ખબર ખેલ જગત દિલધડક સ્ટોરી

ઉંમરમાં મોટો તફાવત હોવા છતાં, આ 8 ક્રિકેટરોનું લગ્ન જીવન છે એકદમ ફર્સ્ટક્લાસ

કોણ છે એના પાર્ટનર થી મોટું કે નાનું, રસપ્રદ લેખ

જીવનસાથીની પસંદગી કરતી વખતે મોટાભાગના લોકો ઉંમર પર વધુ ભાર મૂકે છે. પ્રયાસ એ જ હોય છે કે જીવનસાથી કાં તો આપણી ઉંમરનો હોય અથવા પુરુષ કરતા સ્ત્રી વયમાં બે-ત્રણ વર્ષ નાની હોય. જેથી એકબીજાને વધુ સારી રીતે સમજી શકે. પરંતુ જ્યારે કોઈ પ્રેમમાં પડે છે, ત્યારે બધી વિચારસરણી નકામી થઈ જાય છે. ઉંમરનું કોઈ બંધન રહી નથી જતું. ત્યારે આજે અમે તમને એવા ઘણા ક્રિકેટરો વિશે જણાવીશું કે જેમણે ઉંમરના તફાવતને ધ્યાનમાં લીધા વિના, તેમના દિલની વાત સાંભળી અને તેમના મનપસંદ જીવન સાથીને પસંદ કર્યા.

આ ક્રિકેટરો અને તેમની પત્નીઓ વચ્ચે ઉંમરમાં મોટો તફાવત હોવા છતાં લગ્ન જીવન પણ ખૂબ જ ખુશી-ખુશીથી પસાર થઇ રહ્યું છે. તેમાં સચિન-અંજલિ, શિખર ધવન-આયેશા મુખર્જી સહિતના પાકિસ્તાની અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો પણ સામેલ છે.

Image Source

ધોનીએ સાત વર્ષ નાની સાક્ષી સાથે કર્યા લગ્ન –

એક સમયે ટિમ ઇન્ડિયાના કેપ્ટન રહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ સાક્ષી સાથે લગ્ન કર્યા છે, જે તેમના કરતા સાત વર્ષ નાની છે અને બંનેની એક દીકરી પણ છે, જેનું નામ ઝીવા છે. તેમના લગ્ન જીવનમાં તેમની ઉંમર વચ્ચેનો તફાવત ક્યારેય આડો નથી આવતો, પણ બંને વચ્ચે બોન્ડિંગ વધુ સારું થયું છે.

Image Source

સચીનથી છ વર્ષ મોટી છે તેમની પત્ની –

માસ્ટર-બ્લાસ્ટર સચિન તેંડુલકરે વ્યવસાયે ડોક્ટર અંજલિ સાથે લગ્ન કર્યા છે, જે તેમના કરતા ઉંમરમાં છ વર્ષ મોટી છે. તેમના લગ્નને ઘણો લાંબો સમય થઇ ચુક્યો છે, પરંતુ ક્યારેય પણ કોઈ પણ તકલીફોની ખબરો સામે નથી આવી. એવામાં તેમની પાસેથી તો શીખ લેવી જોઈએ કે ઉંમરમાં તફાવત હોવાથી એકબીજાને સમજવું ઘણું સરળ થઇ જાય છે. હાલ તેમના બે બાળકો છે – સારા અને અર્જુન.

Image Source

શિખર ધવનથી આટલી મોટી છે તેમની પત્ની આયશા –

ટીમ ઈન્ડિયાના ગબ્બર એટલે કે શિખર ધવનની તેમની પત્ની આયશા મુખર્જી સાથે ફેસબુક પર મિત્રતા થઇ હતી અને બંનેએ 2012માં લગ્ન કર્યા હતા. આયશા મુખર્જી ધવન કરતા 10 વર્ષ મોટી છે. ઉંમરના તફાવતને કારણે શિખરના પરિવારના સભ્યો આ લગ્ન માટે તૈયાર ન હતા. ધવનના આ પ્રથમ લગ્ન છે જ્યારે આયશાનું બીજા લગ્ન. આયેશાના પહેલા લગ્નથી બે પુત્રી છે. 2014માં, બંનેને એક દીકરો થયો, જેનું નામ જોરાવર છે.

Image Source

શોએબે પોતાના કરતા અડધી ઉંમરની છોકરી સાથે કર્યા લગ્ન –

પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે વર્ષ 2014માં રૂબાબ ખાન સાથે લગ્ન કર્યા હતા. તે સમયે શોએબ 42 વર્ષનો હતો, જ્યારે રૂબાબ માત્ર 23 વર્ષની હતી. શોએબે પોતાના કરતા અડધી ઉંમરની છોકરી સાથે લગ્ન કર્યા, પણ દરેક બંધન તોડીને બંને પોતાનાં લગ્ન જીવન સારી રીતે જીવી રહ્યા છે.

Image Source

ઈરફાન પઠાણે ઉંમરમાં નાની સફા સાથે કર્યા લગ્ન –

સ્વિંગ બોલિંગ માટે જાણીતા ઇરફાન પઠાણે પોતાના કરતા દસ વર્ષ નાની મોડલ સફા બેગને પોતાની જીવનસંગીની બનાવી છે. જ્યારે બંનેના લગ્ન થયાં હતાં ત્યારે ઇરફાન 32 વર્ષનો અને સફા માત્ર 22 વર્ષની હતો. 2016માં બંનેના જીવનમાં વધુ ખુશી આવી જયારે સફાએ એક દીકરાને જન્મ આપ્યો.

Image Source

યુવરાજ કરતા આશરે પાંચ વર્ષ નાની છે હેઝલ –

યુવરાજ સિંહે બોલિવૂડ અભિનેત્રી હેઝલ કીચ સાથે લગ્ન કરી લીધા હતા. હેઝલ પોતાના ક્રિકેટર પતિ યુવરાજ સિંહ કરતા લગભગ 5.5 વર્ષ નાની છે. ઉંમરમાં તફાવત હોવા છતાં પણ બંને એકબીજાને સારી રીતે સમજે છે અને એકબીજાને સાથે આપે છે.

Image Source

ગ્લેન મેકગ્રાથ અને સારા લિયોનાર્ડો વચ્ચે છે 12 વર્ષનું અંતર –

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેકગ્રાથ કરતા તેમની બીજી પત્ની સારા લિયોનાર્ડો લગભગ 12 વર્ષ નાની છે. 2008માં પહેલી પત્નીના મૃત્યુ બાદ 2010માં ક્રિકેટરે સારા સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન સમયે મેક્ગ્રાથની ઉંમર 40 અને સારાની ઉંમર 28 વર્ષ હતી. મેક્ગ્રાથના પહેલા લગ્નથી ત્રણ બાળકો છે.

Image Source

વસીમ અકરમ કરતા 17 વર્ષ નાની છે તેમની પત્ની –

પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમની ઓસ્ટ્રેલિયન પત્ની શનાયરા તેના કરતા લગભગ 17 વર્ષ નાની છે. અકરમના આ બીજા લગ્ન છે. 2009માં, તેની પ્રથમ પત્નીનું માંદગીને કારણે અવસાન થયું. અકરમ-શનાયરાએ 2013માં લગ્ન કર્યા હતા. પહેલા લગ્નથી અકરમને બે પુત્રો છે. ગયા વર્ષે શનાયરાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો.