બોલીવુડમાં અભિનેતાઓ હોય કે અભિનેત્રીઓ દરેક કોઈ પોતાના ફિટનેસ પર પૂરતું ધ્યાન આપે છે. જેમના અમુક અભિનેતાઓ એવા પણ છે કે જેમણે યુવાનીને પાર કરીને જબરદસ્ત બોડી બનાવી હતી. આવો તો તમને જણાવીએ એવા અભિનેતાઓ વિશે જેમણે ઢળતી ઉંમરની સાથે 60 ની ઉંમર પાર કરીને એવી જબરદસ્ત બૉડી બનાવી કે આજના યુવાન અભિનેતાઓને પણ ટક્કર આપી શકે તેમ છે.

1. સની દેઓલ:
બોલીવુડમાં એક્શન હીરોના નામે પોતાની જગ્યા બનાવનારા 63 વર્ષના સની દેઓલે ફિટનેસની બાબતમાં સારા સારા ને પાછળ છોડી દીધા છે. આટલી ઉંમરે પણ સની દેઓલ પોતાની ફિટનેસ પર પૂરતું ધ્યાન આપે છે અને રોજના બે કલાક કસરત કરે છે.

2. શાહરુખ ખાન:
બોલીવુડના કિંગ ખાને 54 વર્ષનીઉંમરે જબરદસ્ત બોડી બનાવી રાખી છે. શાહરૂખે ફિલ્મ ઓમ શાંતિ ઓમ માં સિક્સ એબ્સ દેખાડીને દરેકને ચોંકાવી દીધા હતા.

3. સલમાન ખાન:
50 ની ઉમર પાર કરેલા સલમાન ખાનની બોડી પર દરેક કોઈ ફિદા છે. સલમાન ખાન ક્યારેય પણ પોતાનું વર્કઆઉટ કરવાનું નથી ચુકતા.

4. સુનિલ શેટ્ટી:
59 વર્ષના સુનિલ શેટ્ટી પોતાની ફિલ્મોની સાથે સાથે દમદાર બોડીને લીધે પણ ઓળખવામાં આવે છે. તે પોતાની ફિટનેસ યથાવત રાખવામાં કલાકો સુધી પરસેવો વહાવે છે.

5. અનિલ કપૂર:
લોકડાઉનમાં અનિલ કપૂરે ખાલી સમયનો ઉપયોગ પોતાની બોડીને દાડમાર બનાવવામાં કર્યો હતો. 63 વર્ષના અનિલ કપૂરે પોતાની દમદાર બોડીની તસ્વીર પણ શેર કરી હતી અને લખ્યું કે,”જ્યારે તમારી મસલ્સ ચેહરા કરતા વધારે બેસ્ટ જોવા મળે”.

6. જૈકી શ્રોફ:
ઢળતી ઉંમરની સાથે સાથે જૈકી શ્રોફે પોતાની ફિટનેસ યથાવત રાખી છે. 63 વર્ષના જૈકી શ્રોફે અમુક વર્ષ પહેલા પોતાની બોડીને શો કરતી તસ્વીર ટાઇગર શ્રોફ સાથે પોસ્ટ કરી હતી. જેમાં તેની દમદાર બોડી જોઈને ચાહકો હેરાન રહી ગયા હતા.

7. આમિર ખાન:
આમિર ખાનની બોડીને જોઈને એ નહિ કહી શકાય કે તેની ઉંમર 55 વર્ષ છે. દંગલ અને ગજની જેવી ફિલ્મોમાં તેણે પોતાની દમદાર બૉડીથી દરેકને ચોંકાવી દીધા હતા.

8. જાવેદ જાફરી:
56 વર્ષના જાવેદ જાફરી આજે પણ પોતાની ફિટનેસ પર પૂરું ધ્યાન આપે છે. અમુક સમય પહેલા તેણે પોતાની શર્ટલેસ તવસીર શેર કરીને દરેકને ચોંકાવી દીધા હતા, જેમાં તેની દમદાર બોડી દેખાઈ રહી હતી.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.