છોકરી 26ની અને બોયફ્રેન્ડ 58નો ! છોકરીએ બધી શરમ છોડીને મનાવ્યા રંગરેલિયા અને એક ખુલાસો પણ કર્યો

બાપ-દીકરી જેવા દેખાતા આ તો નીકળ્યા પ્રેમી- પંખીડા…26 વર્ષની છોકરીએ કર્યો ધડાકો, કહ્યું કે આ 58 વર્ષના પુરુષ સાથે શરીર સુખનો આનંદ…

કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમ કરનારાઓ નાત-જાત, ઉંમર, રંગ કંઈ પણ જોતા નથી અને એકબીજા સાથે પ્રેમ કરી બેસે છે. તમે પણ પ્રેમ પ્રકરણના આવા ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેને જાણીને ખુબ નવાઈ લાગે ! આવું જ ફરીવાર બન્યું છે જેમાં એક 26 વર્ષની યુવતી 58 વર્ષના વ્યક્તિને ડેટ કરી રહી છે.

બ્રિટેનના લિંકનશાયરની રહેનારી જેસિકા આગળના ઘણા સમયથી 58 વર્ષના ડેરમોટ મરે નામના વ્યક્તિ સાથે રિલેશનમાં છે. બંનેની ઉંમરમાં આટલું અંતર હોવાને લીધે ઘણીવાર લોકોને સમજવામાં ભૂલ થઇ જાય છે અને બંનેને બાપ-દીકરી સમજી બેસે છે.

બંનેની પ્રેમ કહાની વિશે જણાવીએ તો તેઓની પહેલી મુલાકાત ફેબ્રુઆરી વર્ષ 2021માં એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી.આ એક મુકાલાત પછી બંનેનું અવાર નવાર મળવાનું થતું હતું જેના પછી તેમણે સાથે હરવા ફરવાનું પણ શરૂ કરી દીધું. બંને એકબીજાને બધી જ વાતો પણ શેર કરવા લાગ્યા હતા.આ વચ્ચે બંનેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો, પણ ઉંમરના અંતરને લીધે દુનિયાથી પોતાનો પ્રેમ છુપાવીને રાખ્યો હતો.

પણ આખરે આટલા સમય પછી બંનેએ એકબીજા સાથે સગાઈ કરવાની ઘોષણા કરી છે, પોતાના રિલેશન પર જેસિકાએ કહ્યું કે,”ડેરમોટ ઉંમરમાં ઘણા મોટા છે,પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ અમે આ બાબત વિશે વિચારવાનું બંધ કરી દીધું. પહેલા તો અમે અમારા સંબંધને છુપાવીને રાખ્યો હતો પણ પછી અમે વિચાર્યું કે અમારા સંબંધને દુનિયાની સામે લાવવો જ પડશે.ડેરમોટ આ ઉંમરે પણ એકદમ ફિટ અને સ્વસ્થ છે અને તે મારું ખુબ જ ધ્યાન રાખે છે”. એવામાં જેસિકાના પરિવારે પણ બંનેના સંબંધને સ્વીકારી લીધો છે. વધુમાં તેણીએ કહ્યું હતું કે અમારી બંનેની ફિઝિકલ લાઈફ ખુબ જ સરસ છે. તે જેન્ટલ છે મને હંમેશા પૂછે છે હું ઓકે છું કે નહિ.

Krishna Patel