પત્ની પૂજાનો ચાલી રહ્યો હતો માસીના છોકરા સાથે પ્રેમ સંબંધ, આપત્તિજનક હાલતમાં પકડાઈ ગયા તો છેલ્લે આવ્યો ખોફનાક અંજામ

પરિણીતા પૂજા માસીના છોકરા સાથે આપત્તિજનક હાલતમાં પકડાઈ ગઈ અને પત્નીની બેવફાઈનો છેલ્લે એવો દર્દનાક અંજામ આવ્યો કે તમારી આત્મા કંપી જવાની છે સાંભળીને

ગુજરાત સમેત સમગ્ર દેશમાંથી હત્યાના ઘણા ચકચારી કિસ્સાઓ સામે આવે છે. જેમાં હત્યાનું કારણ કેટલીક વાર અંગત અદાવત હોય છે, અથવા તો પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધ.. ઘણીવાર લગ્નેતર સંબંધોને કારણે કરવામાં આવતી હત્યા ખૂબ ચોંકાવનારી પણ હોય છે. ત્યારે હાલમાં જ એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પરણિતા અને તેના પ્રેમીની રસ્તા પર હત્યા કરી દેવામાં આવી છે. આગ્રાના સુશીલ નગરમાં શુક્રવારના રોજ ધોળા દિવસે પરિણીત મહિલા પૂજા અને તેના પ્રેમી શિવમની હત્યા કરવામાં આવી હતી. હત્યાના આરોપી પૂજાના પતિ ગૌરવ સિસોદિયાએ પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તે ચાંદીની પાયલ બનાવવાનું કામ કરે છે.

પૂજા

તેનો માસીનો છોકરો શિવમ પણ આવું જ કરતો હતો. તેની પત્ની પૂજા અને શિવમ વચ્ચે પ્રેમ સંબંધ હતો. તેથી તેણે બંનેને મારી નાખ્યા. તેને તેનો અફસોસ નથી. તેણે એવું પણ કહ્યુ હતુ કે, આ જે હાલમાં બન્યું તે ઘણા સમય પહેલા થવું જોઈતુ હતુ. જણાવી દઇએ કે, પૂજાના લગ્ન ગૌરવ સાથે 7 વર્ષ પહેલા થયા હતા. પરિવારજનોએ જણાવ્યું કે ગૌરવ તેની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. પરંતુ તેના પિતરાઈ ભાઈ શિવમે તેની પત્ની પૂજાને પ્રેમજાળમાં ફસાવી અને તેનું ઘર તોડ્યુ હતુ. ગૌરવે કહ્યુ- મારા પિતરાઈ ભાઈ શિવમે પૂજા સાથે લગ્ન કરવાની વાત કરી હતી.

શિવમ

10મી એપ્રિલે પૂજા તેના કહેવા પર જ પિયર ઘરે ગઈ હતી. ગૌરવે કહ્યું કે પૂજાએ તેના પરિવારને કહ્યું હતું કે હું અને મારો પરિવાર તેની સાથે મારપીટ કરતા હતા. પત્નીએ કરેલા આક્ષેપોથી તે ચોંકી ગયો હતો. આ પછી જ તેને શિવન અને પૂજા વિશેની બધી જાણ થઇ. પત્નીની બેવફાઈ અને ભાઈના વિશ્વાસઘાત બાદ આરોપી ગૌરવ બદલો લેવા માંગતો હતો અને તેના મનમાં જે ચાલી રહ્યું હતું તે તેણે એક મહિના પહેલા સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરીને વ્યક્ત પણ કર્યું હતું. ગૌરવે એક મહિના પહેલા તેની યુટ્યુબ ચેનલ પર છ વીડિયો પોસ્ટ કર્યા હતા.

ગૌરવ

પહેલા વીડિયોમાં તેણે કહ્યું કે સિંહ જંગલનો રાજા છે, પરંતુ કેટલાક શિયાળ એ સમજવાની કોશિશ કરે છે કે જો સિંહ શાંત બેઠો હોય તો શિયાળ જંગલનો રાજા છે, તો હું તે શિયાળને કહેવા માંગુ છું કે જો સિંહ શાંત હોય તો એવું ન વિચારો કે તે વૃદ્ધ થઈ ગયો છે, પણ સિંહ હજુ જીવતો છે. જે બાદ બીજા વીડિયોમાં તેણે કહ્યું હતુ કે મિત્રતા અને દુશ્મની બંને જાળવી રાખવા માટે ઘરમાં તાળા લગાવવા પડે છે. લડાઈ-ઝઘડાનો ડર નથી હોતો, માતા-પિતાનું સન્માન પણ કંઈક હોય છે. આ ઉપરાંત ત્રીજા વિડિયોમાં તેણે કહ્યું કે જો પક્ષી બીજા કોઈ દાણાથી ટેવાઈ જાય તો તેને મુક્ત કરી દેવો જોઈએ અને તેણે છેલ્લા એટલે કે ચોથા વીડિયોમાં કહ્યુ કે દુનિયાથી દૂર, પોતાનામાં એક મસ્ત કલંદર છે.

અભિષેક

મારી અંદર જુસ્સાનો મહાસાગર છે. તારા હાથમાં મારા ઈરાદામાં ખંજર છે. ઉલ્લેખનીય છે કે, આરોપી ગૌરવ 21 મેના રોજ મૃતક પૂજાને પિયરથી લઇને આવ્યો હતો. ત્યારથી તે તેના પર નજર રાખી રહ્યો હતો. હત્યાના દિવસે એટલે કે શુક્રવારે પૂજાના ફોન પર બે મિસ્ડ કોલ આવ્યા હતા. આનાથી તેને શંકા ગઇ અને જયારે ત્રીજી વખત ફોન આવ્યો ત્યારે તેણે ફોન ઉપાડીને સ્પીકર પર મૂક્યો અને પૂજાને આપ્યો. ફોનમાં પૂજાની કોઇ ઓળખીતી સ્ત્રી વાત કરી રહી હતી. તેણે કહ્યું લે શિવાની સાથે વાત કર. જે બાદ શિવાનીની જગ્યાએ શિવમનો અવાજ આવ્યો હતો.

શિવમે પૂજાને કહ્યું કે ના પાડી હતી, તો પણ તું પાછી આવી. આપણી વાત હતી કે તું ગૌરવને છૂટાછેડા આપીને કેસ કરીશ. જો કે, શિવમને ખબર ન હતી કે ગૌરવ આ બધું સાંભળી રહ્યો હતો. આના પર પૂજા શિવમને કહે છે કે તેને તેની ભૂલનો અહેસાસ થયો છે. તે તેના પતિ સાથે રહેવા માંગે છે. પરંતુ શિવમ સંમત ન થયો. તેણે કહ્યું કે તે તેને ફોન આપવા ઘરે આવી રહ્યો છે. આના પર ગૌરવે પૂજાને બે વાગે ફોન કરવાનો ઈશારો કર્યો. ડરના કારણે પૂજાએ તેને બે વાગ્યે ફોન કર્યો. ગૌરવે તેની પત્ની પાસેથી ફોન આંચકી લીધો. આ પછી તેના પિતા મદન અને નાના ભાઈ અભિષેક સાથે મળીને ગૌરવે હત્યાનું કાવતરું રચ્યુ.

હત્યા માટે બે લાકડીઓ લાવવામાં આવી હતી. બપોરે 2 વાગે શિવમ આવતાની સાથે જ તેના પર હુમલો કરવામાં આવ્યો. ગૌરવ અને તેના પિતાએ લાકડી વડે તેને માર માર્યો. શિવમ દોડ્યો પરંતુ ત્રણેય જણા તેને શેરીના વળાંક પર પડતો મૂક્યો. જે બાદ તેની હત્યા કરી નાખી.શિવમની હત્યા કર્યા બાદ ગૌરવ, તેનો ભાઈ અને પિતા ત્રણેય ઘરમાં ઘૂસી ગયા હતા. ગૌરવનો ભાઈ અભિષેક પૂજાને બહાર લઈ ગયો અને તેણે તેની હત્યા કરી નાખી.

 

Shah Jina