ખબર

“આ ઉંમરના લોકોને છે કોરોનાથી ઓછો ખતરો, પહેલીવાર WHO એ આપ્યા સારા સમાચાર

કોરોના વાયરસને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા તબક્કાવાર અલગ અલગ ચેતવણીઓ આપવામાં આવી છે તો આ દરમિયાન જ ડબ્લ્યુએચઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે 20 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં કોરોના વાયરસનો ખતરો ઓછા પ્રમાણમાં જોવા મળે છે.

Image Source

WHO દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે હાલ આવેલા કોરોના વાયરસના આંકડાઓ પ્રમાણે 20 વર્ષથી ઓછી ઉંમરના લોકોની સંખ્યા 10 ટકાથી પણ ઓછી છે. આ ઉંમરના લોકોમાં ફક્ત 0.2 ટકા લોકોના જ મૃત્યુ થયા છે.

Image Source

આની પાછળનું કારણ WHO દ્વારા જણાવામાં આવ્યું હતું કે આ ઉંમરના લોકોમાં રોગ પ્રતિકારક ક્ષમતા સારા પ્રમાણમાં હોય છે. પરંતુ ચિંતા જનક વાત એ છે કે કેટલાક દેશોમાં કોરોના વાયરસ પરત ફરવાનું કારણ પણ આ ઉંમરના લોકો જ છે. કારણ કે આ ઉંમરના લોકો તેને ફેલાવવાનું માધ્યમ પણ બને છે.

Image Source

તો આ વાયરસની સૌથી વધારે અસર બાળકો ઉપર થતી હોવાનું પણ WHO દ્વારા કહેવામાં આવ્યું છે. જે પ્રમાણે શાળા કોલેજ ખોલવામાં ઉતાવળ ના કરવી જોઈએ એવું પણ WHO દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.