બોલિવૂડ અભિનેતા આર માધવને 15 ઓગસ્ટના સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો. આ ફોટામાં તે તેને પિતા અને દીકરા સાથે હતા અને તેમને જનોઈ પહેરેલી જોવા મળી હતી. આ ફોટામાં પાછળ એક ક્રોસ દેખાઈ રહ્યો હતો, જેના કારણે યુઝર્સએ તેમને ટ્રોલ કર્યો હતો. ટ્રોલ થયા પછી માધવને તેમને કડક ભાષામાં જવાબ આપ્યો હતો. આર માધવનના આ જવાબનીચર્ચા ચારે બાજુ થઈ રહી છે.
આ ફોટોમાં માધવને જણાવ્યું હતું કે તે તેમની અવત્તમ પૂજાનો ફોટો છે જે બ્રાહ્મણોમાં કરવામાં આવે છે. હિન્દૂ ધર્મને માનવાવાળા માધવન મંદિરમાં ક્રોસ દેખાય પછી તેમને ચાહકો તેમને સવાલ પૂછવાના શરુ કરી દીધા હતા શું તેમને ધર્મ પરિવર્તન કરી લીધું?
માધવે ટ્વીટરમાં એક પોસ્ટ કરતા જણાવ્યું કે, ‘આવા લોકોની હું ચિંતા નથી કરતો અને દુઆ માંગુ છું કે બધું સરખું થઇ જાય.’ તેમને લખ્યું છે કે, ‘હું એ જોઈને હેરાન છું કે તમે લોકોએ ત્યાં રાખેલ ગોલ્ડન ટેમ્પલ નથી જોયું અને મને ન પૂછ્યું કે શું તમે શીખ ધર્મ અપનાવ્યો છે. મને દરગાહ અને દુનિયાના બધા ધાર્મિક સ્થળેથી આશીર્વાદ મળ્યા છે.’
🙏🙏🙏 https://t.co/Imw3SqR2Zb pic.twitter.com/x79cX50aRn
— Ranganathan Madhavan (@ActorMadhavan) August 16, 2019
વધુમાં લખ્યું છે કે, ‘મારા ધરે બધા જ પ્રકારની આસ્થાઓ માટે જગ્યા છે. કોઈ પણ આર્મીવાળો પણ તમને આ વાત જણાવી દેશે. દરેક યુનિટમાં એવું જ હોય છે. મને બાળપણથી શીખવાડવામાં આવ્યું છે કે પોતાને ધર્મમાં માનવું અને બીજે ધર્મનું પણ સમ્માન કરવું. હું મારા ધર્મની જેમાં બીજા પણ ધર્મનું સમ્માન કરું છે. મને આશા છે કે મારો છોકરો પણ એવું જ કરશે. મેં દરેક દરગાહ, ગુરુદ્વારા અને ચર્ચમાં પ્રાર્થના કરી છે. મારુ નસીબ સારું છે કે જયારે નજીકમાં મંદિર ન હતું ત્યારે હું આ જગ્યા પર જઈ શક્યો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks