પંજાબમાં રહેતા એક પરિવાર સાથે અજીબો-ગરીબ કિસ્સો બન્યો છે. જ જેમાં એક એજન્ટ એક પરિવારને એનઆરઆઈ યુવિતની ફોટો દેખાડી આ પરિવારના યુવક સાથે લગ્ન કરવાનો વાયદો કર્યો હતો. એજન્ટે આ માટે 3 લાખ રૂપિયા એડવાન્સ લઇ લગ્નની તારીખ પણ નક્કી કરી હતી. પરંતુ જયારે છોકરાવાળા જાન લઈને પહોંચ્યા ત્યારે ખબર પડી કે તેની સાથે ઠગાઈ થઇ છે. કારણકે ત્યાં છોકરીવાળા હાજર જ ના હતા.

એક રિપોર્ટ અનુસાર, ગુરપ્રીટ સિંહ તેના પુત્ર ગુરુભેજને વિદેશ મોકલવા માંગત હતા. ત્યારે તેની મુલાકાત અમનદીપ સિંહ ઉર્ફે મનદીપસિંહ સાથે થઇ હતી. અમનદીપ એક ટ્રાવેલ એજન્ટ હતો. જેને ગુરુપ્રીતને જણાવ્યું હતું કે તેને ઘણા યુવકોને વિદેશ મોકલ્યા છે. તે ગુરુભેજને પણ વિદેશ મોકલી દેશે. ત્યારબાદ રમનપ્રિત નામની યુવતીની તસ્વીર દેખાડી કહ્યું કે, તેની પાસે જર્મનની નાગરિકતા છે અને હાલ ફિરોજપુર છે. જો તે ગુરુભેજનાં લગ્ન રમનપ્રિત સાથે કરાવી દે તો ગુરુભેજને વિદેશ જવા મળશે. ત્યારબાદ લગ્નની તારીખ નક્કી કરી અમનદીપને 3 લાખ રૂપિયા એડવાન્સ પણ આપી દઈ યુવતીના માતાપિતા તરીકે 2 લોકો સાથે વાત પણ કરાવી હતી.

25 મેં ના રોજ પરિવારજનો ફિરોજપુર જાનને લઈને ગયા ત્યારે ત્યાં કોને ના જોતા અમનદીપને કોલ કર્યો હતો. પરંતુ તેનો ફોન સ્વીચઓફ આવતો હતો. ત્યારે તેને અહેસાસ થયો કે તેની સાથે છેતરપિંડી થઇ છે. ત્યારબાદ પરિવારજનો પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.