મનોરંજન

20 વર્ષથી પણ નાની ઉંમરની આ અભિનેત્રીઓએ કમાણીની બાબતમાં મોટી અભિનેત્રીઓને પણ રાખી દીધી પાછળ

ટીવી ઉપર આવવું એ દરેકનું સપનું હોય છે  અને એમાં પણ અભિનય કરીને કરોડો દિલોમાં રાજ કરવું કોને ના ગમે, એકવાર તમારો અભિનય અને આવડત લોકોને ગમી ગઈ પછી તો તમારા ચાહકો દિવસેને દિવસે વધતા જ જવાના છે, ચાહકોની સાથે તમારી કમાણી પણ વધવાની જ છે. આજે આપણે ટીવી સિરિયલની કેટલીક એવી અભિનેત્રીઓ વિશે વાત કરીશું જેમની ઉંમર તો હજુ સ્કૂલમાં જવાની છે પરંતુ પોતાના અભિનયથી તે કમાણીની બાબતમાં પણ ઘણી જ આગળ નીકળી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Reem Sameer Shaikh (@reem_sameer8) on

રિમ શેખ:
“તુજસે હે રાબતા” ટીવી સીરિયલમાં કલ્યાણીનો કિરદાર નિભાવતી રિમ શેખ અત્યારે ઘણી જ લોકપ્રિય છે. રિમ શેખની ઉંમર હાલ 16 વર્ષની જ છે અને તે “તુજસે હે રાબતા”ના એક ભાગ માટે 25 હજાર રૂપિયા ફી લે છે. તેનો અભિનય અને  અદાકારીના લોકો ઘરઘરમાં દીવાના છે.

 

View this post on Instagram

 

A post shared by Ashnoor Kaur (@ashnoorkaur) on

અશ્નુર કૌર:
અશ્નુર કૌરને ઓળખ “યે રિશ્તા ક્યાં કહેલાતા હે”માં નાની નાયરના અભિનયથી મળી હતી. અત્યારે તે સોની ટીવીના પ્રખ્યાત શો “પટિયાલા બેબ્સ”માં મીનીનો અભિનય કરી રહી છે, પોતાના સારા દેખાવ સાથે પોતાના અભિનયથી પણ તે  જીતવામાં સફળ રહી છે. હાલમાં જ તેને 10માં ધોરણની પરીક્ષા 93% સાથે પાસ પણ કરી છે. તેની ઉંમર હાલ 15 વર્ષની છે પરંતુ તે એક ધારાવાહિક માટે 45 હજાર રૂપિયા ચાર્જ લે છે.

 

View this post on Instagram

 

A post shared by Jannat Zubair Rahmani (@jannatzubair29) on

જન્નત જુબૈર:
17 વર્ષની અભિનેત્રી જન્નત જુબૈરને “ફૂલવા” ધારાવાહિકમાં નાની ફૂલવાથી લોકો  લાગ્યા હતા. કલર્સ ચેનલ ઉપર આવતી ધારાવાહિક “તૂ આશિકી”માં તેનો અભિનય ખુબ જ ચર્ચામાં આવ્યો હતો, તે એક ધારાવાહિક માટે 40 હજાર સુધીનો ચાર્જ લે છે.

 

View this post on Instagram

 

A post shared by Anushka Sen (@anushkasen0408) on

અનુષ્કા સેન:
અનુષ્કા “બાલવીર” ધારાવાહિકમાં જોવા મળી હતી ત્યાર પછી તે અત્યારે “ઝાંસી કી રાની” ધારાવાહિકમાં મુખ્ય કિરદારમાં જોવા મળી રહી છે, 17 વર્ષની અનુષ્કાને એક એપિસોડ માટે 48 હજાર રૂપિયા આપવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Avneet Kaur Official (@avneetkaur_13) on

અવનિત કૌર:
“અલાદીન” ધારાવાહિકથી પ્રખ્યાત થયેલી અવનિત ની ઉંમર માત્ર 18 વર્ષની છે, તેનો ચાહકવર્ગ પણ ખુબ જ વિશાળ છે, અવનિત એક ધારાવાહિક માટે 30 હજાર રૂપિયા સુધીનો ચાર્જ લે છે.

 

View this post on Instagram

 

A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) on

અદિતિ ભાટિયા:
20 વર્ષની અદિતિ ભાટિયાએ બાળપણથી જ ટીવી ઉપર કામ કરવાનું શરુ કર્યું હતું, આજે તે ઘણી જાહેરાતો ઉપરાંત સ્ટાર પ્લસની પ્રખ્યાત ધારાવાહિક “યે હે મોહબ્બતે” માં રુહી ભલ્લાનો અભિનય કરી રહી છે. તેને એક ધારાવાહિકના ભાગ માટે 50 હજાર રૂપિયા સુધી આપવામાં આવે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.