2 વર્ષનો થયો હાર્દિક પંડ્યા અને નતાશાનો લાડલો અગત્સ્ય, ખુબ જ ખાસ અંદાજમાં ઉજવ્યો મમ્મી પપ્પાએ તેનો જન્મ દિવસ, જુઓ શાનદાર તસવીરો અને વીડિયો

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા આજે ખુબ જ મોટું નામ બની ગયો છે. તે તેની રમત ઉપરાંત તેના અંગત જીવનને લઈને પણ હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. તેણે અભિનેત્રી નતાશા સાથે લગ્ન કર્યા છે, લગ્ન બાદ તેમને અગત્સ્ય નામનો એક દીકરો પણ છે, ત્યારે હવે અગત્સ્ય 2 વર્ષનો થઇ ગયો અને તેના 2 વર્ષ પૂર્ણ થવા ઉપર હાર્દિક અને નતાશાએ ખુબ જ ખાસ અંદાજમાં તેના જન્મ દિવસની ઉજવણી કરી હતી.

હાર્દિક પંડ્યાનો પુત્ર અગસ્ત્ય 30 જુલાઈ 2022ના રોજ બે વર્ષનો થયો. આ ખાસ અવસર પર તેના માતા-પિતાએ ‘જુરાસિક વર્લ્ડ’ થીમ આધારિત પાર્ટીનું આયોજન કર્યું હતું. નતાશાએ 31 જુલાઈ, 2022ના રોજ તેના ઈન્સ્ટા હેન્ડલથી તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી હતી. માતા-પુત્રની જોડી તસવીરોમાં એકસાથે સુંદર દેખાતી હતી કારણ કે તેઓએ એકબીજા સાથે કેટલીક અદ્ભુત ક્ષણો શેર કરી હતી.

જ્યારે નતાશાએ એનિમલ પ્રિન્ટેડ મિડી ડ્રેસ પહેર્યો હતો, ત્યારે અગસ્ત્ય સફેદ ટી-શર્ટ અને મેચિંગ શોર્ટ્સમાં શાનદાર લાગતો હતો. આ સાથે નતાશાએ લખ્યું, “અગુ 2 વર્ષનો થઇ ગયો.” અગસ્ત્યએ તેમના જન્મદિવસની ઉજવણીમાં ચોક્કસપણે સારો સમય પસાર કર્યો હતો અને આ તસવીરો તેનો પુરાવો છે.

અગત્સ્યના જન્મ દિવસ ઉપર લાવવામાં આવેલી કેક પણ ખુબ જ શાનદાર હતી. અગસ્ત્યની ત્રણ-સ્તરની કેક પર ‘જુરાસિક પાર્ક’નો લોગો હતો અને તેના પર કેટલાક પાંદડા શણગારેલા હતા. આ ઉપરાંત તસ્વીરોમાં ટેબલ ઉપર પડેલી કેટલીક કપ કેક પણ જોઈ શકાય છે. હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા તેમના પુત્ર અગસ્ત્ય પંડ્યાને ખૂબ પ્રેમ કરે છે અને તેઓ તેમના પર પ્રેમ વરસાવવાની કોઈ તક છોડતા નથી.

આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ પણ તેના સોશિયલ મીડિયામાં એક ખુબ જ સુંદર વીડિયો શેર કર્યો છે, જેમાં હાર્દિક અગત્સ્ય સાથે મસ્તી ભરેલા અંદાજમાં જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં નતાશા પણ જોવા મળે છે, જયારે તે બંને ડાન્સ કરતા હોય છે તો ક્યારેક તે અગત્સ્યને પ્રેમ કરતા જોવા મળે છે.

આ વીડિયો શેર કરવાની સાથે હાર્દિકે કેપશનમાં લખ્યું છે, “અમારું આખું હૃદય, અમારું આખું વિશ્વ – જન્મદિવસની શુભેચ્છા અગુ ! તે અમારું જીવન હંમેશ માટે બદલી નાખ્યું છે અને અમે તને દરેક પસાર થતા દિવસે વધુ પ્રેમ કરીએ છીએ !” સોશિયલ મીડિયામાં આ વીડિયો અને નતાશા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે, સાથે જ તેમના ચાહકો ઉપરાંત સેલેબ્સ પણ અગત્સ્યને જન્મ દિવસની શુભકામનાઓ આપી રહ્યા છે.

Niraj Patel