ધાર્મિક-દુનિયા

32 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે યોગ, કાળી ચૌદસ અને ચોપડા પૂજનની પુજા રાત્રે નહીં પરંતુ દિવસે કરવામાં આવશે

હિન્દૂ ધર્મમાં દિવાળીના તહેવારનું કંઈક અલગ જ મહત્વ છે. દિવાળીની લોકો કાગડોળે રાહ જોતા હોય છે. ઘણા લોકો શુભ કાર્ય પણ દિવાળી પર જ કરતા હોય છે. પરંતુ આ વર્ષે દિવાળીના તહેવારની તિથિઓમાં ક્ષયનું ગ્રહણ છે.

Image source

તિથિઓમાં ક્ષયનું ગ્રહણ હોવાને કારણે ધનતેરસ-કાળી ચૌદશ અને કાળી ચૌદશ-દિવાળી એક જ દિવસે આવે છે. આ વર્ષ 13 નવેમ્બરના રોજ ધનતેરસ અને કાળી ચૌદશ સાથે છે. 13 નવેમ્બરના રોજ સૂર્યોદયથી સાંજે 6 વાગ્યા સુધી ધનતેરસ રહેશે. બાદમાં કાળી ચૌદશ શરૂ થશે. 14 નવેમ્બર શનિવારના રોજ બપોર 2.18 વાગ્યા સુધી કાળી ચૌદશ રહેશે. કાળીચૌદશની વિશિષ્ટ પૂજા, મંત્ર-તંત્રની ઉપાસના શનિવારે સૂર્યોદય બાદ જ કરી શકાશે. કાળીચૌદશની ઉપાસના રાતને બદલે દિવસે કરવાનો સંયોગ 32 વર્ષ પછી આવી રહ્યો છે.

Image source

આ બાદ 14 નવેમ્બરના 2.18 વાગ્યા પછી દિવાળીની તિથિ ચાલુ થશે. જે 15 નવેમ્બરના રોજ સવારે 10.37 સુધી રહેશે. આ સમય દરમિયાન નવા વર્ષનાં ચોપડાપૂજન, લક્ષ્મીપૂજન કરી શકાશે.

Image source

રવિવાર બાદમાં તિથિ ના હોવાથી પડતર દિવસ રહેશે. પડતર દિવસે નવા વર્ષના વેપાર ધંધાની મુહૂર્ત કરવું અશુભ માનવામાં આવે છે. આ દિવસે મુહૂર્ત કરવાથી ધંધામાં બરકત રહેતી નથી. નવા વર્ષનો પ્રારંભ 16 નવેમ્બરના રોજ સૂર્યોદયથી થશે. આ દિવસે બીજનો ક્ષય હોવાથી ભાઈબીજ પણ સાથે જ મનાવવામાં આવશે.