ભારતની આ 15 મશહૂર હસ્તીઓની ઉંમરનું અંતર જાણીને લાગશે મોટો ઝટકો…

એવું કહેવામાં આવે છે કે ઉંમર માત્ર એક સંખ્યા છે.મન જવાન તો વ્યક્તિ પણ સ્ફૂર્તીલું લાગે છે. શું ખરેખરમાં એવું છે?અમને તો ખબર નથી પરંતુ કદાચ તમને આજે જવાબ મળી જશે.આપણે આજે કેટલાક પ્રખ્યાત ભારતીયોની ઉંમરની તુલના કરીશું. ચાલો જોઈએ કે તમે કયા નતીજા પર આવો છો.

1. હેમા માલિનીની ઉંમર નરેન્દ્ર મોદી કરતા 2 વર્ષ મોટી છે. મોદી 70 વર્ષનાં છે, જ્યારે તેઓ 72 વર્ષનાં છે.

2. અમિત શાહ મિલિંદ સોમન કરતા એક વર્ષ મોટા છે.તેમ જ શાહ અને આમિર ખાનની ઉંમર સમાન છે. બંને 56 વર્ષનાં છે.

3.રિતિક રોશન અને નવાઝુદ્દીન સિદ્દીકીની ઉંમર પણ સમાન છે. બંને 47 વર્ષના છે.

4.અનિલ કપૂર અને આલોક નાથ બંને 64 વર્ષનાં છે.

5.અક્ષય કુમાર અને દિલીપ જોશીની ઉંમર પણ સમાન છે.બંને 53 વર્ષનાં છે.

6.યોગી આદિત્યનાથ અને અર્જુન રામપાલ પણ સમાન છે.બંને 48 વર્ષના છે.

7.રેખા અને મમતા બેનર્જીની ઉંમર પણ સરખી છે. બંને 66 વર્ષનાં છે.

8.આ ચોંકવનારું છે, પરંતુ મલાઇકા અરોરા ખરેખર સ્મૃતિ ઈરાની કરતા 2 વર્ષ મોટી છે. મલાઈકા 47 વર્ષની છે, જ્યારે સ્મૃતિ 45 વર્ષની છે.

9.અજય દેવગન અને અરવિંદ કેજરીવાલ બંને 52 વર્ષનાં છે.

10.જેકી શ્રોફની ઉંમર ઉદ્ધવ ઠાકરે કરતા 4 વર્ષ મોટા છે.જેકી 64 વર્ષનાં છે, જ્યારે ઉદ્ધવ 60 વર્ષનાં છે.

11.નિર્મલા સીતારમણ અને નીના ગુપ્તા બંને 61 વર્ષની છે.

12.48 વર્ષીય શેફાલી શાહ અક્ષય કુમારથી 5 વર્ષ નાની છે. છતાં ‘વક્ત’ ફિલ્મમાં અક્ષયની માતાની ભૂમિકા નિભાવવી હતી.

13.એકતા કપૂર, એશ્વર્યા રાયથી 2 વર્ષ નાની છે. એકતા 45 વર્ષની છે, જ્યારે એશ્વર્યા 47 વર્ષની છે.

14.તબ્બુ અને રાજપાલ યાદવની ઉંમર પણ સમાન છે.બંને 50 વર્ષનાં છે.

15.બોમન ઈરાની (61) પવન મલ્હોત્રા (62) કરતા એક વર્ષ નાના છે.
શું હકિકતમાં ઉંમર એક નંબર છે ?

Patel Meet