પતિ ઘરમાં ઘૂસ્યો, પ્રેમીને બાથરૂમમાં કર્યો બંધ, પિટાઇ કરીને દોરડાથી બ્લોગર પત્નીના હાથ બાંધી ચોથા માળેથી નીચે ફેકી

મોટી હસ્તી 33 વર્ષિય બ્લોગરનો હાથ બાંધી પતિએ ચોથા માળેથી ફેંકી, પોલીસે આટલા બધા લોકોને ઝડપી લીધા

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી હત્યાના અનેક ચકચારી કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર અંગત અદાવત તો ઘણીવાર બદલો લેવાની આડમાં તો ક્યારેક પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધમાં હત્યા કરી નાખવામાં આવતી હોય છે. ત્યારે હાલમાં એક બ્લોગરની હત્યાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. દિલ્હી-એનસીઆરના ગાઝિયાબાદથી બહાર આવેલા એક બ્લોગરની હત્યાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. ગાઝિયાબાદની રહેવાસી રિતિકા સિંહ નામની બ્લોગરની આગરામાં હત્યા કરવામાં આવી હતી.

રિતિકાને હાથ બાંધીને ચોથા માળેથી નીચે ફેંકવામાં આવી હતી. પોલીસે શંકાના આધારે રિતિકાના પતિ આકાશ અને અન્ય બેની અટકાયત કરી છે. આ મામલો સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. રિતિકા ફેશન અને ફૂડ બ્લોગર હતી અને સોશિયલ સાઇટ્સ પર ઘણી એક્ટિવ રહેતી હતી. રિતિકા તેના લિવ-ઈન પાર્ટનર વિપુલ અગ્રવાલ સાથે આગ્રામાં રહેતી હતી. બંને અઢી મહિના પહેલા જ આગ્રાના ઓમશ્રી પ્લેટિનમ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયા હતા.

કથિત આરોપી આકાશ અને રિતિકાના લગ્ન 2014માં થયા હતા. લગ્ન પછી આકાશે કંઈ કર્યું નહિ. આવી સ્થિતિમાં રિતિકાએ ફિરોઝાબાદની સ્કૂલમાં કામ કરવાનું શરૂ કર્યું. આકાશ સાથે ઝઘડો થતાં તે અલગ થઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે બપોરે 12 વાગ્યા આસપાસ ત્રણ યુવકો અને બે મહિલાઓ રિતિકના ફ્લેટ પર આવ્યા હતા. આ લોકોને ગાર્ડે રોક્યા પણ આકાશને કારણે બધાને એન્ટ્રી મળી ગઈ. આ બધું સીસીટીવી ફૂટેજમાં કેદ થયું હતુ. એપાર્ટમેન્ટના લોકોને કંઈક પડવાનો અવાજ સાંભળ્યો હતો અને જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે તેમણે રિતિકાને લોહીથી લથપથ જોઈ હતી.

રિતિકા આગ્રાના ઓમશ્રી પ્લેટિનમ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 401માં રહેતી હતી. રિતિકાએ પોતાને બચાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો હતો.પતિ આકાશ આવતાની સાથે જ તેને માર મારવા લાગ્યો.જ્યારે વિપુલ બચાવવા આવ્યો ત્યારે આકાશ અને તેના સાથીઓએ તેને હાથ બાંધીને બાથરૂમમાં બંધ કરી દીધો હતો. તેણે ચીસો પણ પાડી પરંતુ કોઈ આવ્યું નહિ. લોકોના કહેવા પ્રમાણે જ્યારે રિતિકા પડી ત્યારે આકાશ ત્યાં પહોંચી ગયો હતો અને તેને જે દોરડા વડે બાંધી હતી તે ખોલવા લાગ્યો હતો.ગુરુવારે રિતિકાએ તેની માતા સાથે વાત કરી હતી. તે સમયે તે ખૂબ જ પરેશાન હતી.

તેણે કહ્યું હતું કે તે શુક્રવારે ગાઝિયાબાદ આવશે. પરિવારજનો તેના આવવાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ સાંજે તેની હત્યાના સમાચાર મળ્યા. આકાશથી અલગ થયાના ત્રણ વર્ષ બાદ રિતિકા ફેસબુક દ્વારા વિપુલના સંપર્કમાં આવી હતી. વર્ષ 2018માં તે વિપુલ સાથે રહેવા લાગી હતી. રિતિકાના ઈન્સ્ટાગ્રામ પર 44 હજારથી વધુ ફોલોઅર્સ છે. તે અવારનવાર ફેશન, ટ્રાવેલ અને ફૂડને લગતા વીડિયો શેર કરતી હતી. રિતિકાની હત્યા બાદ વિપુલે પોલીસને જણાવ્યું હતું કે શુક્રવારે સવારે તે અને રિતિકા ફ્લેટમાં હતા.

ત્યારબાદ રિતિકાનો પતિ આકાશ, બે યુવક અને બે યુવતીઓ ફ્લેટ પર પહોંચી ગયા હતા. ફ્લેટનો ગેટ ખૂલતાની સાથે જ તેઓએ માર મારવાનું શરૂ કર્યું હતું.વિપુલના કહેવા મુજબ તેને માર માર્યા બાદ તેના હાથ રૂમાલથી બાંધવામાં આવ્યા અને તેને બાથરૂમમાં બંધ કરી દેવાયો. ત્યારબાદ રીતિકાને માર માર્યા બાદ તેના હાથ પણ દોરડાથી બાંધી દેવામાં આવ્યા હતા. આ પછી આરોપીએ તેને બાલ્કનીમાંથી નીચે ફેંકી દીધી.

ફ્લેટની બહાર પાડોશીઓ એકઠા થઈ જતાં તેમાંથી બે ભાગી ગયા હતા, જ્યારે આકાશ અને બે મહિલાઓને પકડીને પોલીસને હવાલે કર્યા હતા. આઈપીસીની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી રહી છે. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસ વધુ તપાસ માટે એપાર્ટમેન્ટના સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે.

Shah Jina