જીવનશૈલી દિલધડક સ્ટોરી નારી વિશે

લગ્ન પછી છોકરીઓને થાય છે આ 5 વાતનો પછતાવો, દરેક સસુરાલવાળા જરૂર વાંચે

લગ્ન એક એવું બંધન છે જેમાં બે શરીર સાથે બે આત્મા પણ મળે છે. પિયરઘરમાં રહેતી એક દીકરી જેને જન્મથી લઈને લગ્ન થવા સુધીની ઉંમર પોતાના પિયરઘરમાં વિતાવી હોય, ઘણા જ લાડ પ્રેમ અને આઝાદીથી જીવન જીવી હોય અને એજ દીકરી પારકા ઘરે જઈ અજાણ્યા લોકોને પોતાના કરે છે જે ખરેખર કલ્પના બહારનું છે.

Image Source

વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે અને એક સ્ત્રી જ આ પરંપરાને નિભાવી શકવા માટે સક્ષમ છે. પોતાનું ઘર છોડીને પારકા ઘરે આખું જીવન વિતાવવાની જે ક્ષમતા એક સ્ત્રી સિવાય બીજા કોઈમાં કદાચ નહીં હોય. સ્ત્રીને પણ પોતાનું ઘર છોડીને જવાનું દુઃખ તો ચોક્કસ થતું હોય છે એટલે જ આપણા સમાજમાં કન્યાવિદાયના પ્રસંગે સૌની આંખો ભીની હોય છે. સાસરિયે રહેતી એકે દીકરીને કેટલીક એવી બાબતો સાથે જોડાવવું પડે છે જેને લગ્ન પહેલા ક્યારેય નહીં અનુભવી હોય અને લગ્ન બાદ તેને એ બાબતો સાથે સમજૂતી કરવી પડતી હોય છે.

આજે અમે તમને એવી ત્રણ બાબતો જણાવવા જઈ રહ્યા છે જે લગ્ન બાદ દીકરીએ ના ઇચ્છવા છતાં પણ નિભાવવી પડે છે.

Image Source

ઘર ગૃહસ્થી:
ઘણી છોકરીઓને લગ્ન પહેલા જ  પોતાની માતા દ્વારા ઘર ગૃહસ્થીનું કામ શીખવી જ દેવામાં આવતું હોય છે.  રસોઈ કરવી, ઘરની સાફસફાઈ જેવા ઘણાં કામો લગ્ન પહેલા જ એક દીકરી શીખી લેતી હોય છે. પરંતુ આજે યુગ બદલાયો છે.  આજની દિકરીઓ ઘર ગૃહસ્થી સાચવ્યા કરતાં પોતાના કેરિયરમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. વળી આજે સમાજ પણ ભણેલી દીકરીઓને વધારે મહત્વ આપે છે જેના કારણે દીકરીઓ ભણવાનું પણ વધુ પસંદ કરે છે. આ બધામાં એક દીકરીને ઘર ગૃહસ્થી શીખવાનો સમય નથી મળતો જેના કારણે લગ્નબાદ માથે આવી પડેલી જવાબદારીઓ તેને વધુ હેરાન કરી મૂકે છે. દીકરી માટે કામકાજ કરવું એક નવો જ વિષય બની જાય છે પોતાના ઘરમાં રાજકુમારી બનીને રહેલી દીકરીને સાસરિયે ઘર ગૃહસ્થી સાચવવાની જવાબદારી મુશ્કેલી ભરી લાગે છે.

Image Source

સ્વત્રંત્ર જીવન:
દરેક દીકરી પોતાના પિયરમાં સ્વતંત્ર જીવન જીવતી હોય છે. પોતાની મરજી મુજબના કામ કરતી હોય છે. તેની પાછળનું કારણ કે તે ઘરની લાડકવાયી હોય છે. પરંતુ સાસરે જઈને એ પોતાની આ સ્વતંત્રતા ખોઈ બેસે છે. જાણે એક બંધનમાં આવી ગઈ હોય તેવી અનુભૂતિ તેને થવા લાગે છે. સાસરે તે પોતાની મરજીની કુરબાની આપીને સાસરીપક્ષના લોકોની ઈચ્છાઓને માન આપવા લાગે છે, એમને ગમતું કરવા લાગે છે.આ વાત પણ એક દીકરીના જીવનમાં હંમેશા હેરાન કરતી હોય છે પરંતુ એક સ્ત્રીમાં જ આ ગુણ છે જે આ બધી પરિસ્થિતિને બહુ સારી રીતે નિભાવી જાણે છે.

Image Source

સપનાઓની કુરબાની:
એક દીકરી જયારે પોતાના પિતાના ઘરે હોય ત્યારે તેણે ઘણા સપના સેવ્યા હોય છે. એક અલગ જ દુનિયા તેની આંખો સામે રમતી હોય છે. પોતે ભવિષ્યમાં શું કરવા માંગે છે અને શું બનવા માંગે છે તેનું આયોજન તે કરતી રહેતી હોય છે. પોતાના અભ્યાસ દરમિયાન પણ તેને એક લક્ષ નક્કી કરી રાખ્યું હોય છે પરંતુ તેના લગ્ન બાદ આ સપના, આ ઈચ્છાઓને એ કયા માળિયે મૂકી દેતી હશે એ કોઈ નથી જાણતું. બધું જ તે જાણે હૃદયના કોઈ ખૂણામાં દફન કરી દેતી હશે એવું લાગે અને સાસરિયે એક નવા જ સપના અને નવી આશાઓ સાથે જીવનભરનો સંબંધ બાંધી લેતી હોય છે.

Image Source

પોતાના અંગત સમય સાથે બાંધછોડ:
કોઈપણ દીકરી જયારે પોતાના પિતાના ઘરે હોય છે ત્યારે તે પોતાના માટે ભરપૂર સમય કાઢી શકે છે, પરંતુ જયારે તે સાસરે જાય છે ત્યારે આ સમય તેને મળતો નથી. સાસરિયે તેની રાત્રિઓ પતિની સાથે અને દિવસ સાસુ-સસરા કે ઘરના બીજા સભ્યોની સાથે જ વિતાવવો પડે છે. જયારે પિયરમાં તે પોતાના માટે આરામથી સમય કાઢી શકતી હોય છે આ સમય ગુમાવ્યાનું દુઃખ પણ દરેક સ્ત્રીને હંમેશા રહેતું હોય છે.

Image Source

પોતાનામાં બદલાવ લાવવો:
લગ્ન બાદ દરેક સ્ત્રીને પોતાનામાં બદલાવ લાવવો પડે છે, પોતાની રહેણી કરણી, અંગત જીવન, પહેરવેશ એ તમામ બાબતમાં બદલાવ લાવવા પૂરતો પ્રયત્ન કરે છે. સાસરીમાં તેને નાના નાના હિસાબો પણ રાખવા પડે છે, ખર્ચમાં પણ કરકસર કરવી પડે છે, પોતાના પરિવાર અને સાસરી પક્ષના લોકોને ખુશ રાખવાના તમામ પ્રયત્નો કરવા પડે છે. જે એક સ્ત્રી માટે એકદમ નવો જ વિષય છે અને તે ઘણું જ મુશ્કેલીભર્યું છે તે છતાં પણ સમય સાથે એ પણ એક આદર્શ ગૃહિણી બનવાના તમામ પ્રયત્નો કરે છે.

Image Source

આવી બીજી પણ ઘણી બાબતો હશે જેને એક દીકરીએ ભૂલીને એક નવી દશા અને દિશાને સ્વીકારવી પડતી હોય છે. છતાં એક સ્ત્રી દરેક પરિસ્થિતિમાં ટકી જાણે છે. સમાજના કડવા ઘૂંટડા પણ પી જાણે છે અને હસતા મોઢે આખી દુનિયા સામે પોતાના પરિવાર માટે લડી લેવાની ક્ષમતા પણ રાખે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.