વધતી ઉંમર સાથે ફ્લર્ટ કરચલીઓ જ નથી વજન પણ વધી જાય છે. ધીમે-ધીમે આ વધેલું વજન ઘણી બીમારીઓનો ભોગ બને છે. સતત વધતા વજનને કારણે ઘણી બીજી પણ તકલીફો પડે છે. 40ની ઉંમર બાદ લાઈફ સ્ટાઇલ, જમવાની આદત અને હોર્મોનના પરિવર્તનના કારણે શરીરમાં ફેટ જમા થાય છે.
40ની ઉંમર વટાવ્યા બાદ મહિલાઓના શરીરમાં ઘણા પ્રકારના બદલાવ આવે છે. જેમાં મસલ્સ માસ જયારે મસલ્સ માસની કાર્ય ક્ષમતા ઓછી થઇ જાય છે. ત્યારે કેલેરી ઘટવાની જગ્યાએ શરીરમાસ સ્ટોર થવા લાગે છે. વિશેષજ્ઞ માને છે કે દર વર્ષે આપણા શરીરમાં એક ટકા સુધી મસલ્સ ઓછા થાય છે. જેનો સંબંધ એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન હોર્મોન સાથે હોય છે. મસલ્સ ઓછા થવાને કારણે હોર્મોનના સ્ત્રાવ પણ ઓછો થાય છે. જે મેનોપોઝને પ્રભાવિત કરે છે. તો વજન પણ આના કારણે વધે છે.

વજન ઘટાડવાનો સૌથી સરળ ઉપાય હોય તો છે કે, ડાયટ ચાર્ટ બનાવી લો. ત્યારબાદ એવા આહારનું સેવન કરો કે તે બધા વિટામિન આપે છતાં પણ વજન ઘટાડવામાં મદદરૂપ થાય. ઘણા લોકો વજન ઘટાડવા માટે થેરાપી સુધીનો સહારો લેતા હોય છે. પરંતુ આજે અમે તમને જણાવીશું કે આ ઉંમરમાં વજન ઘટાડવા માટે ઘરેલુ અને આસાન ઉપાય.
જયારે પણ જમો ત્યારે જમવું સાથે સલાડનું સેવન અચૂક કરો. માંસ, ડેરી ઉત્પાદનો અને અનાજનું તુલનામાં સલાડ અને ફળોમાં વધુ પોષક તત્વો અને કેલેરી હોય છે. તેનાથી સંતુષ્ટ થવામાં મદદ પણ થાય છે અને વજન પણ નથી વધતું. સાથે જ ડાયેટમાં તમે મોસમી ફળો પણ શામેલ કરી શકો છો.

સાવધાની પૂર્વક જીવન જીવો
જયારે તમે તમારા કામ અને બાળકોમાં વ્યસ્ત હોય ત્યારે તમે ઓછું ખાવ છો. પરંતુ જો તમે એકલા હોય તો વધારે ખાતા હોય છે. અને જલ્દી ભૂખ પણ લાગી જતી હોય છે. તેથી બધા લોકો સાથે જ જમો.
જમતા સમયે ટીવીના જુઓ
ખાવું, પીવું, ઝોકું લેવું અને ટીવીની ચેનલો બદલવી. જો આ બધા પાછળ જ તમારો સમય બગાડતા હોય તો તમારું વજન વધવાનું નિશ્ચિત જ છે. વજન ઘટાડવા માટે સૌથી પહેલા હેલ્થી અને હળવો ખોરાકની પસંદગી કરો. તમારી પ્લેટમાં એલતું જ જમવાનું લ્યો જેટલી તમને જરૃરિયાત છે. વજન ઘટાડવું હોય તો એ વાતનો ધ્યાન રાખો કે તમે કેટલું ખાવ છો અને શું ખાવ છો.

બ્રેકફાસ્ટ ક્યારે પણ ના છોડો
વજન ઘટાડવાના ચક્કરમાં સવારનો નાસ્તો કો પણ કિંમત પર ના છોડવો જોઈએ. સવારના નાસ્તામાં ફળ,ઓટ્સ, ઘઉંથી બનેલા ટોસ્ટનું સેવન કરી શકો છો. જે તમારી બપોરની ભૂખને રોકવામાં મદદ કરી શકે છે. થોડી-થોડી કલાક દરમિયાન ખાવાથી ભૂખ કંટ્રોલ થાય છે.
રાતે ઓછું જમો
જો તમે બપોરનું ભોજન (3 વાગ્યા પહેલા)આ દૈનિક કેલેરી મળે છે. તો વધુ જમવાથી વધારે વજન ઓછું કરી શકો છો. પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે જો તમે વધતા વજનને કંન્ટ્રોલ કરવા માંગો છો તો રાતના સમયે ઓછું જમો.

નિયમિત કસરત કરો.
કસરતકર્યા વગર વજન ઘટાડવાની એ ફિટ રહેવાની કલ્પના પણ ના કરી શકો. કસરતને તમારી દિનચર્યાનો હિસ્સો બનાવો. કસરતનો સમય લખીને રાખો જેથી વર્કઆઉટ શેડ્યુઅલને સારી રીતે નિભાવી શકો.

ડિનર કર્યા બાદ વોક કરો
રાતનું જમવાનું સુવાના 2 થી અઢી કલાક પહેલા જમી લો. ત્યારબાદ ચાલવા જવાનું ના ભૂલો. તેનાથી જમવાનું સારું પાચન થાય છે. અને નીંદર પણ સારી આવે છે. ખાસ ધ્યાન રાખો કે જમીને તુરંત જ પથારીમાં ના જાવ.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks