ખબર

ગુજરાતમાં 31 વર્ષ બાદ આપવામાં આવશે ફાંસી, માસુમ સાથે બળાત્કારના કેસના આરોપીને ચાલી રહી છે ફાંસી આપવાની તૈયારીઓ

દેશમાં બળાત્કાર જેવી કરું ઘટનાઓને રોકવા માટે અલગ અલગ કાયદા કાનૂન બનાવવામાં આવે છે. થોડા દિવસો પહેલા જ આપણે હૈદરાબાદમાં ડોક્ટર સાથે જે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેના આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર મારવાની ઘટના જોઈ, નિર્ભયા કેસના આરોપીઓને પણ ફાંસીના માચડે લટકાવવાની તૈયારીઓ ચાલી રહી છે એવામાં જ ગુજરાતમાંથી પણ એક મહત્વના સમાચાર આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના સુરતમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસના આરોપી અનિલ યાદવને ફસની આપવા માટેની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. 31 વર્ષ બાદ ગુજરાતમાં ફરી એકવાર ફાંસીના માચડે કોઈને લટકાવવામાં આવશે.ગુજરાતના પોલીસ મહાનિર્દેશક ડીજીપી શિવાનંદ ઝાએ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ પહોંચીને મહાત્મા ગાંધી અને સરદાર પટેલના નામ ઉપર બનાવવામાં આવેલી કોઠરીની જોડે આવેલા ફાંસીઘરની મુલાકાત લીધી હતી. છેલ્લા પાંચ દશકથી પણ વધારે સમયથી આ ફાંસીઘરને ઉપયોગમાં નથી લેવામાં આવ્યું ત્યારે તેના રંગરોગાન અને સમારકામ માટે હાઉસિંગ બોરની પણ મદદ લેવામાં આવી રહી છે.

Image Source

વાત કરીએ અમદાવાદની સાબરમતી જેલની તો છેલ્લા 58 વર્ષથી અમદાવાદની સાબરમતી જેલના આ ફાંસીઘરમાં પણ કોઈને ફાંસી આપવામાં નથી આવી, છેલ્લે 1962માં આ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. ગુજરાતમાં છેલ્લી ફાંસીની વાત કરીએ તો એને પણ 31 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. રાજકોટની જેલમાં સપ્ટેમ્બર 1989માં 31 વર્ષ પહેલા શશીકાંત માળી નામના વ્યક્તિને આ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. ગુજરાતમાં અત્યાર સુધીમાં આ ફાંસીનો 8મોં કેસ છે.ફાંસી આપવા જલ્લાદ માટે દિલ્હીની તિહાડ અને મહારાષ્ટ્રની યરવડા જેલનો સંપર્ક કરવામાં આવ્યો છે. જો ફાંસી આપવા માટે કોઈ મુશ્કેલી નથી આવતી અને બધું જ સારું રહે છે તો 28 ફેબ્રુઆરી સવારે સદા ચાર વાગે અનિલ યાદવને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવશે.

Image Source

સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા એક પરિવારની 3 વર્ષની બાળકી 14 ઓક્ટોમ્બર,2018ના રોજ ગુમ થવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના પગલે પોલીસે શીધખોળ કરતા તે બિલ્ડિંગમાં જ નીચે એક રૂમમાંથી પ્લાસ્ટિકની એક થેલીમાંથી તેનું મૃત શરીર મળી આવ્યું હતું. આ રૂમમાં અનિલ યાદવ રહેતો હતો તેથી તેના ઉપર શંકા વધી હતી.

ઘટનાના પાંચમા દિવસે બિહારના બક્સરમાં રહેતા અનિલને તેના ગામમાંથી ઝડપીઓ પાડવામાં આવ્યો હતો. પોલીસ પૂછતાછમાં તેને કબુલ્યું હતું કે બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી અને બોલાવ્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચરી ગાળું દબાવી તેની હત્યા કરી હતી. સ્પેશયલ (પોસ્કો) કોર્ટ દ્વારા અનિલ યાદવને 31 જુલાઈ 2019ના રોજ ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી ત્યારબાદ અનિલે દયા યાચિકા પણ દાખલ કરી હતી પરંતુ 27 ડિસેમ્બર 2019ના રોજ તેની દયા યાચિકાને પણ ખરીજ કરી દેવામાં આવી હતી અને ગુરુવારના રોજ અનિલનું ડેથ વોરેનટ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
Author: GujjuRocks Team