આગ્રામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પાંચ વકીલો અને એક મહિલાએ મળીને એવી જાળ વીછાવી કે એક વ્યક્તિ તેમાં ફસાઈ ગયો. અને તે એવી રીતે ફસાયો કે પોતાની ઈજ્જત બચાવવા તે લાખો રૂપિયા દાવ પર લગાવવા પણ તૈયાર થઈ ગયો. જોકે પોલીસે આ મામલે તપાસ કરતાં સત્ય બહાર આવ્યું અને તમામ કાવતરાખોરોની ધરપકડ કરવામાં આવી. આગ્રાના હરિ પર્વત પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો.
આ કેસમાં તેણે રાહુલ નામના વ્યક્તિ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. કેસ નોંધાયા બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી અને પછી મોટું ષડયંત્ર ખુલ્યું. જ્યારે પોલીસે આ મામલાની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ સમગ્ર મામલામાં મહિલાની સાથે ત્રણ વકીલ પણ સામેલ છે અને તેના કહેવા પર આ કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે જ રાહુલે કેસ નોંધાયા બાદ બે વકીલો સાથે પણ વાત કરી હતી અને કેસ ટાળવાની માહિતી મેળવી હતી. પણ રાહુલનું બદનસીબ કહો કે મોટી મિલીભગત, આ બે વકીલો પણ બીજા ત્રણ વકીલોના સાથી નીકળ્યા.
આ પછી પાંચેય વકીલોએ મળીને રાહુલ પર દબાણ શરૂ કર્યું. તેને કહેવામાં આવ્યું કે જો તમે આ મામલાને ટાળવા માંગતા હોવ તો પીડિતાને પાંચ લાખ રૂપિયા આપો અને આ કેસ અહીં જ ખતમ થઈ જશે. રાહુલ પણ તેમની વાત સાથે સંમત થઇ ગયો. પરંતુ પોલીસે આ મામલે ઝીણવટભરી તપાસ કરતાં પાંચેય વકીલોની મિલીભગત અને ખોટો કેસ દાખલ કર્યાની પોલીસને જાણ થઈ હતી.
રાહુલ વકીલોને 3 લાખ રૂપિયા આપવા માટે નિર્ધારિત જગ્યાએ પહોંચતા જ પોલીસ ત્યાં પહોંચી ગઈ અને આ દરમિયાન પોલીસે ત્રણ વકીલ અને એક મહિલાની ધરપકડ કરી હતી. આ સાથે ત્રણ લાખ રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે કહ્યું કે જ્યારે મહિલાએ રાહુલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો ત્યારથી તે શંકાસ્પદ લાગતુ હતુ. પોલીસે આ મામલાની સઘન તપાસ કરી અને મહિલાના સતત સંપર્કમાં રહેતા પાંચ વકીલોની હાજરી પ્રકાશમાં આવી હતી.
જે બાદ પોલીસે મામલાની ઝીણવટભરી તપાસ કરી અને સત્ય બહાર આવ્યું. એસપી સિટી આગ્રાના જણાવ્યા અનુસાર, આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યા બાદ ત્રણ વકીલો અને એક મહિલાને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. ત્યાં બે વકીલો ફરાર થઈ ગયા છે, જેમની શોધ ચાલી રહી છે. એસપી સિટીએ જણાવ્યું કે, આરોપીઓ દ્વારા અગાઉ પણ આવી ઘટનાઓ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ ફરિયાદી સામે આવી નથી.