્રાઈમ બ્રાન્ચથી છીએ, તમે બંને એકાંતમાં જે કરી રહ્યા છો એ ખોટું છે. યુવતીના પતિએ પોલીસને જાણ કરી કે એ તો ભાગી ગઈ છે.

FilePic

તે પછી બંનેને પકડીને ગાડીમાં બેસાડ્યા. તે પછી તેઓએ વેપારીને કહ્યુ કે આ કોઈ બીજાની પત્ની છે અને તુ એની સાથે શું કરી રહ્યો છે. એના પતિને જાણ થઈ તો તારા ભૂકા બોલાવી નાખશે. ત્યારે યુવતિ ફરી ગઇ કે હું આને નથી ઓળખતી. આ શખ્સોએ વેપારીને ડરાવી ધમકાવી 1.35 લાખ રૂપિયા રોકડ પચાવી પાડ્યા. વેપારીના રૂપિયાથી ગાડીમાં ગેસ પુરાવ્યો અને બીજી જગ્યાએ લઇ જઇ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને હજારો રૂપિયા ઉપાડી લીધા.

તે પછી આગળ જતા વધુ એક યુવક ગાડીમાં બેઠો અને કહ્યું આ મારી પત્ની છે. તારા પર ખોટો કેસ દુષ્કર્મનો નાખી દઈશ. તે પછી યુવતીએ કહ્યું કે હા તુ 5 લાખ આપ. તે પછી વેપારીને જાણ થઈ કે બધા મળેલા છે. તેણે જેમતેમ કરી 2 લાખમાં મામલો થાળે પાડ્યો અને જીવ બચાવી એક સુમસામ સ્થળે ઉતરવા આજીજી કરી. જો કે હેમખેમ પરત ફર્યા પછી વેપારીએ તાત્કાલિક યુવતી અને અજાણ્યા 3 શખસો વિરૂદ્ધ ફરિયાદ કરી.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina