દિયરે ભાભી પર બગાડી નજર, છૂટાછેડા પછી એકલી રહેતી ભાભીને તાબે કરવા દિયરે હટાવી બધી હદો…

અમદાવાદ / ભાભીને તાબે કરવા વિકૃત દિયરે હદ વટાવી, અડપલા કરતો અને ઘરમાં ઘૂસી.., ફરિયાદ થતાં વટવા પોલીસે દબોચ્યો

ગુજરાતમાંથી ઘણીવાર ભાભી દિયરના સંબંધોને લઈને ખબર આવતી રહે છે. ત્યારે હાલમાં અમદાવાદના વટવામાંથી દિયરે ભાભી પર નજર બગાડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે અને આ મામલે વટવા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. વટવામાં ભાભીની છેડતી કરીને દિયર અશ્લીલ માંગ કરતો અને આખરે દિયરની કરતૂતોથી કંટાળી ભાભીએ પોલીસ ફરિયાદ નોંધાવી અને પછી તેને ઝડપી લેવાયો.

વટવામાં રહેતી એક મહિલા કે જે પતિ સાથે છૂટાછેડા બાદ એકલી રહે છે તેની છેડતી કરી દિયર અશ્લીલ માંગ કરતો હોવાનો આક્ષેપ છે. આરોપી છેલ્લા 3 વર્ષથી એકલવાયું જીવન જીવતી ભાભીને ઘરમાં ઘૂસીને અડપલાં કરતો અને છેડછાડ કરતો. આરોપી અપરણિત હોવાનું અને મજુરી કામ કરતો હોવાનું સામે આવ્યુ છે.

ફરિયાદીના પતિ સાથે 3 વર્ષ પહેલાં છૂટાછેડા થયા હતા અને પછીથી તે એકલવાયું જીવન જીવતી હતી. એટલે દિયરની નજર ભાભી પર બગડી અને તે ભાભીના ઘરે પહોંચી અશ્લીલ માંગ કરતો. તાજેતરમાં પણ દિયર ઘરમાં ઘૂસીને શારીરિક અડપલાં કરતો જેથી દિયરની વિકૃત હરક્તથી ભાભીએ આખરે કંટાળી પોલીસનો સહારો લીધો.

Shah Jina