ગુલશન કુમારના દીકરા ભૂષણ કુમાર વિરૂદ્ધ બળાત્કારનો કેસ દાખલ, 30 વર્ષની છોકરી 3-3 સાથે વાર…

ગીતકાર ગુલશન કુમારના દીકરા અને ટી સીરિઝ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર ભૂષણ કુમાર પર બળાત્કારનો કેસ દાખલ થયો છે. ભૂષણ કુમાર પર આરોપ છે કે તેમણે ટી સીરિઝના પ્રોજેક્ટમાં કામ અપાવવાની લાલચ આપી એક 30 વર્ષની છોકરી સાથે બળાત્કાર કર્યો છે.

પીડિત મહિલાએ ભૂષણ કુમાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. આરોપ અનુસાર, કામ અપાવવાના નામ પર ભૂષણ કુમારે વર્ષ 2017થી લઇને ઓગસ્ટ 2020 સુધી મહિલા પર અત્યાચાર કર્યો છે. મહિલાએ આરોપ લગાવ્યા છે કે આરોપી ભૂષણ કુમારે ત્રણ અલગ અલગ જગ્યા પર તેની સાથે અત્યાચાર કર્યો છે.

ભૂષણ કુમારે પીડિતાને તેની તસવીરો અને વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. ભૂષણ કુમાર વિરૂદ્ધ DN નગર પોલિસે કેસ દાખલ કર્યો છે. તેઓ ટી સીરિઝના માત્ર મેનેજિંગ ડાયરેક્ટર જ નથી પરંતુ તેઓ ફિલ્મોનું પ્રોડક્શન પણ સંભાળતા રહે છે.

DN નગર પોલિસે ભૂષણ કુમાર વિરૂદ્ધ આઇપીસી ધારા 376, 420, 506 અંતર્ગત કેસ દાખલ કરી લીધો છે. આ મામલે હજી ધરપકડ થઇ નથી અને જલ્દી જ ભૂષણ કુમારનું પણ પોલિસ નિવેદન લેશે. આ સમયે ભૂષણ કુમાર મુંબઇમાં છે.

તમને જણાવી દઇએ કે, વર્ષ 2018માં #MeToo મૂવમેંટ દરમિયાન ભૂષણ કુમાર પર એક મહિલાએ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. જો કે, આ મામલે ભૂષણ કુમારે તેમનો પક્ષ રાખતા આરોપોને ખોટા જણાવ્યા હતા. તેમની પત્ની દિવ્યા તેમના સપોર્ટમાં આવી હતી.

વર્ષ 2001માં ભૂષણ કુમારે ફિલ્મ “તુમ બિન”નું પ્રોડક્શન કર્યુ હતુ. તે બાદથી તેમણે ઇન્ડસ્ટ્રીને કેટલીક સુપરહિટ ફિલ્મો આપી. ભૂલ ભૂલૈયા, આશિકી 2, સનમ રે, ઓલ ઇઝ વેલ, સરબજીત, બાદશાહો, તુમ્હારી સુલુ, ભારત અને સત્યમેવ જયતે જેવી કેટલીક ફિલ્મોનું પ્રોડ્કશન ભૂષણ કુુમારે કર્યુ છે.

ભૂષણ કુમારે દિવ્યા ખોસલા કુમાર સાથે 13 ફેબ્રુઆરી 2005ના રોજ લગ્ન કર્યા છે. તે એક અભિનેત્રી છે. દિવ્યાએ અક્ષય કુમાર સાથે “અબ તુમ્હારે હવાલે વતન સાથિયો”માં કામ કર્યુ છે.

Shah Jina