વૃદ્ધે DM ના નામે કરી દીધી કરોડોની પ્રોપર્ટી, કળયુગના દીકરાઓનો ફોડ્યો ભાંડો

આ વૃ્દ્ધે પોતાની 3 કરોડની સંપત્તિ ડીએમના નામે કેમ કરી દીધી ? ગણેશ શંકરને ઘરે 3 છોકરા છે તો પણ…

માતા-પિતા પોતાના બાળકોના સારા ઉછેર માટે શું કરતા નથી, પરંતુ કેટલીકવાર બાળકો તેમના માતા-પિતાના બલિદાનને ભૂલી જાય છે, અને વૃદ્ધાવસ્થામાં તેમને એકલા છોડી દે છે. આવું જ કંઈક આગરાના વૃદ્ધ ગણેશ શંકર પાંડે સાથે થયું છે. ગણેશ શંકરની ઉંમર 88 વર્ષની છે, તેમને ત્રણ પુત્રો અને બે પુત્રીઓ છે, તેમ છતાં તેમણે પોતાની તમામ મિલકત જિલ્લા મેજિસ્ટ્રેટ (DM)ને આપી દીધી છે. તેમની મિલકતની અંદાજિત કિંમત 3 કરોડ જણાવવામાં આવી રહી છે.

વર્ષ 1983માં ગણેશ શંકરે તેમના ત્રણ ભાઈઓ નરેશ શંકર, રઘુનાથ અને અજય શંકર પાંડે સાથે મળીને આગ્રાના છટા વિસ્તારમાં એક આલીશાન ઘર બનાવ્યું હતું. સમય વીતતો ગયો અને ભાઈઓ અલગ થઈ ગયા. ઘરનું વિભાજન થયું અને ગણેશ શંકરના હિસ્સામાં ચોથા ભાગની એટલે કે 250 યાર્ડ જમીન આવી. આજે આ 250 યાર્ડ જમીન પર બનેલા ગણેશ શંકરના ઘરની કિંમત લગભગ રૂ  3 કરોડ છે. તેમણે આ ઘર જિલ્લા મેજિસ્ટ્રેટના નામે કરી દીધુ.

ગણેશ શંકરે પોતાની વસિયતમાં લખ્યું છે કે, “હું હાલમાં શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ છું, અને મારી બધી મિલકતનો માલિક છું. મારી મોત પછી મારા હિસ્સાની જમીન ડીએમ આગ્રાના નામે થઈ જશે. ગણેશ શંકરના આ નિર્ણય પર આગ્રા સિટી મેજિસ્ટ્રેટ પ્રતિપાલ ચૌહાણે જણાવ્યું કે તેમને વસિયતનામું મળી ગયું છે. વૃદ્ધ ગણેશ શંકર પાંડેએ તેમની તમામ મિલકત જિલ્લા અધિકારીના નામે કરી છે. તેમણે આગ્રાના ડીએમના નામે જે જમીન આપી છે જેની કિંમત લગભગ 3 કરોડ રૂપિયા છે.

Shah Jina