અજબગજબ જાણવા જેવું

પાણીપુરી ખાતા લોકો માટે એક ચોંકાવનાર કિસ્સો આવ્યો હતો સામે, એક યુવતી સાથે થયું એવું કે જાણીને ભૂલી જશો પાણીપુરી ખાવાનું

ખાવાના શોખીનોમાંથી મોટાભાગના લોકો એવા હશે કે જેમને પાણીપુરી ખૂબ જ ભાવતી હશે. ઘણા લોકો તો એવા છે કે જેમને પાણીપુરી ખાવાની આદત પણ હોય છે. ત્યારે પાણીપુરીના આવા જ શોખીનો માટે એક ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે,

Image Source

જેને જાણીને તમે પાણીપુરી ખાવાનું બંધ કરી દેશો. વાત એમ છે કે વડોદરામાં એક યુવતી કે જેને રોજ પાણીપુરી ખાવાની આદત હતી, તેને ખભા, કોણી અને મગજમાં કૃમિના ઈંડા અને ગાંઠો થઇ છે. ૨ મહિનાની સારવાર બાદ હાલ તેની હાલતમાં સુધારો આવ્યો છે, પણ આપણે વિગતવાર જાણીએ કે આ યુવતી સાથે શું થયું હતું. પાણીપુરી સાથેના પાણીમાં ટિનિયાસોલિયમ કૃમિ ભળવાને કારણે આ યુવતી ન્યૂરોસિસ્ટી સર્કોસિસથી પીડાઈ રહી હતી.

Image Source

રોજ પાણીપુરી ખાવાના કારણે ટિનિયાસોલિયમ કૃમિ આ યુવતીના મગજ સુધી પહોંચી ગયા હતા અને પછી આ કૃમિએ મગજમાં ઈંડા મુક્યા હતા. આ કૃમિના કારણે જ આ યુવતીના ખભા અને કોણીના ભાગે તથા મગજમાં ગાંઠો થઇ ગઈ હતી.

Image Source

તેમના ડોકટરના જણાવ્યા અનુસાર, છેલ્લા દોઢ મહિનાથી આ યુવતીને માથાનો દુખાવો, ચક્કર આવવા, અને નબળાઈની સમસ્યા હતી, અને તેની સારવાર ચાલી રહી હતી. આ યુવતીને ખભા અને કોણીના ભાગે લાલ ગાંઠો થઇ ગઈ હતી. ઓર્થોપેડિક સારવાર બાદ પણ તેને કોઈ ખાસ ફરક પડ્યો ન હતો. તેને ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હિતેન કારેલીયાનો સંપર્ક સાધ્યો ત્યારે ડોક્ટરે તેની ગાંઠની સોનોગ્રાફી કરાવી, જેમાં ડોક્ટરને દ્રાક્ષ જેવો ગુચ્છો જોવા મળ્યો હતો.

Image Source

આ પછી ડોકટરે તેના ખાસ પ્રકારના બ્લડ ટેસ્ટ્સ પણ કરાવ્યા ત્યારે આ રિપોર્ટ્સમાં સ્પષ્ટ થયું કે યુવતીના મગજમાં કૃમિ થયા છે. મગજના સ્કેનમાં પણ કૃમિ અને તેના ઈંડા હોવાની વાત જાણવા મળી.

આ પછી ડોકટરે યુવતીને ખાવા-પીવાની ટેવ વિશે પૂછ્યું ત્યારે ડોક્ટરને સ્પષ્ટ થયું કે તેને આ કૃમિ ક્યાંથી થયા હશે. યુવતીએ જણાવ્યું કે તેને રોજ પાણીપુરી કે ભેળ ખાવાની ટેવ હતી. સામાન્ય રીતે આ કૃમિ ગંદા શાકભાજી, ભૂંડના માણસ અને કાચા સલાડમાં જોવા મળે છે.

Image Source

જો સાવધાની રાખવામાં ન આવે તો આ કૃમિ સીધા જ પેટમાં પહોંચી જાય છે. ડોકટરે આ યુવતીની સારવાર શરુ કરી. આ બીમારીમાં દર્દીના વજન પ્રમાણે લાંબા સમય સુધી દવા જ ખાવી પડે છે. દવાઓની અસરને કારણે કૃમિ નાશ પામ્યા.

દોઢ મહિનાની સારવાર બાદ હવે યુવતીની શરીરમાંથી કૃમિ દૂર થઇ ગયા છે, પણ કૃમિને કારણે તેના મગજમાં હંમેશા માટે એક ડાઘ રહી ગયો છે, જેને કારણે તેને જીવનભર ખેંચ આવવાની શક્યાતઓ રહેશે. ભારતમાં આ બીમારી દાસ હજારે એક દર્દીમાં જોવા મળે છે.

Image Source

ન્યૂરોસિસ્ટી સર્કોસિસનાં લક્ષણો: આ બીમારીમાં શરીરમાં વિવિધ ભાગો પર ગાંઠ નીકળે છે, હલનચલનમાં તકલીફ પડે છે, ઝીણો તાવ રહે છે, નબળાઈ રહે છે અને વજનમાં ઘટાડો થાય છે. જો કે આ બીમારીના લક્ષણો અઠવાડિયા કે મહિના બાદ જોવા મળે છે.

કૃમિ જેટલા વધારે સક્રિય હોય એટલી જલ્દી તેના લક્ષણો દર્દીના શરીરમાં જોવા મળે છે. જો ખોરાક કે પ્રવાહી દ્વારા શરીરમાં કૃમિના ઈંડા પ્રવેશ્યા હોય તો કેટલાક મહિનાઓ બાદ તેની અસર જોવા મળે છે. જો લાર્વા શરીરમાં પ્રવેશ્યા હોય તો અઠવાડિયા પછી તેની અસર જોવા મળે છે.

શરીરના અંગો પર દેખાય છે અસર: શરીરમાં પ્રવેશેલા કૃમિ ચામડી પર અસર કરે છે, સાથે જ લીવર, સ્નાયુઓ અને મગજ સુધી પહોંચે છે. તેને કારણે આંખોની દ્રષ્ટિ પણ જઈ શકે છે. જો કૃમિ વિકસે તો દસથી બાર ફૂટના પણ થઇ શકે છે. તેને કારણે માજ્ઞએ પણ કાયમ માટે નુકશાન થઇ શકે છે.

શરીરમાં પ્રવેશે છે આ રીતે: ભૂંડના મળમાં પુષ્કળ પ્રમાણમાં કૃમિ જોવા મળે છે. કૃમિ ધરાવતા કોઈ વ્યક્તિએ કે ભૂંડે કોઈ પાણીમાં ટોયલેટ કર્યું હોય અને જો આ પાણીથી શાકભાજી ધોવામાં આવે તો આ કૃમિ શાકભાજી પર પણ ચોંટી જાય છે. જેના દ્વારા તે શરીરમાં પ્રવેશે છે.