કોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 57 દિવસ બાદ શું થશે?

0

આખા વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવીને રાખ્યો છે. ઘણા દેશોએ આ વાયરસને ફેલાતો અટકાવવા માટે લોકડાઉન કરી દીધું છે. ભારતમાં પણ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે 17 મે સુધી લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. હવે 9-10 દિવસ બાકી છે અને ઘણા લોકો એવા છે કે જે લોકડાઉનના નિયમો અત્યારે પણ નથી પાળી રહયા તો વિચારો કે જયારે લોકડાઉન ખુલશે ત્યારે આ બધા શું કરશે? શું થશે જયારે આ લોકડાઉન પૂરું થશે? 57 દિવસ બાદ લોકો શું કરશે? અને શું આપણે આ રીતે કોરોના વાયરસને નાથવામાં સફળ રહીશું? –

Image Source

તો ચાલો જોઈએ કે લોકડાઉન ખતમ થયા બાદ લોકો ખરેખર શું કરશે –

જે રીતે ઘણા લોકોએ જનતા કર્ફ્યુના દિવસે કર્યું હતું કે સાંજે 5 વાગે થાળીઓ, તાળીઓ, ઘટડીઓ કે શંખ વગાડયા બાદ રસ્તાઓ પર નીકળી આવ્યા હતા, એવી જ રીતે 18 તારીખે આખા દેશના લોકો એકસાથે ઘરોની બહાર આવી જશે અને જાણે આપણે કોઈ યુદ્ધ જીતી ગયા હોય કે વર્લ્ડકપ જીતી ગયા હોય એ રીતે દેશભક્તિના નારાઓ લગાવશે, દેશભક્તિના ગીતો વગાડશે, અને ભૂલી જશે કે આપણે એક મહાન દેશ છીએ અને આપણે હજુ પણ વાયરસને સંપૂર્ણપણે ખતમ નથી કર્યો. પણ ખતમ કરવાની કોશિશ કરી છે.

Image Source

22માલોકડાઉન પૂરું થતા જ કહેવાતા ભણેલા-ગણેલા હાઈસોસાયટી લોકો શહેરના જાહેર સ્થળો જેવા કે સિનેમાઘરો, રેસ્ટોરન્ટ્સ, મૉલ્સ, પાર્ક્સ વગેરેમાં ભીડ કરેલા જોવા મળશે, અને કેમ નહિ! એ લોકો સંપૂર્ણપણે એ હકીકતને અવગણી કાઢશે કે વાયરસ હજુ પણ ખતમ નથી થયો અને તેઓ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવાનું ભૂલી જશે. આશા રાખીએ કે એવું ન થાય પણ કોઈક તો હશે જ કે જે સાવચેત નહિ રહે.

બધા જ સ્મોલ, મીડીયમ બિઝનેસીસ, બધી જ કોર્પોરેટ ઓફિસીસ તેમના રોજિંદા સમયે શરુ થઇ જશે અને જો કહીએ તો આ લોકડાઉનના સમયગાળા દરમ્યાન જે કામો બાકી રહી ગયા હતા કે ભેગા થયા છે એ કામો ખતમ કરવા માટે ડબલ શિફ્ટ કરાવશે, વધારાના કલાકોમાં કામ કરાવશે અને બની શકે એટલા વધારે કર્મચારીઓને ભેગા કરશે જેથી પણ મોટા પ્રમાણમાં કોરોના વાયરસ ફેલાઈ શકે છે.

Image Source

જે લોકો કોરોના વાયરસને કારણે શહેરોને છોડીને પોતાના ગામડે જતા રહયા હશે, જેમ કે ઘરકામ કરનારાઓ, દૈનિક વેતન માટે કામ કરતા કામદારો, મજૂર વર્ગના લોકો એ બધા હવે ફરીથી તેમની ખરાબ આર્થિક સ્થિતિને કારણે પૈસા કમાવવા માટે શહેરોએ તરફ દોટ મુકશે. હવે આમાં જો વિચારવા જઈએ તો માની લઈએ કે કદાચ આમાંથી એકાદ વ્યક્તિમાં કોરોના વાયરસના લક્ષણો છે કે એની તપાસ કરવાની બાકી રહી ગઈ છે તો એ જે જે બસમાં કે ટ્રેનમાં મુસાફરી કરી રહયા હશે તેમના બીજા 50 લોકોને પણ ચેપ લગાડશે કે જે પણ શહેરોમાં જઈ રહયા છે.

Image Source

લોકડાઉન પૂર્ણ થયા બાદ દિવસ પછી દેશના બધા જ ભાગોમાં બધા જ પબ્લિક ટ્રાન્સપોર્ટના વાહનોમાં એકસાથે ઘણા લોકોની ભીડ જોવા મળશે અને એને જ કારણે ફરીથી કોરોના વાયરસ માથું ઊંચકે એવી સંભાવના પેદા થશે.

જણાવી દઈએ કે લોકડાઉન પૂર્ણ થશે ત્યારે બનશે એ એવું હશે કે દેશ ભૂલી જશે કે આપણે ભયંકર વૈશ્વિક કટોકટીની મધ્યમાં છીએ, એક રોગચાળાનો સામનો કરી રહયા છીએ અને દરેક વ્યક્તિ માસ્ક કે બીજી હાઇજીન પાછળ ભૂલીને પોતાના સામાન્ય જીવનમાં પાછા વળશે. કારણ કે આપણે એવું માની લઈશું કે આપણે 57 દિવસ ઘરે રહયા છીએ એટલે આપણને વાયરસનો ઈલાજ મળી ગયો છે. તો હવે એને ભૂલીને આગળ વધીએ.

Image Source

આ જ કારણ છે કે દેશમાં આ વાયરસ બીજી વાર ફેલાશે અને એ પણ જંગલમાં લાગેલી આગની જેમ. અને જો વિશ્વાસ ન આવતો હોય તો વર્ષ 2009માં આવેલા H1N1 વાયરસના આંકડા ચકાસી શકો છો, જયારે પણ આવું જ થયું હતું. જેવા એના કેસ આવવાના બંધ થયા કે લોકો તેમના સામાન્ય જીવનમાં પાછા ફર્યા અને આ વાયરસે ફરીથી માથું ઉચક્યું હતું.

Image Source

એટલે જોવા જઈએ તો આમ જ બનવાનું હોય તો 57 દિવસનું ક્વોરેન્ટાઇન સાવ નકામું થઇ જશે. અને જો એમ જ થયું તો ફરીથી એક બીજું લોકડાઉન પણ જાહેર થઇ શકે છે. અને આપણે ચોક્કસપણે આવું બીજું કોઈ લોકડાઉન જોવા નથી માંગતા.

તો આપણે શું કરી શકીએ –

Image Source

આપણે સમજદારીપૂર્વક કામ કરીએ અને જેને આપણે આપણી સામાન્ય વિવેકબુદ્ધિ કે કોઠાસૂઝ કહીએ છીએ તેનો ઉપયોગ કરીએ. 57માં દિવસે પાર્ટી કરવા ન જઈએ, છેલ્લા 7 અઠવાડિયાથી જે સૂચનાઓનું પાલન કર્યું છે એનું જ બની શકે ત્યાં સુધી પાલન કરીએ. મહેરબાની કરીને ભૂલી ન જશો કે આ વાયરસનો અંત નથી, આ ફક્ત અંતની શરૂઆત છે.

Image Source

આપણે લોકોને આ વિશે જાગૃત કરીએ અને બની શકે એટલી બાબતો લોકો સુધી પહોંચાડીએ, અને લોકોને જણાવીએ કે જો આ વાતોનું પાલન નહિ કરવામાં આવે તો શું થઇ શકે છે. આપણે સાથે જ સરકારને અપીલ કરીએ કે લોકડાઉન ખતમ થયા પછી બીજી કોઈ સૂચનાઓ આપતા પહેલા આ બધા જ મુદ્દાને ધ્યાનમાં લે.

Image Source

આપણે સરકારને જણાવીએ અને લોકોને સમજાવીએ કે લોકડાઉન જુદા-જુદા તબક્કાઓમાં હટાવવામાં આવે –

જેમ કે બરાબર 57 દિવસે બધી જ સુવિધાઓ શરુ કરવાને બદલે લોકડાઉન હટાવ્યાના પહેલા અઠવાડિયે માત્ર જરૂરિયાતની સેવાઓ શરુ કરીએ જેમ કે બેંકો, કરિયાણાની દુકાનો અને પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ શરુ કરવામાં આવે પણ તેની ફ્રીક્વન્સી ઓછી રાખવામાં આવે.

Image Source

એના પછીના અઠવાડિયે વાયરસના ફેલાવાને મોનિટર કર્યા બાદ પબ્લિક ટ્રાન્સપોર્ટની ફ્રિક્વન્સીને વધારવામાં આવે, અને લોકોને અપીલ કરવામાં આવે કે મોટી સંખ્યામાં એક જ જગ્યાએ ભેગા થવાનું ટાળે અને સોશિયલ ડિસ્ટન્સીંગનું બની શકે તો પાલન કરે.

Image Source

બધા જ જાહેર સ્થળો જેવા કે સિનેમાઘરો, મૉલ્સ, પાર્ક્સ આ બધું જ જાહેર જાણતા માટે શરુ કરવાનું છેક છેલ્લે રાખવું.

જો આપણે આ મુદ્દાની ગંભીરતાને ખરા અર્થમાં સમજીએ અને સંકટનાં આ સમયમાં એક અવાજે ભેગા થઈએ તો આપણે 1.3 અબજ ભારતીયોના જીવનમાં ઘણો મોટો તફાવત લાવી શકીશું. અમે તો આ તફાવત લાવવા માંગીએ છીએ પણ જો તમે પણ ઇચ્છતા હોવ કે ફરીથી આ લોકડાઉન ન થાય અને આ વાયરસને આપણે જડમૂળથી નાથી શકીએ તો આ બાબતોને ધ્યાનમાં જરૂર રાખજો અને તમારી આસપાસના લોકોને પણ જણાવજો.

લેખ ગમ્યો હોય માહિતી પસંદ આવે તો તમારા નજીકના મિત્રો સાથે શેર કરજો. ધન્યવાદ!

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.