પણ બે બાળકીઓનો થયો ચમત્કારિક બચાવ, ઘસરકો પણ ન આવ્યો, જુઓ ફોટા
Ahmedabad Accidnet News Update : ગુજરાતમાંથી અકસ્માતની ઘટનાઓ અવાર નવાર સામે આવે છે, ત્યારે ગઇકાલે જ ગોઝારા અકસ્માતની ખબર આવ્યા બાદ આખુ ગુજરાત કંપી ઉઠ્યુ. અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોજારો અકસ્માત સર્જાયો હતો જેમાં 10 લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા પણ હવે આ દર્દનાક ઘટનામાં મૃત્યુઆંક વધીને 11 થયો છે, સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયુ છે.
ગોઝારા અક્સમાતમાં બે બાળકીઓનો થયો ચમત્કારિક બચાવ
જો કે, આ અકસ્માતમાં બે બાળકીઓ એવી છે, જેમનો ચમત્કારિક બચાવ થયો છે. કહેવાય છે ને કે ‘રામ રાખે એને કોણ ચાખે’ આ જ કહેવત સાર્થક થઇ છે. બે બાળકીઓને આટલા મોટા અકસ્માતમાં ઘસરકો પણ નથી આવ્યો. આ બંને બાળકીઓની હોસ્પિટલમાં ડોક્ટર્સ દ્વારા તપાસ કરવામાં આવી છે.
PM અને CMએ વ્યક્ત કર્યો શોક
જણાવી દઇએ કે, અમદાવાદમાં બાવળા-બગોદરા હાઇવે પર થયેલા ગોઝારા અકસ્માત અંગે પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી લખ્યું, અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર થયેલા અકસ્માતની ઘટના હૃદયવિદારક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય એવી પ્રાર્થના.
ચોટીલા દર્શન કરી પરત ફરતા નડ્યો અકસ્માત
આગળ તેમણે લખ્યુ- મારી સંવેદના મૃતકોનાં પરિવારજનોની સાથે છે. ચોટીલા દર્શન કરીને પરત ફરી રહેલા દર્શનાર્થીઓને અમદાવાદ બગોદરા હાઇવે પર અકસ્માત નડ્યો હતો. જેમાં 5 મહિલા, ત્રણ બાળકો અને બે પુરુષોના મોત નિપજ્યા અને તે બાદ સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજતા મૃત્યુઆંક 11 થયો છે.