અમદાવાદમાં બાલ્કનીમાં બે મહિલાને આલિંગન સાથે ચુંબન કરતા યુવકને રહીશોએ પકડ્યો પછી આ રીતે ખેલ પડી દીધો
ગુજરાતમાંથી ઘણીવાર યુવતિઓ અને મહિલાઓ સાથે છેડતી અને બળાત્કારના કિસ્સાઓ સામે આવે છે. ઘણીવાર જ્યારે આ મુદ્દે ફરિયાદ નોંધાય ત્યારે મામલો સામે આવતો હોય છે. જો કે, હાલમાં અમદાવાદમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવક મહિલાઓ સાથે જાહેરમાં જ ગંદી હરકત કરી રહ્યો હતો અને આ મામલે અમદવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં બે મહિલા અને એક યુવક સામે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. આ બધા લોકો સામે જાહેરમાં ગંદી હરકતો કરવાની ફરિયાદ છે. આંબાવાડી વિસ્તારના યમુના એપાર્ટમેન્ટના રહેવાસીઓએ ફરિયાદ કરી હતી કે એક ફ્લેટમાં વારંવાર યુવક અને યુવતીઓ આવે છે.
જે બાદ ફ્લેટના રહીશો, ચેરમેન અને સેક્રેટરી તરફથી વોચ ગોઠવવામાં આવી અને આ દરમિયાન માલુમ પડ્યું કે ફ્લેટની બાલ્કની ખાતે એક યુવક મહિલા સાથે ગંદી હરકતો કરી રહ્યો છે. ત્યારે આ બાબતે તપાસ કરવામાં આવી તો મહિલા અને યુવક ગાઢ આલિંગનમાં હતા અને કિસ પણ કરી રહ્યા હતા. જો કે, સોસોયટીના લોકોએ તમામને રંગેહાથ ઝડપી પાડ્યા. જો કે, યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પ્રથમ માળેથી નીચે પટકાયો હતો. આ મામલે એપાર્ટમેન્ટના લોકો દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.

જે બાદ પોલીસે બે મહિલા અને યુવકની અટકાયત કરી હતી. ઘટનાની વિગત જોઇએ તો, ભાવસાર હોસ્ટેલ નજીક ગગન વિહાર ખાતે રહેતી મહિલા ઘણીવાર યમુના એપાર્ટમેન્ટમાં છોકરા અને છોકરીઓને લઈને આવતી અને રહેણાંક સોસાયટીમાં આવી પ્રવૃત્તિઓને અટકાવવા માટે સોસાયટીના લોકો ભેગા થયા હતા. તે લોકોએ બધાને રંગેહાથ ઝડપી પાડવાનો પ્લાન બનાવ્યો હતો. છેલ્લા આઠથી દસ દિવસથી એક મહિલા યમુના એપાર્ટમેન્ટમાં અલગ અલગ છોકરા અને છોકરીઓને લઈને આવતી અને ત્યારે 18 તારીખના રોજ પણ તે પોતાના ફ્લેટમાં આવી હતી.

તેની સાથે એક છોકરો અને મહિલા પણ હતી. આ મહિલા અને યુવક ફ્લેટની બાલ્કનીમાં ઊભા રહીને અસભ્ય વર્તન કરી રહ્યા હતા. ત્યારે સોસાયટીના રહીશોએ ચેરમેન અને સેક્રેટરીની મદદથી તેમને ઝડપી પાડ્યા અને પોલિસને હવાલે કર્યા હતા. આ યુવક મહિલા સાથે જાહેરમાં જ બિભત્સ વર્તન કરી રહ્યો હતો. કેટલાક અહેવાલ અનુસાર, તપાસમાં સામે આવ્યું કે આ યુવકનું નામ કિશન સોની છે અને તે પ્રેમચંદનગરના વિભાગ-2માં રહે છે.