આ કારણથી હતો યુવક પરેશાન તો ફોન કરીને આપી દીધી તાજમહેલને ઉડાવી દેવાની ધમકી, પોલીસે ઝડપી લીધો

દુનિયાના સાત અજાયબીઓમાંના એક તાજમહેલમાં બોમ્બની ખબર મળી હતી, પરંતુ આ ખબર ફર્જી નીકળી. જો કે, સૂચના મળ્યા બાદ અંદર હાજર પર્યટકોને બહાર નીકાળી દેવામાં આવ્યા હતા. તેમજ તાજમહેલના દરવાજાઓને પણ બંધ કરી દેવામાં આવ્યા હતા.

પોલિસને કોઇ અજ્ઞાત વ્યક્તિએ ફોન પર વિસ્ફોટકની સૂચના આપી હતી. જો કે, તેને હિરાસતમાં લઇ લેવામાં આવ્યો છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યુ કે, તે યુવક નોકરી ન મળવાને કારણે પરેશાન હતો. જો કે, હવે તાજમહેલને ફરી ખોલી દેવામાં આવ્યો છે.

પોલિસે જણાવ્યુ, અજ્ઞાત વ્યક્તિ દ્વારા 112 પર તાજમહેલમાં બોમ્બ હોવાની સૂચના અપાઈ હતી. ADG આગ્રા ઝોન રાજીવ કૃષ્ણાએ આ અંગે પુષ્ટિ કરી હતી. સુરક્ષા કારણોસર પર્યટકોનો તાજમહેલમાં પ્રવેશ બંધ કરી દેવાયો હતો. તાજમહેલ સંપૂર્ણ ખાલી કરાવી દેવાયો હતો..

બોમ્બની સૂચના મળતા જ આસપાસના બજારો પણ બંધ કરાવવામાં આવ્યા હતા. બોમ્બ સ્કોવડ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી. ગંભીર બાબતને લઇને સેનાને પણ બોલાવવામાં આવી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. જો કે, હાલ ઓપરેશન સમાપ્ત થઇ ચૂક્યુ છે.

ઉલ્લેખનીય છે કે, હજારોની સંખ્યામાં લોકો તાજમહેલ જોવા આવે છે. માત્ર દેશ જ નહિ પરંતુ વિદેશથી પણ સહેલાણીઓ આવતા હોય છે.

Shah Jina